Abtak Media Google News

મેષ

001 1

તમામ સરકારી વિભાગનાં ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ  નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક, એકાઉન્ટંસી રીલેટેડ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  ૬ તથા ૮ ફેબ્રુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

વૃષભ

002 1

ધંધા- વ્યવસાય સંબંધિત  અધુરા રહેલા કાર્ય પુરા થવાંનાં સંયોગો તથા  ધંધા વ્યવસાયનાં  નવાં  કામકાજના આરંભ માટે  આ  સપ્તાહ લાભકારક નીવડશે.  સ્મોલ મશીનરી ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી  જણાશે. તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  લાભકારક તથા વ્યસ્ત  રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  ચડાવ ઉતાર વાળું રહેશે.  નજીકી સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન  દોડાદોડી તથા શારીરિક રીતે શ્રમ  રહેશે,  એટલે માનસિક રીતે સજ્જ થઈ જવું. વાહન ધીમે ચલાવવું. શારીરિક પરિશ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહે સંઘર્ષ સાથે  સાનુકુળતા પણ જણાશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસી,   સર્વિસ બિઝ્નેશનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ  લાભદાયક નીવડશે  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, બરકરાર  રહેશે.   ૩ ત્થા ૮ ફેબ્રુઆરી નાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

કોર્પોરેટ બેંકીંગ,  બેંકીંગ, ફાયનાંસ કંપની  ત્થા ખાનગી   મેનેજમેંટ  ફર્મનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ  સપ્તાહ પણ મધ્યમ રહેશે.   છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે  લાભદાયી સપ્તાહ.  કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો.  કૌટુંબિક  સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો.  નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ.  ૮ ફેબ્રુઆરીનો દિવસ  સામાન્ય રહેશે.

સિંહ

005 1

ફેશન, ફેબ્રીક,  રેડીમેડ ગાર્મેંટ્સ તથા કોસ્મેટીકસના વિવિધ એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક  નીવડશે. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે.  મોટા  તથા  હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ખુબ જ  સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે.  પરિવાર તથા મિત્રો-સહેલીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ  સુખદાયી રહેશે.

ક્ધયા

006 1

સરકારી વિવિધ  વિભાગનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ  નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.   ૩ ત્થા ૫,ફેબ્રુઆરી  સામાન્ય રહેશે.

તુલા

007 1

આ સપ્તાહ  દરમ્યાન  તુલા રાશિ માટે આનંદ, નિજાનંદ રહેશે સાથો સાથેપ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે.  માથા પર  રહેલાં બોજાઓ દુર ચાલ્યા જશે.  પરદેશ સાથે સંકળાયેલ ધંધા વ્યવસાયી લોકો માટે અતિ લાભદાયી સપ્તાહ,  વિદેશ પ્રવાસ માટે યોગ્ય સમય. તેમજ વિદેશ વ્યાપાર  શરુ કરવાના સંયોગો. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  સરકારી તથા ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.

વૃશ્ચિક

008 1

ધંધા- વ્યવસાય ના અધુરા કાર્ય પુરા કરવાં માટે તથા  નવાં કામકાજના આરંભ માટે  આ  સપ્તાહ  સરવાળે લાભકારક નીવડશે.  હેવી મશીનરી ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  ફાયદાકારક તથા વ્યસ્ત  રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૩૦ જાન્યુઆરીએ વિશેષ સાચવવું.

ધન

009 1

ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ  નીવડશે.   ફેરી કરતાં  તથા ગલ્લા પર છુટક  વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. ટ્રક, ટ્રાસપોર્ટ, ટ્રાવેલીંગ્સ  એકમનાં જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલા કર્મી ગૃહિણીઓ, નિવૃતો છાત્રો, માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૬ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે. (પન્નોતી થી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

યોગ, દર્શન, આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ તથા અધ્યાત્મ ક્ષેત્રે સેવા આપતાં લોકો માટે આ સપ્તાહ હળવુ સંઘર્ષ વાળું નીવડશે, સેલેબલ કે પોપ્યુલર વ્યક્તિઓ તથા સંપતિવાન જાતકો માટે આ સપ્તાહ સરેરાશ તથા દોડધામ વાળુ રહેશે.  ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે મધ્યમ સપ્તાહ.  શૈક્ષણિક એકમના  જાતકો માટે સરેરાશ સપ્તાહ.  ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ રહેશે.   ૨ તથા ૪  ફેબ્રુઆરી  સામાન્ય રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું )

કુંભ

011 1

શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ  પ્રતિકુળ અથવા સામાન્ય રહેશે.  આશ્રમ કે જાહેર ટ્રસ્ટ સાથે સંકળાયેલ જાતકો સાથે કોઈ પણ પ્રકારનાં વિવાદ સર્જાવાંના સંયોગો, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો  માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ રહેશે. તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભવાળું નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ રહેશે. ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૫ તથા ૭  ફેબ્રુઆરી સામાન્ય રહેશે.   (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

કોમોડીટી તથા ગ્રેઈન મર્ચંટ માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જ રહેશે.  ફાઈનાંસ કપની કે ખાનગી શરાફો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. શીપીંગ કંપની તથા જલીય ઉત્પાદના એકમ સાથે  જોડાયેલ તમામ વર્ગો માટે સારુ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશનાં  જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ  રહેશે.   સરકારી તથા ખાનગી એકમના  તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ૮  ફેબ્રુઆરીનો દિવસ  સામાન્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.