Abtak Media Google News

પ્રથમ ૯ પ્રશ્ર્નો કોંગ્રેસનાં ૩ કોર્પોરેટરનાં હોય જનરલ બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ ફરી ખોટા દેકારામાં વેડફાય તેવી ભીતિ: ૯ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરાઇ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૨૮ ડિસેમ્બરનાં રોજ મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને મળનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણો વર્તાય રહ્યા છે. બોર્ડનાં પ્રશ્ર્નોતરીકાળમાં ચર્ચા કરવા માટે ભાજપ અને કોંગ્રેસનાં ૩૫ કોર્પોરેટરોએ ૭૨ સવાલો રજુ કર્યા છે. પ્રથમ ૯ સવાલો કોંગ્રેસનાં ૩ કોર્પોરેટરનાં હોય બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ ફરી એક વખત પ્રજાનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવાનાં બદલે ખોટા દેકારામાં વેડફાઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. બોર્ડમાં મંજુરી અર્થે અલગ-અલગ ૯ દરખાસ્તો રજુ કરવામાં આવી છે.

મહાપાલિકામાં આગામી ૧૮મી ડિસેમ્બરનાં રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકનાં પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપનાં ૧૬ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો જયારે કોંગ્રેસનાં ૧૯ કોર્પોરેટરોએ ૫૨ પ્રશ્ર્નો પ્રશ્ર્નોતરીકાળમાં ચર્ચા અર્થે રજુ કર્યા છે. સૌપ્રથમ કોંગ્રેસનાં જયાબેન ટાંક, મનસુખભાઈ કાલરીયા અને ઘનશ્યામસિંહ જાડેજાનાં પ્રશ્ર્નોની ચર્ચા થવાની છે. સામાન્ય રીતે બોર્ડમાં પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા થવાનાં બદલે ખોટા દેકારામાં પ્રશ્ર્નોતરીકાળ વેડફાય જાય છે. આ વખતે પ્રથમ ૯ પ્રશ્ર્નો કોંગ્રેસનાં નગરસેવકોનાં હોય બોર્ડમાં પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા થાય તેવી સંભાવના ખુબ જ નહિવત જણાઈ રહી છે. રોગચાળો, રોડ-રસ્તાનાં પ્રશ્ર્નો સહિતનાં વિવિધ મુદ્દે બોર્ડ તોફાની બની રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બોર્ડમાં ‚પાબેન શીલુ, ઘનશ્યામસિંહ એ.જાડેજા, પા‚લબેન ડેર, અંજનાબેન મોરજરીયા, જયમીનભાઈ ઠાકર, અશ્ર્વિનભાઈ ભોરણીયા, અનિતાબેન ગોસ્વામી, નીતિનભાઈ રામાણી, રાજુ અઘેરા, શિલ્પાબેન જાવીયા, વશરામ સાગઠીયા, જાગૃતિબેન ડાંગર, વિજય વાંક, પરેશ પીપળીયા, બાબુભાઈ આહિર, મનિષ રાડીયા, સંજય અર્જુડીયા, ડો.દર્શિતા શાહ, અજય પરમાર, માસુબેન હેરભા, જાગૃતિબેન ઘાડિયા, મુકેશભાઈ રાદડિયા, દલસુખ જાગાણી, ઉર્વશીબા જાડેજા, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, રવજીભાઈ ખીમસુરીયા, અતુલ રાજાણી, રસીલાબેન ગરૈયા, વલ્લભભાઈ પરસાણા, મેનાબેન જાદવ અને ગાયત્રીબા વાઘેલા સહિતનાં નગરસેવકોએ પ્રશ્ર્નો રજુ કર્યા છે.

7537D2F3 8

જનરલ બોર્ડમાં અલગ-અલગ ૯ દરખાસ્તો મંજુરી અર્થે મુકાઈ છે. જેમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓનાં વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાહે નોકરી આપવા, અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયનાં બોર્ડમાં મહાપાલિકાનાં એક પ્રતિનિધિનું નામ સુચવવા, ટીપી સ્કીમ નં.૧૫ રાજકોટમાં સમાવિષ્ટ જાહેર હેતુનાં અંતિમ ખંડો તથા રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા જયારે ટીપી સ્કીમ નં.૩૧નાં જાહેર હેતુનાં અંતિમ ખંડ તથા રસ્તા અન્વયે દરખાસ્તને પરામર્શ આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

વાલ્વ બંધ કરવાનું ભુલાઈ ગયું ! એરપોર્ટ રોડ પર અનેક સોસાયટીઓમાં દોઢ કલાક પાણી વિતરણ

વાલ્વમેનની બેદરકારી સબબ માધવ ક્ધસ્ટ્રક્શન નામની એજન્સીને પેનલ્ટી

અબતક, રાજકોટ

શહેરનાં વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર આજે સવારે વાલ્વમેન વાલ્વ બંધ કરવાનું ભુલી જતા અનેક સોસાયટીઓમાં ૨૦ મિનિટનાં બદલે દોઢ કલાક પાણી વિતરણ થયું હતું જેનાં કારણે સમગ્ર રોડ પર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં વોર્ડનાં કોર્પોરેટર અને આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે તાત્કાલિક અધિકારીઓને ધ્યાન દોર્યું હતું. પાણી વિતરણ માટે વાલ્વ ખોલવાનો કોન્ટ્રાકટ ધરાવતા માધવ ક્ધટ્રકશન નામની એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટી, સખીયાનગર, ગીતગુર્જરી સોસાયટી મેઈન રોડ, નરસીનગર સહિતનાં વિસ્તારોમાં સવારે ૧૦:૦૦ વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી આપવા માટે વાલ્વ ખોલાયા બાદ વાલ્વમેન વાલ્વ બંધ કરવાનું ભુલી ગયો હતો જેનાં કારણે આ વિસ્તારમાં દોઢ કલાક એટલે કે ૧૧:૩૦ સુધી સતત પાણી વિતરણ થયું હતું જેનાં કારણે લોકોનાં ટાંકા છલકાય ગયા હતા અને પાણી રોડ પર ચાલવા માંડયું હતું. આ અંગે સ્થાનિક લતાવાસીઓએ વોર્ડનાં કોર્પોરેટર જયમીન ઠાકરનું ધ્યાન દોરતા તેઓએ તાબડતોબ અધિકારીઓને જાણ કરી હતી. સતત દોઢ કલાક સુધી પાણી વિતરણ ચાલુ રહેવાનાં કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વોર્ડમાં વાલ્વ ખોલવા તથા બંધ કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સી માધવ ક્ધટ્રકશનને પેનલ્ટી ફટકારવામાં આવી હતી જો નિયત સમય કરતા એક કલાક વધુ પાણી આપવામાં આવે તો એજન્સીને ૨૦૦૦ ‚પિયા દંડ ફટકારવામાં આવતો હોય છે. દોઢ કલાક વધુ પાણી વિતરણ કરવામાં આવતા એજન્સીને ૩૦૦૦નો દંડ ફટકારાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.