Abtak Media Google News

દીકરીઓએ નવરંગી દુપટ્ટા, મોરપંખ, વાંસની ટોપલી, ફાનસ, નાગ, શંખ, તલવાર, ઢાલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી ભાવિકોને ર્ક્યા મંત્રમુગ્ધ

ધોળકિયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં ચોા નોરતે આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ કરનારા માં કૃષ્માંડાની આરાધના-ભક્તિ કરવા ખાસ આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ તરીકે રાજકોટ ગ્રામ્ય આસિ. કલેકટર ઓમપ્રકાશ સહપરિવાર તેમજ વોર્ડ ઓફિસર ધવલભાઈ જેસડિયા તથા સીઆરસી કો-ઓર્ડિનેટર પ્રકાશભાઈ આહિર, માલવીયા, ધમસાણિયા તથા ડાયેટના ઉમાબેન તન્ના દિકરીઓને આશિર્વચન પાઠવવા તેમજ મા જગદંબાની આરાધના-ભક્તિ કરવા પધારેલ. ગુજરાતનો પ્રાણ ગણાતા એવા આ મહોત્સવમાં ગરબી મંડળની દીકરીઓ દ્વારા નવરંગી દુપટ્ટા, મોરપંખ, વાંસની ટોપલી, માંડવી, ફાનસ, નાગ, શંખ, માતાજીનું આસન. તલવાર, ઢાલ, સાફ, હિંડોળા, છત્રી વગેરે બેનમુન પ્રોપર્ટીઝનો ઉપયોગ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દે તેવા નુતન ગરબાઓ ચકરડી, ભમરડી સ્પેશિયલ, હું તો પાટણ શેરની નાર, હે જગ જનની… પાઘડી વાળા રે…. મોર બની નગાટ કરે…. એક છંદે… રૂડે ગરબે રમે… જેવા અદ્ભૂત ગરબાઓની રજૂઆતે ધોળકિયા સ્કૂલના આ ચાચર ચોકે ઉપસ્થિત ભક્તજનોને ભક્તિરસ સાથે જોડાયા હતા.

સાથે-સાથે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સૌના પ્યારા બાપુના સંસ્મરણોને પણ ઉપસ્થિત નગરજનો સમક્ષ વાગોળવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.