લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી, જાણો ક્યાં છૂટ મળશે અને ક્યાં પ્રતિબંધ રહેશે યથાવત

લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહી શકશે.

જૂન 8 થી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્તરાં, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.

સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. રાજ્ય સરકારોને સંસ્થાઓ તેમજ વાલીઓ સાથે આ અંગે ચર્ચા કરવાનું કહેવામા આવ્યું છે.  તે અંગે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરવામા આવશે.

Loading...