Abtak Media Google News

મેષ

001 1

નાના નાનાં કારણોથી અધુરા રહેલા સરકારી કાર્યો સમેત તમામ કાર્યો સફળતા પૂર્વક પૂર્ણ  થવાની સંભાવના,  મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા આર્થિક લાભ. મોટા વ્યાપારી વર્ગ તથા ઉદ્યોગપતિ વર્ગ માટે આ સપ્તાહ  હળવું તનાવવાળુ રહેવાની સંભાવના. સામાન્ય અને નાનાં ઉદ્યોગ વ્યાપાર નાં જાતકો માટે સા  લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી, ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ તેમજ ફળદાયી રહેવાંના સંયોગો.  નવા કાર્યો નો શુભારંભ કરવા માટે સારુ સપ્તાહ. દાન ધર્માદા તથા ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યો માટે ઉતમ સમય.  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારું  સપ્તાહ ૧૦ -૧૪ માર્ચ  સરેરાશ રહેશે

વૃષભ

002 1

આ સપ્તાહ લાભ દાયી તેમજ  બરકત વાળુ રહેશે સાથોસાથ  સંઘર્ષ વાળુ પણ એટલુ જ રહેશે. દુષિત  મંગળ, શુક્ર વાળા જાતકોએ તેમના ઈમોશંસ પર કાબુ રાખવો,  અન્યથા, પ્રતિકુળ પરિણામ આવવાની સંભાવના. ઉદ્યોગ વ્યાપાર તથા પ્રોફેશન્સનાં જાતકો માટે પણ લાભદાયી તેમજ સંઘર્ષ વાળુ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગે વિશેષ કાળજી રાખવી.  અવૈધ કહી શકાય તેવાં વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ  પ્રતિકુળ રહેશે. પરિવાર જનો સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે. ૯ તથા ૧૩ માર્ચ મધ્યમ રહેશે.

મિથુન

003 1

શૈક્ષણિક તથા અર્ધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ  મહિલા જાતકો માટે આ સપ્તાહ લાભદાયી તથા હળવું કષ્ટદાયી રહેશે, ખાનગી એકાઉંટન્ટ–સીએ માટે લાભદેય નીવડશે.  નાના વ્યાપારી માટે મંદીનો માહોલ જોવા મળશે.  જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે ચડાવ ઉતાર બન્ને એક સાથે જોવા મળશે. અમુક કાર્યો અધુરા રહેવા પામે.  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી.  પારિવારીક સુખ શાંતિમાં વધારો, ગૃહિણીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.   ૮, ૯ તથા ૧૦  માર્ચ  સરેરાશ  રહેશે.

કર્ક

004 1

જલ કે જલીય પદાર્થના ઉદ્યોગ કે વ્યાપાર માટે  આ સપ્તાહ સાનુકુળ રહેશે સાથોસાથ તેને સંબંધિત અન્ય ધંધા વ્યવસાયને પણ ફાયદો થવાનાં સંયોગો. તેમજ રસાયણ ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ઔધોગિક  તથા વ્યાપાર ના એકમનાં  જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી રહેશે.  સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવા સંઘર્ષનાં સંયોગો. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે પ્રતિકુળ  સપ્તાહ. આવા જાતકોએ અવૈધ કાર્યોથી દુર રહેવું. ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.એકંદરે આ આખુ સપ્તાહ સારુ નીવડશે

સિંહ

005 1

સ્વગૃહી  સૂર્ય મંગળ વાળા જાતકો તથા પિતની તાસીર વાળા જાતકો માટે આ સપ્તાહ  હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે.  પ્રવાહી કે તરલ ઉત્પાદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.   વ્યાપારના  જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાશે.  ફિજીશ્યન, સર્જન, એડવોકેટ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે.  છાત્રો, નિવૃતો,ગૃહિણીઓ માટે આ સપ્તાહ સુંદર નીવડશે  ૧૨ ત્થા ૧૪ માર્ચ  સાધારણ રહેશે.

કન્યા

006 1

નાના ઔધોગિક એકમ, વ્યાપારી પેઢી તથા ખાનગી શૈક્ષણિક એકમ વાળાનાં જાતકો માટે  સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું નીવડશે. નાના વ્યાપાર વણિજ માટે સાનુકુળ  સપ્તાહ. છુટક હમાલી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદેય નીવડશે.  અંગત કહી શકાય તેવાં મિત્રો સાથે અણબનાવ કે ગેર સમજનાં સંયોગો. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અને સુમેળતાનો સમન્વય.  પારિવારીક સુખમાં વધારો, કૌટુંબિક કાર્યોમાં આનંદનો અનુભવ. દાન, તથા ધાર્મિક પ્રવાસ જેવાં કાર્યોની સંભાવના.ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ.  ૯ તથા ૧૧ માર્ચ સામાન્ય રહેશે

તુલા

007 1

મોટા વ્યાપાર વણિજના એકમના જાતક માટે  આ સપ્તાહ સાનુકુળ રહેશે.  તદુપરાંત તમામ પ્રકારનાં નાનાં નાના ધધા વ્યવસાયમાં ફાયદાના અવસરો પ્રાપ્ત થશે.  ઉદ્યોગ-ધંધાનાં નવા એકમના પ્રારંભ માટે સારુ સપ્તાહ.  વ્યવસાયિક કલા ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  તમામ સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહે પણ પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, મહિલા કર્મી તથા છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૧૩ તથા ૧૪ માર્ચ નો દિવસ સાધારણ રહેશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહથી પન્નોતિ દરમ્યાન થયેલી હાનિનું   લાભકારક વળતરની શરુઆત થશે.   ઉચ્ચસ્થ કે સ્વગૃહી મંગળ વાળા જાતકોએ તેના ગુસ્સા તથા શૃંગારિક લાગણીઓ પર કાબુ રાખવો, અન્યથા, દુષિત પરિણામ ભોગવવાની સંભાવના.આ સપ્તાહ તમામ જાતકોને  અનેક પ્રકારે લાભ આપનારુ તથા બરકત વાળુ સાબીત થશે.  સરકારી ક્ષેત્રનાં  કામકાજ માટે સારા સંયોગો બની રહ્યા છે.  અવૈધ વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ કપરું રહેશે. પરિવારજનો, સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે. ૧૦ તથા  ૧૪ માર્ચ  અતિ સામાન્ય દેખાશે

ધન

009 1

આ સપ્તાહ હળવું  દોડધામ વાળું કે ભાગદોડ વાળું જણાશે, પરંતુ સાથોસાથ નિરાંત, શાંતિ પણ એટલી જ જણાશે. ઉદ્યોગ, ધંધા વ્યવસાય માટે અનેક નવી આશાઓ લઈને આવશે. મોટા કે જથ્થાબંધ વ્યાપાર વણિજ ના જાતકો માટે લાભદેય રહેશે. પન્નોતિની અસર આ સપ્તાહ દરમ્યાન નહિવત્ સમાન રહેશે. માટે આનંદો. અધુરા કાર્યને અંજામ આપવાનો સારો સમય ગાળો. પરિવારોજનો વચ્ચે પડેલી ગુંચો ઉકેલાય જવાંની સંભાવના.  ગૃહિણીઓ, નિવૃતો છાત્રો માટે સપ્તાહ.  ૧૪ માર્ચ  સામાન્ય રહેશે. .(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહ હળવું  ભાગદોડ વાળું રહેશે. દસ્તાવેજ લેખન જેવાં સરકારી કાર્યોમાં સાવચેતી દાખવવી. ધંધા વ્યવસાયમાં આરામ જેવો માહોલ રહેશે. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે. નાના વ્યાપાર વણિજ માટે હળવું લાભકારી રહેશે.  આ સિવાયના તમામ જાતકો માટે સપ્તાહ સારુ નીવડશે.   સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા યથાવત રહેશે.  ૧૩ તથા ૧૪ માર્ચ  સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

યોગ -દર્શન તથા હર્બલ, આયુર્વેદીક ફાર્મસી સાથે સંકળાયેલ લોકો માટે  પન્નોતિનાં પ્રભાવથી આ સપ્તાહે પણ હળવી હળવી પ્રતિકુળતા જણાશે.  નાનાં નાના ઔદ્યોગિક એકમ તથા મહેનત વાળા નાના વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  લોખંડ તથા તેને સંબંધિત ધંધા વ્યવસાયમાં  જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે.  સરકારી તથા અર્ધ સરકારી  જાતકો માટે મધ્યમ  સપ્તાહ. સગાં સ્નેહીઓ દ્વારા સાથ સહકાર મળવાના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી  માટે સારુ સપ્તાહ.  ૯ તથા ૧૦ માર્ચ સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

મોટા ઔદ્યોગિક એકમ, મોટા વ્યાપાર– વણિજના એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક-વ્યાપાર-વણિજના એકમ સાથે સંકળાયેલ માલિક સમેત કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવું ચડાવ વાળુ નીવડશે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. દાન તથા યાત્રા- પ્રવાસનો સંયોગો. પરિવાર તરફ સાથ સહકાર મળવાનાં સંયોગો.  છાત્રો તથા મહિલા-ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ.  ૭  માર્ચનો દિવસ સાધારણ  રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.