Abtak Media Google News

૨૧ તી ૨૯ સપ્ટેમ્બર પારિજાત પાર્ટી પ્લોટ ખાતે પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટની ટીમનું ઓર્કેસ્ટ્રા, મલ્ટીલેયર ૧,૨૫,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ અને લાખેણા ઈનામોની વણઝાર: જૈન સંસ્થાઓના સહયોગથી નિ:શુલ્ક દાંડીયા કોચીંગ કલાસ: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

સમગ્ર ભારતભરમાં પહેલી જ વાર ફકત જૈન સમાજના ભાઈ-બહેનો માટે ગત વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા બેનમુન આયોજન બની રહ્યું છે. સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમનાં આ આયોજનને બિરદાવ્યાબાદ ફરી એક વખત જૈમન ટીમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ રહ્યુંં છે. આઅંગે આયોજકોએ ‘અબતક’ના આંગણે આવી માહિતી આપી હતી.માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓનાં પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૨૧ સપ્ટે. થી તા.૨૯ સપ્ટે. ૨૦૧૭ સુધી એમ ૯ દિવસ માટે જૈમન નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે. વિસરાતા જતા સાંસ્કૃતિક વારસાને સાચવવા તથા બાળકોમાં ભકિત-શકિત અને પવિત્રતા ખીલે તેવા ઉમદા ધ્યેય સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જૈનમ્ ટીમ દ્વારા આ વર્ષે પણ ફકત જૈનો માટે જ નવરાત્રીમહોત્સવનું એક વિશેષ આયોજન હાથ ધરી રહ્યું છે. આ નવરાત્રી કોમ્યુનિટી, કલચર અને કલાસનો સમન્વય બની રહેશે. તેમ આયોજકોએ જણાવ્યું હતુઆ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર રાજકોટના જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્લોટના ૪૦૦૦૦ વિશાળ ગ્રાઉન્ડમાં યોજાવામાં આવશે ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગસાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટના જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. તેમજ મુંબઈની પ્રખ્યાત સિંગર ગૌરવ દવે, મયુરી પાટલીયા (બરોડા), વિશાલ પંચાલ (અમદાવાદ) તથા રોકી શેખ (બરોડા) પોતાના કંઠથી કામણ પાથરશે .જયારે યુવાનોને ડોલાવવા ૧,૨૫,૦૦૦ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડસીસ્ટમના તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયગો આ વખતે નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવશે.તેમ ઉમેર્યું હતુ.નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની પણ વેરાઈટી પણ સામેલ કરવામાં આવશે, ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયના મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપરાંત કોર્પોરેટ વર્લ્ડની જ‚રીઆતને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ‘ગઝેબો’ પણ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ પધારેલ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પુરી પાડવામાં આવશે. જે એક વિશેષ બાબત છે. નવરાત્રી મહોત્સવનુ જીવંન પ્રસારણ પણ કરવામાં આવશે.ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે. આ સમગ્ર આયોજન જૈન સમાજના લોકો માટે થઈ રહ્યું છે. ત્યારે નવ દિવસના વ્યકિત દીઠ માત્ર ‚ા. ૮૦૦ના નજીવા દરે પાસ ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં નવ દિવસનાં ફૂડ અને બેવરેજીસના કુપન પણ આપવામાં આવનાર છે. ઉપરાંત જૈન વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે ખાસ ઓફર પણ રાખવામાં આવી છે. જેમાં ફકત ‚ા.૪૦૦ લેવામાં આવશે અને સાથે નવ દિવસનાં ફૂડ અને બેવરેજીસનાં કુપન પણ આપવામાં આવનાર છે. જેથી આ નવરાત્રી મહોત્સવ વિદ્યાર્થીઓ માટે તદન ફ્રી બની રહેશે. ગ્રાઉન્ડનાં કોઈપણ ખૂણેથી સ્ટેજનો વ્યુહ એકદમ સ્પષ્ટ દેખાય તે રીતે સ્ટેડિયમ ટાઈપકરવામાં આવશે. આવનાર લોકોને પાર્કિંગ પણ સરળતાથી થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છ જૈન સમાજના જે ભાઈ બહેનોને દાંડીયા રાસ નથી આવડતા અને શીખવા ઈચ્છે છે તે માટે પણ જૈનમ્ ટીમ દ્વારા નિષ્ણાંત કોચ દ્વારા નિ:શુલ્ક કોચીંગ કલાસનું પ ણ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ધૈર્ય પારેખ, રામકૃપા પાર્ટી પ્લોટ, જાશલ બિલ્ડીંગ બાજુમાં, ર્સ્ટલીંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રીંગરોડ તથા બપોરે ૪.૩૦ થી ૬ દરમ્યાન આમ્રપાલી પાર્ટી પ્લોટ, રૈયારોડ, કુમાર શાહ ઉષા કિરણ એપાર્ટમેન્ટ સરદારનગર મેઈનરોડ, જયેશભાઈ મહેતા, નેમીનાથ એન્ટરપ્રાઈઝ, જયનાથ કોમ્પ્લેક્ષની બાજુમાં, મકકમ ચોક, ગોંડલ રોડ , સુજીતભાઈ ઉદાણી, સ્વસ્તીક એપાર્ટમેન્ટ, લીંબુડીવાડી મેઈનરોડ, કાલાવડ રોડ ખાતે કાર્યરત કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ધૈર્ય પારેખ મો. ૯૩૭૬૪ ૦૧૧૧૦ ઉપર સંપર્ક કરવો. જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલય, ત‚ણભાઈ કોઠારી, ડોકટરપ્લાઝા,કસ્તુરબા રોડ, જયુબીલીગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ શહેરનાં વિશાળ વિસ્તારને આવરી લેવા અલગ અલગ જગ્યાએ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવેલ છે. જેમાં જીતુભાઈ લાખાણી, હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક,નિલેશભાઈ ભાલાણી, અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈનરોડ, જયેશભાઈ વસા-જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસે, જેનીશભાઈ અજમેરા-જાશલ ડેવલોપર્સ, જાસલ, ૧૫૦ ફૂટ રીંગરોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, જે.કે. બેગ્સ, હીરાપન્નાની બાજુમાં, ડો. યાજ્ઞીક રોડ, તપસ્વીક સ્કુલ ૨ જલારામ પ્લોટ, યુનિ. રોડ, ઉર્મિ એમ્પોરીયમ, ૨૨ સદગૂ‚ કોમ્પ્લેક્ષ, ન્યુ એરરા સ્કુલ સામે રૈયારોડ , ખાતે કાર્યરત થયેલ છે. જયાંથી ખેલૈયાઓ પોતાના પાસ અંગેની તમામ પ્રક્રિયા સરળતાથી કરી શકશે જૈનમ નવરાત્રી મહોત્સવનાં મધ્યસ્થ કાર્યાલયે બ્રિજેશભાઈ મહેતા તથા ભરતભાઈ કાગદીવિશેષ સેવા આપી રહ્યા છે. જૈનમ નવરાત્રી મહોત્સવનાં આ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટના જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, જયેશ મહેતા, નિલેશ શાહ, ઋષભ શેઠ, સેજલ કોઠારી, ત‚ણ કોઠારી, બ્રિજેશ મહેતા, અનીલ દેસાઈ, અનિષ વાઘર, હિમાંશું દોશી, આશીષ ગાંધી, ધર્મેશ શાહ, સતીષ મહેતા, અમીત દોશી, નિતેષ કામદાર, કમલેશ શાહ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે કાર્યાલયપર સાંજે ૬ થી ૯ વચ્ચે ‚બ‚ સંપર્ક કરવો અથવા જીતુભાઈ કોઠારી ૯૮૨૫૦૭૬૩૧૬, સુજીતભાઈ ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશભાઈ વસાનો ૯૮૨૪૦ ૪૫૬૦૧ પર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.