Abtak Media Google News

મેષ

001 1

નાનાં, મોટા તથા વિશાળ કદના ઔદ્યોગિક સુધીના જાતકો માટે આ સપ્તાહ બહુ સારુ નીવડશે.  જલ તત્વને લઈ કોઈ વિધ્ન આવવાની સંભાવના. ખાદ્ય ખોરાક કે પેકીંગ આહાર ના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર આ સપ્તાહ સામાન્ય જણાશે.  અન્ય વ્યાપારી વર્ગ  માટે સારુ સપ્તાહ. સર્વિસ તથા હાઈ પ્રોફેશન બિઝનેશના જાતકો માટે ઉતમ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.   ફાર્મસી તથા નર્સિંગ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  ૧૫ તથા ૨૧ ડિસેમ્બર  સામાન્ય રહેશે.

વૃષભ

002 1

જાહેર ક્ષેત્ર સાથે સંક્ળાયેલા તમામ જાતકો માટે આ  સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી એકાઉંટ કે ટેક્સ વિભાગ સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ સારુ નીવડશે.  બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સમય. સેલેબલ કે જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે હળવા વિવાદના સંયોગો. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રના નોકરીયાત માટે સરેરાશ સપ્તાહ.  આ સપ્તાહે  પણ પરિવાર કે સગાં સાથે હળવાં મનદુ:ખ થવાનાં  સંયોગો બને છે.  નિવૃતો, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ હળવું રહેશે. ૧૫ તથા ૧૬ ડિસેમ્બર સામાન્ય રહેશે.

મિથુન003 1

 

દસ્તાવેજી તથા સનદી કામકાજ સાથે જોડાયેલ વકીલ સમેત અન્ય તમામ જાતકો માટે આ સપ્તાહ  હળવા ફાયદા સાથે સારુ નીવડશે.   ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે સાધારણ સપ્તાહ,  કોઈ ખાસ વિવાદાસ્પદ બાબત બનાવાંનાં સંયોગો.તમામ પ્રકારના નાના ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજયના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે હળવું સપ્તાહ. સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  પરિવાર સુખ તથા સાથ સહકાર અકબંધ રહેશે.  ૧૬ તથા ૨૧ ડિસેમ્બરના દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

રંગ તથા રસાયણ ત્થા આયુર્વેદીક- હર્બલ ઔષધ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ઉતમ નીવડશે.   ઈમ્પોર્ટ એકસપોર્ટ કે વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા સર્વ જાતકો માટે લાભદાયી સપ્તાહ.  વ્યાપારી જાતકો માટે હળવું સપ્તાહ.  જલીય આહારના વ્યાપારી, ઉત્પાદક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. વ્યવસાયિક પરામર્શના જાતકો માટે ઉતમ સપ્તાહ.  ખાનગી શૈક્ષણિક એકમ માટે સરેરાશ સપ્તાહ. સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  તબીબી-ઈજનેરી છાત્રો,  નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો માટે આ સારુ સપ્તાહ.  ૧૫ ડિસેમ્બર સામાન્ય રહેશે.

સિંહ

005 1

આવેગ, ઉતાવળ તથા ગુસ્સા પર કાબુ રાખવો,  વાત-પિતની તાસીર વાળા જાતકો એ કાળજી લેવી.  બહારના ફાસ્ટ ફૂડ આરોગવામાં સંયમ જાળવવો, અન્યથા અસ્પતાલ યોગની સંભાવના.  દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું, બાહ્ય આકર્ષણમાં ફસાય જવાનાં સંયોગો.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. જથ્થાબંધ તથા છુટક વ્યાપારીઓ માટે  સારુ સપ્તાહ.  જાહેર ક્ષેત્ર  તથા શૈક્ષણિક એકમનાં જાતકો માટે કઠીન સપ્તાહ,  કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ.  ૧૮ તથા ૨૧ ડિસેમ્બર સામાન્ય જણાશે.

કન્યા

006 1

બૌદ્ધિક લોકો માટે નિરાશાજનક સપ્તાહ. સેવાકીય સંસ્થાઓ માટે સામાન્ય સપ્તાહ,  આ ક્ષેત્રે કોઈ વિવાદાસ્પદ ઘટના બનવાંના સંયોગો.  ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે સરેરાશ સમય  વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે, તદુપરાંત ધંધામાં અનેક નવા નવાં સ્ત્રોતો  જણાશે.. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. સરકારી કર્મચારીઓ માટે કઠીન સપ્તાહ જણાશે.  સ્નેહીજનો દ્વારા સાથ સહકારનાં સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૧૬, ૧૮,૧૯ ડિસેમ્બર સંભાળવા જેવી.

તુલા

007 1

આ રાશિ માટે આ સપ્તાહ અનેક પ્રકારે ફાયદા કારક રહેશે. ખાસ કરીને ઈલેકટ્રોનિકસ ક્ષેત્રના વ્યાપારીઓ ઉત્પાદકો તથા કર્મચારીઓ માટે. ફેશન તથા કાપડ સંબંધિત ઉદ્યોગ ધંધામાં તેજીનું વાતાવરણ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સારો સમય. ઔદ્યોગિક, વ્યાપાર,  સર્વિગ બિઝનેશ  ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા કરાવશે.  તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સારુ રહેશે. પરિવાર સાથે થયેલા જુના વાંધાઓનું નિવારણ. સાથે સહકાર જણાશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૨૦ ડિસેમ્બર અર્ધ મધ્યમ રહેશે.

વૃશ્ચિક

008 1

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહે હળવુ સાચવવું, જેને  સાડા સાત વર્ષમાં તકલીફો આવી ગઈ છે, તેના માટે કોઈ સમસ્યા નથી. માંગલિક  જાતકો માટે ચડાવ ઉતાર વચ્ચે આ સપ્તાહ સારુ જણાશે,  દરેક પ્રકારના ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે થોડુ કઠીન  સપ્તાહ રહેશે. સાથે. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ.  મિત્રો સાથે થયેલી ગેરસમજ  દુર થવાંના સંયોગો. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૮ તથા ૨૧ ડિસેમ્બરનો દિવસ સાચવવાં જેવો છે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન હાશકારાની લાગણીની થાય. નાના મોટા હેવી મશીનરીઝ ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે.  પારાવાર પરિશ્રમ વાળા એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  મેદસ્વી લોકોએ શરીરની કાળજી લેવી.  સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન, ખોરાક ગટરમાં ન જવું ન જોઈએ, સાથે જરુર પુરતું રંધાવુ-ખવાવું જોઈએ,  ૧૫ ડિસેમ્બર  સાધારણ જણાશે.

મકર

010 1

 

આ સપ્તાહે પન્નોતિનો હકારાત્મક પ્રભાવ દેખાશે.  રાજકીય તથા ધાર્મિક  વ્યક્તિઓએ માટે  આ સપ્તાહ  કઠીન  રહેશે, માટે વિશેષ સાચવવું.   નાના તથા ગૃહ ઉદ્યોગ તથા વાણિજયના તમામ નાના એકમોના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી ને સાનુકુળ  નીવડશે. એંજીનિયરીંગ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. તમામ નોકરીયાત વર્ગ માટે હળવું સપ્તાહ. પરિવાર જનો તથા મિત્રો વચ્ચે સંવાદિતા જળવાશે.  ૨૧ ડિસેમ્બર સાધારણ રહેશે. પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું,

કુંભ

011 1

કુંભ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે, વિશેષ તો જાહેર ક્ષેત્ર તથા ફેશન ફેબ્રીકના જાતકો માટે અતિ લાભન્વિત રહેશે. તમામ પ્રકારના ઉદ્યોગ તથા નાના મોટા વ્યાપારી ક્ષેત્રના સર્વ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કે ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  પ્રમોશન તથા પગાર વધારા જેવાં સંયોગો.  કુટુંબમાં શાંતિ અને સહકાર જણાશે.  વર્કીંગ વૂમન માટે  ઉતમ સપ્તાહ. નિવૃતો, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે પણ સારુ સપ્તાહ. ૧૫  ડિસેમ્બર સામાન્ય રહેશે.

મીન

012 1

આ સપ્તાહે પણ  મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા ગ્રેઈન મર્ચંટ માટે લાભદાયી નીવડશે.  હેવી ઉદ્યોગ- વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું રહેશે.  કેમિકલ કે અન્ય તરલ પદાર્થના વ્યાપારી-ઉદ્યોગપતિ માટે સારુ સપ્તાહ. ફર્નિચરના ઉત્પાદકો તથા વ્યાપારી માટે મધ્યમ સપ્તાહ રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ ફકત ૨૧  ડિસેમ્બર સરેરાશ જણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.