ઘરેણા અને હિરામાં સરકાર ડયુટી ઘટાડી જવેલરી બજારમાં પ્રાણ પૂરશે

જવેલરીમાં ૧૨.૫ ટકાની ડયુટી સામે ૪ ટકા કરવાની કરાઈ માંગ: પોલીસ્ડ ડાયમંડમાં ૭.૫ ટકાના બદલે ૨.૫ ટકા ડયુટી કરવા રજુઆત

ભારતની આર્થિક સ્થિતિને ધ્યાને લેતા સરકાર દ્વારા અનેકવિધ ક્ષેત્રમાં ઘણાખરા સુધારાઓ કરી રહ્યું છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, સરકાર ઘરેણા અને હીરા ઉધોગ માટે સરકાર ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી જવેલરી બજારમાં પ્રાણ પુરશે કે કેમ? હાલ સોના-ચાંદી અને પ્લેટીનમમાં આયાત ડયુટી ૧૨.૫ ટકાની જોવા મળી રહી છે જેને ઘટાડી ૪ ટકા કરવાની રજુઆત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ પોલીસ્ડ ડાયમંડ અને કિંમતી ધાતુઓમાં આયાત ડયુટી ૭.૫ ટકાની છે તેને પણ ઘટાડી ૨.૫ ટકા કરવાની રજુઆત કરાઈ છે જો આ રજુઆતને સરકાર ધ્યાને લઈ કરાયેલી રજુઆતને સ્વિકારશે તો ઘરેણા અને હિરા ઉધોગમાં પ્રાણ પુરાશે અને ફરી આ ક્ષેત્ર ધમધમતુ જોવા મળશે.

સરકાર દ્વારા ઈમ્પોર્ટ ડયુટી વધારવાના કારણે જે સ્થાનિક ટ્રેડરો એટલે કે વેપારીઓ છે તેને જે લાભો મળવા જોઈએ તે મળી શકતા નથી ત્યારે આ તમામ રજુઆતોને સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાને લેશે તો સ્થાનિક વેપારીઓને પણ વેપારમાં સાનુકૂળતા રહેશે અને તેઓ વિકસિત બની દેશના અર્થતંત્રમાં સિંહફાળો પણ આપશે.

ઈમ્પોર્ટ ડયુટી વધવાના કારણે સોનામાં દાણચોરીના અનેકવિધ બનાવો સામે આવ્યા છે. સ્મગલીંગ કરતા લોકો પર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે પરંતુ જે સફળતા મળવી જોઈએ તે મળી શકતી નથી. ભારત દેશમાં સોના-ચાંદીની ખરીદી કરનાર લોકોની સંખ્યા અનેકગણી વધારે છે ત્યારે ભારતમાં સોનુ જરૂરીયાત માનવામાં આવે છે કે જે સંકટ સમયે ઉગાડવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે પરંતુ વૈશ્ર્વિક સ્તર પર જે રીતે ડયુટી હોવી જોઈએ તેનાથી અનેકગણી વધારે હોવાના કારણે હાલ આ ઉધોગ મંદ પડી ગયો હોય તેવું લાગે છે

ઈમ્પોર્ટ ડયુટી વધુ હોવાથી સ્મગલીંગમાં અનેકગણો વધારો

સરકાર દ્વારા અનેકવિધ ચીજવસ્તુઓ ઉપર ઈમ્પોર્ટ ડયુટી લગાડતી હોય છે પરંતુ સોના-ચાંદી અને જવેરાતની ચીજવસ્તુઓમાં ઈમ્પોર્ટ ડયુટી વધુ હોવાના કારણે સ્મગલીંગમાં અનેકગણો વધારો જોવા મળે છે. વિશ્ર્વમાં સોનાની ખરીદી કરનાર દેશોમાં ભારત સૌથી મોટો ખરીદનાર દેશ છે. આંકડાકિય માહિતી મુજબ અંદાજે ૨૩,૦૦૦ થી ૨૫,૦૦૦ ટન જેટલુ સોનુ ભારતમાં ખાનગી રોકાણકારોના હાથમાં છે. તજજ્ઞોનું માનવું છે કે નાણા મંત્રાલય દ્વારા જે ઈમ્પોર્ટ ડયુટી વધારવામાં

આવે છે તેનાથી સરકારી તિજોરીમાં આવક ચોકકસપણે વધારી શકાશે પરંતુ તેની સામે જે દાણચોરીનું પ્રમાણ છે તેમાં પણ વધારો થઈ શકે તેમ છે જે હાલ પરિસ્થિતિ નિર્માણ પામી છે. જીએસટી દ્વારા અનેકવિધ પ્રમાણમાં સોનાની દાણચોરી કરતા લોકો ઉપર લાલ આંખ કરી છે અને સ્મગલીંગ ન થાય તે માટેના તમામ પુરતા પગલાઓ લેવા માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એ વાતની પણ સ્પષ્ટતા છે કે ઈમ્પોર્ટ ડયુટી જો ઘટાડવામાં આવે તો સ્મગલીંગનાં બનાવો ખુબ જ ઓછા થઈ જશે.

ડયુટી વધુ હોવાથી ડાયમંડ ઉધોગની સ્થિતિ નબળી

ગુજરાતમાં ડાયમંડ ઉધોગ માટે સુરત અત્યંત જાણીતું છે પરંતુ ઈમ્પોર્ટ ડયુટી વધુ હોવાના કારણે ડાયમંડ ઉધોગ હાલ મરણ પથારીએ પડયો હોય તેવું લાગે છે ત્યારે વિશ્ર્વમાં ૧૦૦ માંથી ૯૦ હિરા સુરતમાં તૈયાર થાય છે. ડાયમંડ ઉધોગ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે જો સરકાર ડયુટીમાં ઘટાડો કરશે તો રોજગારની વિશાળ પ્રમાણમાં તકો પણ ઉદભવિત થશે અને ડાયમંડ ઉધોગમાં માંગ પણ વધશે. હાલ ડાયમંડ ઉધોગ પર ૭.૫ ટકા ડયુટી લગાવવામાં આવે છે જો સરકાર

તેને ૨.૫ ટકા કરે તો આ ઉધોગ ફરીથી બેઠો થઈ શકે તેમ છે ત્યારે સરકાર દ્વારા ગોલ્ડ ઉપર ૧૨.૫ ટકા ડયુટીને લઈ વેપારીઓને ઘણી ખરી મુશ્કેલીઓ અને તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે એસોસીએશને સરકારને ડયુટી ૪ ટકા કરવાની રજુઆત પણ કરી છે જો સરકાર આ રજુઆત સ્વિકારશે તો આ ઉધોગ ફરીથી બેઠો થઈ શકશે.

Loading...