Abtak Media Google News

ગુજરાતમાં માથાદીઠ દેવાનો આંક કુલ ૨.૬૬ લાખ કરોડને આંબશે તેવી શકયતા

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે બજેટ રજુ કરતાં એ વાતની માહિતી આપતા જણાવ્યું હતું કે, બજેટમાં જે વાયદાઓ અને લક્ષ્યાંક પુરો કરવા માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તેને પુરી કરવા માટે આશરે ૪૩ હજાર કરોડ રૂપિયાનું દેણુ ગુજરાત સરકારે કરવું પડશે. જેમાંથી ૩૮,૦૯૯ કરોડ રૂપિયા પ્રિન્સીપલ અને જુની લોનનાં વ્યાજની ભરપાઈ માટે જ કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ રજુ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે ૪૨,૯૨૯ કરોડ રૂપિયાનું દેણુ ગુજરાત સરકારે કરવાનું રહેશે. જેમાં ૨૧,૫૦૯ કરોડ ભૂતપૂર્વ લીધેલી લોનનાં વ્યાજ ભરપાઈ માટે ઉપયોગમાં લેવાશે તથા ૧૬,૫૯૦ કરોડ રૂપિયા જુની લોનનાં પ્રિન્સીપલ અમાઉન્ટનાં ચુકવણી માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું છે તે તમામ વર્ગો માટે સારું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બજેટમાં ખેડુતોને ફાયદો થશે તે પણ વાત નકકી છે ત્યારે આ તમામ વાયદાઓને પુરા કરવા અને લક્ષ્યાંકને પહોંચી વળવા માટે જે રકમની જરૂર પડશે તેનાં પ્રવિધાન માટે સરકાર દ્વારા તે અંગે દેણુ પણ કરવું પડે તો નવાઈ નહીં. ગત પાંચ વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનું દેણું બમણું થઈ ગયું હોવાનું પણ સામે આવે છે. ૨૦૧૫-૧૬નાં બજેટમાં ટોટલ નાણાકીય દેણુ ૨૩,૪૮૬ કરોડનું હતું કે જે હવે ૨૦૧૯-૨૦માં ૪૨,૯૨૯ કરોડ રહેવા પામ્યું છે. આથી કહી શકાય કે, આ ખાદ્યને એટલે કે આ દેણાને દુર કરવા માટે સરકારે પહેલા તો દેણું કરવું પડશે ત્યારબાદ જ તેમની તમામ વિકાસલક્ષી યોજનાઓ અને વાયદાઓ જે બજેટમાં કરવામાં આવ્યા છે તેને પૂર્ણ કરી શકાશે.

નાણાકીય સંસ્થાઓ દ્વારા બજેટને લઈ એક વાત સામે આવે છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ગુજરાતનું કુલ પબ્લીક દેવુ એટલે કે પબ્લીક ડેપ્ટ ૨.૬૬ લાખ કરોડને પાર પહોંચશે કે જે ૨૦૧૮-૧૯માં ૨.૩૮ કરોડ રહેવા પામ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં જે લક્ષ્યાંક પુરા કરવા માટેની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેને પુરી કરવા માટે આશરે સરકારે ૪૩ હજાર કરોડનું દેણું કરવું પડશે તે વાત પણ સાચી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકાર કેવા પ્રયત્નો હાથ ધરે છે અને કયાં પ્રકારે સરકાર આ પ્રયત્નોને હાથ ધરશે તે આવનારો સમય જ જણાવશે પરંતુ સરકાર માટે કપરા ચઢાણ માનવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ભલે જોગવાઈઓ પ્રજાલક્ષી હોય પરંતુ એ વાતને પહોંચી વળવા માટે જે નાણાની આવશ્યકતા રહેલી છે તે સરકાર કયાંથી પૂર્ણ કરશે અને લક્ષ્યાંકને કેવી રીતે પહોંચી શકાશે પરંતુ જે રીતે સરકાર દ્વારા જે જોગવાઈઓ કરવામાં આવી છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, આ બજેટમાં ખેડુતો સાથે મધ્યમ વર્ગ અને નિચલા વર્ગનાં લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની રહેશે. હાલ ખેડુતોનો પ્રશ્ર્ન ખુબ જ મોટો માનવામાં આવે છે જેથી તેનાં પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તે વાત પણ સામે આવી રહી છે. સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે માથાદીઠ દેવાનો આંક કુલ ૨.૬૬ લાખ કરોડને આંબશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે કે જે ૨૦૧૮-૧૯માં આ આંકથી ઘણું ઓછું રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.