Abtak Media Google News

ડીસ્ટર્બ એરિયા એકટ ૧૯૯૧ મુજબ હિન્દુ-મુસ્લિમ સંવેદનશીલ વિસ્તારમાં મિલ્કત વેચાણ ભાડે આપતા પૂર્વ મંજુરી જરુરી હોવા છતાં કાયદાનું પાલન નહી?

રાજયમાં કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલ્કતનાં ખરીદ-વેચાણ તેમજ મિલ્કત ભાડે આપવા માટે ડીસ્ટર્બ એરીયા એકટ-૧૯૯૧ અમલમાં હોવા છતાં મહેસુલ વિભાગ દ્વારા આ કાયદાનો ચુસ્ત પણે અમલ કરવામાં આવતો ન હોય રાજયના મુખ્યમંત્રી નારાજ થયા છે. અને મહેસુલ વિભાગને તાકીદ કરી હિન્દુ-મુસ્લીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ કાયદાનો ચુસ્તપણે અમલ કરાવવા તાકીદ કરી હતી.

રાજ્યના કોઈપણ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાંની હિંસાને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાતી હોઈ ત્યાં અશાંતધારો લાગુ કરાય છે. અશાંતધારામાં આવેલી સ્થાવર મિલકતની લે-વેચ કરવી હોય તો વેચનારે કલેક્ટર પાસે તેની પૂર્વ મંજૂરી લેવા અરજી કરવી પડે છે. આ અરજી કલેક્ટર અશાંતધારાના ડે.કલેક્ટરને મોકલી આપે છે. ત્યારબાદ વધુ તપાસ કરવા જે તે પોલીસ મથકમાં અરજી મોકલી અપાઈ છે, જેનાં આધારે પોલીસ મકાન લેનાર તેમજ વેચનારની સાથે આજુબાજુના રહિશોની પણ નિવેદન નોંધે છે. જો, આસપાસના લોકોનો વિરોધ હોય તો પોલીસ તેનો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરી ડે. કલેક્ટરને મોકલે છેે. તેના આધારે કલેક્ટર અશાંતધારાની અરજી નામંજૂર કરે છે. આ અરજી નામંજૂર થતાં મકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિનો દસ્તાવેજ થતો નથી, પરંતુ પોલીસ, વહીવટી તંત્રની લાપરવાહીથી અશાંતધારાનો કાયદો પાંગળો બન્યો છે.

દરમિયાન ભાજપનાં ધારાસભ્યો અને કાર્યકર્તાઓની ફરીયાદને પગલે મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગ પાસે આ કાયદાની અમલવારીને લઇ વિગતો માંગવાની સાથે કાયદાનો ચુસ્ત અમલ કરાવવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા ભાડૂઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવાની જોગવાઈ કાયદામાં છે. કોઈ વિસ્તારમાં અશાંતિને કારણે જીવન અને મિલકત ગુમાવવાના ભયથી એક કોમના માલિકો તેઓની સ્થાવર મિલકત બીજી કોમના સભ્યોને ફેંકી દેવાની કિંમતે વેચી દેવાની વૃતિ ધરાવે છે. આવા વેચાણો થતાં અટકાવવા માટે અશાંતધારાની પૂર્વ મંજૂરી મેળવવી જરૃરી છે. ઈ.સ. ૧૯૮૫ અને ૮૬ દરમિયાન થયેલા હુલ્લડ અથવા ટોળાંની હિંસાને કારણે રાજ્યના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મુકાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.