સાપ્તાહિક રાશિ ભવિષ્ય

279

મેષ

ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાધારણ  નીવડશે.   જથ્થાબંધ તથા છુટક  વ્યાપાર ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળશે. નાનાં વ્યાપારી માટે સરેરાશ સપ્તાહ. કેમિકલ તથા મેડીકલ ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે ચડાવ ઉતાર સાથે વિવાદ તથા સ્કેમની સંભાવના. હોટેલ ટુરીઝ્મ ઈંડ માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ૫, ૬ ત્થા ૧૦  જાન્યુઆરીનાં દિવસો  સાધારણ રહેશે.

વૃષભ

પારિવારીક સુખમાં વધારો તથા  પુત્ર -પૌત્રાદિ સુખમાં વધારો થવાના સંયોગો.  આકસ્મિક ધન લાભનાં સંયોગો સમેત  અન્ય પ્રકારનાં લાભ થવાંની સંભાવના. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ના જાતકો માટે આ સપ્તાહ. સાધારણ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ સાથે લાભકારક નીવડશે. ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવા સંભવ. ૫, ૬ ત્થા ૭, ૮  જાન્યુઆરીનાં દિવસો સાધારણ રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન સખત પરિશ્રમ સાથે દોડધામ થવાંની શકયતા. બોલીને બગડી ગયેલા સંબંધો સુધરવાંનાં સંયોગો.   નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે લાભકારક સપ્તાહ.  ખાનગી એકાઉંટ–વિમા-ખાનગી બેંકીંગ તથા શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સાથ સહકાર અકબંધ રહેશે.  ૫, ૭, જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

વણસી ગયેલા જુનાં સંબંધો  સુધરવાંનાં સંયોગો.   આ રાશિના જાતકોએ આ સપ્તાહ માટે જુગાર,  સટ્ટો, શેર બજારથી દુર રહેવું.અધુરા રહેલા ધંધાદારી કાર્ય પૂર્ણ થવાંન સંયોગો.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  નાના ત્થા છુટક  વ્યાપારી માટે  હળવી દોડધામ  રહેશે સાથે લાભદાયી સપ્તાહ.ફેશન ફેબ્રીક તથા કોસ્મેટીકનાં જાતક માટે લાભદાયી સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ  સપ્તાહ ફાયદાકારી રહેશે.  ૫ તથા ૧૦ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

સિંહ

આ સપ્તાહે ભાગદોડ તથા પ્રતિકુળતાં રહેવાંના સંયોગો. કમીશન મર્ચટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ  લાભદાયી નીવડ્શે, સાથે વિવાદોથી બચવું.  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૫, ૮ તથા ૧૦ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

ક્ધયા

એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક જ રહેશે. અર્ધ સરકાર તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. સગાં સ્નેહી તરફથી  સરેરાશ સમય.  ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.   ૧૦ તથા ૧૧ જાન્યુઆરીનો દિવસ સરેરાશ રહેશે.

તુલા

સરકારી તથા ખાનગી ક્ષેત્રે ઉચ્ચાધિકારી પદ પર સેવાં બજાવતા જાતકો માટે શ્રેષ્ઠ સપ્તાહ. ક્ધસ્લટંસી , સર્વિસ બિઝનેંશના જાતકો માટે સારુ સપ્તાહ. વ્યાપાર વણિજ ઉદ્યોગ માટે રાબેતા મુજબ જ આ સપ્તાહ રહેશે. ફેશન ફેબ્રીક કોસ્મેટીક ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે. સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે સપ્તાહ સારુ રહેશે. પરિવારમાં સુમેળતા યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૫ ત્થા ૬ જાન્યુઆરીના દિવસો સામાન્ય  રહેશે.

વૃશ્ચિક

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહ  પણ ફાયદાકરક રહેશે છતાં  નવા કામકાજ કે સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી લખાણકાર્યમાં ઉતાવળ ન કરવી. પન્નોતિનો પ્રભાવ નહિવત રહેશે.   મશીનરી ઉદ્યોગ તથા વ્યાપાર, વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારી તથા પોલીસ કર્મી માટે  આ સપ્તાહ પણ  કઠીન રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.   સગાં સ્નેહીઓ મિત્રો સાથે આ સપ્તાહ મજાનું નીવડશે.  વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, લેલચરર્સ, વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે શ્રેષ્ઠ સપ્તાહ.  ૧૧ જાન્યુઆરીએ વિશેષ સાચવવું.

ધન

મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  અતિ લાભદાયક સાબીત થશે.રીયાલ્ટી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. અન્ય ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ સાધારણ નીવડશે. શેર બજાર માટે હળવું સપ્તાહ. પરિશ્રમી જાતકો માટે  આ સપ્તાહ  યથાવત રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ, સાથે જરુર પુરતું રંધાવુ-ખવાવું જોઈએ,  ૮ ત્થા ૧૧ જાન્યુઆરી સાધારણ રહેશે

મકર

આ સપ્તાહ દરમ્યાન સરકારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે, પ્રતિકુળ સંયોગો રહેશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર તથા મોસાળ પક્ષે  હળવા કલેશ કે ખટરાગ રહેવાંની સંભવના. વાહન ડ્રાઈવીંગમાં કાળજી રાખવી.   નાના કે ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. હેવી વ્હીક્લ્સનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  શૈક્ષણિક એકમના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ.  ૭, ૯ તથા ૧૧ જાન્યુઆરીના દિવસો  સાધારણ રહેશે. પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું

કુંભ

સાહિત્યકારો, કવિ, લેખકો, પ્રકાશકો, વિચારકો, માટે આ અઠવાડીયું સાનુકુળ નીવડશે.  કલા નિર્દશન ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. તમામ પ્રકારના ઉદ્યોગ એકમ તથા નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  ફેશન ફેબ્રીક  કોસ્મેટીક એકમના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે.  કુટુંબમાં શાંતિ  યથાવત રહેશે. જણાશે.  ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે પણ સારુ સપ્તાહ. ૫ જાન્યુઆરીનો દિવસ જ સામાન્ય રહેશે.

મીન

હોલસેલ તથા રીટેઈલ વ્યાપારી એકમના જાતકો તથા ધાર્મિક-આધ્યાત્મિક જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે.  ખાણ ખનીજ કે મિનરલ્સનાં એકમ માટે સાનુકુળ સપ્તાહ. અધુરા કામકાજ પૂરા કરવાં માટે સારો સમય. કંસ્લટંસી તથા સર્વિસ બિઝનેશનાં  જાતકો આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૮ જાન્યુઆરીનો દિવસ જ સામાન્ય જણાશે.

 

Loading...