Abtak Media Google News

જંકશન પ્લોટ ખાતે બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ.મનહરલાલજી મહારાજ સપિત સેવા સંસ ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં આજી ૪૫ વર્ષ પહેલા રામેશ્વર મહાદેવની વિધિવત સ્થાપના થયેલ છે. ત્યારબાદ ગણપતિ, કાર્તિકેય તા પાર્વતીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ દ્વારકાધીશ કૃષ્ણ, બદ્રિનાજી તથા જગન્નાજીની સપના ઈ. આમ ભગવાન શિવ-પાર્વતી તા તેમનું વાહન નંદી, ગણેશજી તા તેમનું વાહન મૂષક, કાર્તિકેય સ્વામી તથા તેમનું વાહન મોર એમ મહાદેવજીનો સમસ્ત પરિવાર એક સાથે બિરાજમાન હોય તા પવિત્ર ચારધામના દર્શન તા હોય તેવા સૌરાષ્ટ્રભરના અજોડ તા એકમાત્ર દેવસનનું નિર્માણ યું છે. તદ્ઉપરાંત અંબિકામાતા, સરસ્વતી દેવી, અન્નપૂર્ણા દેવી, લક્ષ્મી નારાયણ, જલારામ બાપા, ભક્ત નરસિંહ મહેતા, હનુમાનજી, યોગેશ્વર, ગાયત્રી માતા, દત્તાત્રેય ભગવાન, રામ લક્ષ્મણ તા જાનકીજી, સત્યનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ, રણછોડદાસજી, ગુરૂનાનાક સાહેબ વગેરેના નિજ મંદિરોનું નિર્માણ યું છે. આમ એક જ સ્ળે શિવજીનો સમસ્ત પરિવાર, ચારધામ, દ્વાદશ જયોર્તિલિંગ તથા વિવિધ ઈષ્ટદેવોની સુંદર-દર્શનીય પ્રતિમાઓના દર્શનનો લ્હાવો દર્શર્નાીઓ લઈ રહ્યાં છે.રામેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં દર સોમવારે તા અમાસના રોજ પુષ્પરંગોળી, હિમાલય, કૈલાસ દર્શન વગેરેની દર્શનીય શોભા થાય છે.

પ્રતિદિન સવારે ૧૦થી  ૧૨ તથા સાંજે ૫ થી ૭ મહિલા મંડળના બહેનોના ભજન સત્સંગ થાય છે. જન્માષ્ટમી, નવરાત્રી, નૂતનવર્ષ, અન્નકૂટ, દેવ દિવાળી, તુલસી વિવાહ, ગીતા જયંતિ, મહાશિવરાત્રી, ફૂલડોલ, રામનવમી, અષાઢીબીજ, જયાપાર્વતી, ગુરૂપૂર્ણિમાં મહોત્સવ વગેરે તહેવારો શ્રધ્ધા ભક્તિપૂર્વક ધામધૂમી ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી ભાષામાં ગ્રેનાઈટના પથ્રમાં સુવર્ણ અક્ષરે સરળ-પ્રમાણિત ગીતાસારનું જયાં નિર્માણ થયું છે.  આ અજોડ, વિશિષ્ટ તથા દર્શનીય મંદિરના દર્શનનો લાભ લેવા સર્વે ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.