Abtak Media Google News

મેષ

001 1

આ સપ્તાહ દરમ્યાન  ભાઈ -બહેન સાથેના વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાના સંયોગો.  નવા વાહનો જેવાં કે બાઈક તથા કારની ખરીદી માટેના સારા સંયોગો. નવ દંપતિ માટે  આ સપ્તાહ ઉતમ રહેશે.  વાત પિતની મિશ્ર પ્રકૃતિ વાળાએ ખાસ કાળજી રાખવી.  નાના ઔદ્યોગિક તથા  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ થોડુ પ્રતિકુળ નીવડશે. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ પણ  લાભકારક નીવડશે.  સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ  સપ્તાહ પણ સારુ રહેશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૨૯ માર્ચ,  ૨ ત્થા ૪ એપ્રીલનાં દિવસો  સામાન્ય રહેશે.

વૃષભ

002

આ સપ્તાહ  દરમ્યાન  ઉદ્યોગ વ્યાપારના મોટા એકમનાં જાતકો માટે  મધ્યમ સાથે હળવું લાભકારક વાળું  નીવડશે.  ફેશન ફેબ્રીક અને કોસ્મેટીક ઉદ્યોગ વ્યાપારનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાંના સંયોગો. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સાથે ફરવાં જવાંના તથા ધાર્મિક યાત્રા કરવાનાં સંયોગો.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧ ત્થા ૪ એપ્રીલનાં દિવસો જ સામાન્ય રહેશે.

મિથુન

003

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ  ખાનગી બેંકીંગ એજન્સીઝ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ  ચડાવ ઉતાર વાળુ  નીવડશે.   ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ.  નાના નાના ઔદ્યોગિક તથા મધ્યમ કદનાં વ્યાપાર- વાણિજયક એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડ્શે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  કુટુંબમાં સામાન્ય બાબતને લઈને કંકાસ થવાની સંભાવના. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું, ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભાદાયી સપ્તાહ.  ૩૦ માર્ચ તથા ૩ એપ્રીલના દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004

પ્રવાહી પેય તથા રસાયણિક દ્રવ્યોના ઉત્પાદક તથા  જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે આ સપ્તાહ  ખુબ જ લાભકારક નીવડશે.   અન્ય ઔદ્યોગિક એકમના જાતકો ત્થા જનરલ તથા અન્ય નાના મોટા તમામ વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્ત્તાહ. સર્વિસ તથા કંસ્લ્ટીંગ બિઝનેશના જાતકો માટે આ  સપ્તાહ પણ ઉતમ. ખાનગી તથા સરકારી કર્મચારીઓ સારો વાળો સમય.  કર્મચારી  નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સારુ સપ્તાહ.  પ્રથમ એપ્રીલ  જ સામાન્ય રહેશે.

સિંહ

005

આ સપ્તાહ  દરમ્યાન ધંધા કામકાજ અર્થે ઘણી દોડધામ રહેશે સાથોસાથ બહારના રાજયમાં પ્રવાસ થાય તેવાં સંયોગો.  ઔધોગિક એકમ વાળા જાતકો ત્થા તમામ પ્રકારના વ્યાપારી વર્ગના જાતકો માટે  આ સપ્તાહ પણ  સાનુકુળ રહેશે.  રાજકીય વ્યક્તિઓ તથા વહીવટી તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સારુ રહેશે.  ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે સારુ અને લાભદાયી સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૩ એપ્રીલ નો દિવસ  સાધારણ  જણાશે.

કન્યા

006

સરકારી તેમજ  ખાનગી એકાઉન્ટેંસી ક્ષેત્ર  તથા મેનેજમેંટ ફર્મ  તથા ક્ધસલ્ટીંગ વ્યવસાયના તમામે તમામ  જાતકો માટે  લાભકારક સપ્તાહ. ઓટોમાઈલ્સ તેમજ ગેરેજ સંબંધિત જાતકો માટે ફાયદા કારક સપ્તાહ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  પરંતુ  નાના નાના વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે.   વિદ્યાર્થીઓ માટે સરેરાશ સપ્તાહ. ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.   ૨ તથા ૩ એપ્રીલનો દિવસ સરેરાશ રહેશે.

 

તુલા

007

કલા તથા કારીગરી ક્ષેત્રના તમામે તમામ જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભકારક નીવડવાંના સંયોગો. સૌંદર્ય પ્રસાધન તથા તેને  સંબંધિત તમામ ઉદ્યોગ, ધંધા વ્યવસાયમાં તેજીનો માહોલ જોવા મળશે.  વ્યાપાર તથા ઉદ્યોગ ક્ષેત્રનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સર્વિગ બિઝનેશનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ પણ  સારુ રહેશે. પરિવારમાં સુમેળતા યથાવત. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૩ એપ્રીલનો દિવસ  મધ્યમ જણાશે.

વૃશ્ચિક  

008

આ સપ્તાહ, લેખાજોખા સાથે આત્મઅન્વેષણ પણ કરાવશે. તથા લાભ પણ કરાવશે.  ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સર્વિસ બિઝનેસનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. બેરોજગારો માટે નોકરીના શુભાવસરો. સરકારી કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે સાથે બદલીનાં સંયોગો.  પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ કરવાંનાં સંયોગો. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૪ એપ્રીલનો દિવસ જ  અર્ધ સાધારણ રહેશે.

ધન

009

આ  સપ્તાહ દરમ્યાન વ્યાપાર વણિજને સંબંધિત નવી નવી તકો મળવાંનાં સંજોગો.  નાનાં મોટાં, ઓદ્યોગિક, વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક સાબીત થશે.  સરકારી ઉચ્ચાધિકારી, કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થા તથા સાર્વજનીક ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  પરિશ્રમી જાતકો માટે  આ સપ્તાહ પણ લાભકારક રહેશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ.  ૨૯, ૩૦ તથા ૩૧ માર્ચ  સામાન્ય રહેશે. .(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010

આ સપ્તાહે રોજીંદા કામકાજમાં નાના નાના અવરોધો આવ્યા જ કરશે.  સંબંધો બોલીને બગડી જવાંના સંયોગો.  મોટા ઉદ્યોગો ખાસ કરીને મરીન સંબંધિત ઉદ્યોગ, મેકેનિકલ તથા ઈજનેરી ક્ષેત્રનાં જાતકો માટે ઉતમ સપ્તાહ. અન્ય  ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે લાભદાયી સપ્તાહ. મહાવિદ્યાલય તથા વિશ્વવિદ્યાલયના જાતકો માટે સામાન્ય સપ્તાહ.  તમામ નોકરીયાત વર્ગ માટે લાભદાયી સપ્તાહ.  પરિવાર જનો તથા મિત્રોને સાથ સહકાર આપવાંનાં સંયોગો.  ૧ ,૨ તથા ૪ એપ્રીલ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011

શૈક્ષણિક ક્ષેત્રે  આધ્યાપકો, પ્રાધ્યાપકો તથા આચાર્ય ગણો માટે આ સપ્તાહ ખુબ જ  લાભકારક નીવડશે.  મહિલા – મહિલા કર્મી જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે. ધાર્મિક, દાર્શનિક, રાજકીય વ્યક્તિઓ સંભાળવાં જેવું સપ્તાહ. ઉદ્યોગ તથા નાના મોટા વ્યાપાર વણિજનાં ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. કારીગર તથા આર્ટીસન જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે  લાભદાયી સપ્તાહ પારિવારીક સંબંધોમાં સુધારો થશે.   છાત્રો, નિવૃતો, માટે લાભકારક સપ્તાહ. ૩ તથા ૪  એપ્રીલ  મધ્યમ રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012

આ સપ્તાહે જુનાં પેન્ડીંગ કામકાજનો સફળતાથી નીકાલ  થવાનાં સંયોગો.  જુગાર તથા શેર, સટ્ટો, લોટરીમાં ધન હાનીની સંભાવના.  ફેશન   ફેબ્રીક તથા કોસ્મેટીક  સંબંધિત  ઉદ્યોગ વ્યવસાય કે વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  અન્ય ઔદ્યોગિક એકમના જાતકો તથા જનરલ મર્ચંટ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે.  મધ્યમ વર્ગના તથા પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ૨ તથા ૩ એપ્રીલ મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.