Abtak Media Google News

૧૮ ટેકનોલોજી સેન્ટરોનું આધુનિકરણ કરશે સરકાર

કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ૧૫ નવા આધુનિક ટેકનોલોજી સેન્ટરની સ્થાપના કરાવશે અને ૧૮ને આધુનિક સુવિધાઓથી સજજ કરીને દેશને મુખ્ય ઉત્પાદક કેન્દ્ર અને મેકીંગ ઈન્ડિયાના પ્રયોજનને સિધ્ધ કરવા માટે તાલીમબધ્ધ નિષ્ણાંત માનવ શકિતનું સર્જન કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે.

તેમણે વિડિયો કોન્ફરન્સથી રાજસ્થાનના અલવાર જીલ્લાનાં ભિલવારીમાં ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરતી વખતે જણાવ્યું હતુ લઘુ નાના અને મધ્ય ઉદ્યોગ અને માર્ગ પરિવહનનો હવાલો સંભાળતા નિતિન ગડકરીએ સરકારને જરૂરી જમીન અને અન્ય પરિવહન સહકાર ટેકનોલોજી સેન્ટરના અપગ્રેડેશન માટે આપવા અપીલ કરી છે. આ સુવિધા સભર બનનારા કેન્દ્રો સંબંધીત વિસ્તારમાં નવી અને સુવિધા સપન્ન ઉપયોગોની જરૂરીયાતો પુરી કરવા મદદરૂપ થશે.

અમે ૧૫ નવા ટેકનોલોજી કેન્દ્રો ટીસીએસનું નિર્માણ કરી રહ્યા છીએ અને ૧૮ને વધુ સુવિધાસભર બનાવીને નિષ્ણાંત માનવ શકિતનું સર્જન કરશું તેમ તેમણે જણાવ્યું હતુ. ગડકરીએ આંતર માળખાકીય સુવિધાઓ વધારીને પોલિટેકનિક અને આઈટીઆઈની ઈન્જિનીરીગ કોલેજો કાબેલ યુવા ઈજનેરોનું નિર્માણ કરી ઉદ્યોગોને ખાસ સહકાર અને પ્રોત્સાહિત પીઠબળ અપાશે તેમ તેમણે સતાવાર નિવેદનમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.