Abtak Media Google News

ગુજરાતમાં યાયાવર પક્ષીઓની મોટી સંખ્યાનો સંપૂર્ણ નકશો તૈયાર થશે 

ગુજરાતના વન વિભાગે પ્રવાસી પક્ષીઓ માટેની હદ નક્કી કરવાનું બીડુ ઉપાડયું છે. જેમાં ૧૬૫૦ કિ.મી.ના દરિયા કિનારાને અને મહત્વના મીઠા જળાશયોને પણ આવરી લેવામાં આવશે. વન વિભાગની આ કામગીરી અત્યાર સુધીની સૌી મહત્વની કામગીરી ગણવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે, દર વર્ષે ગુજરાતના અલગ-અલગ સ્ળોએ વિદેશી મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે. જેના માટે હદ નક્કી કરવામાં આવશે અને ટૂંક સમયમાં સંપૂર્ણ નકશો તૈયાર શે. જેમાં કયાં સ્ળે કેવા પ્રકારના વિદેશી પક્ષીઓજોવા મળે છે તેની વિગતો આપવામાં આવશે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે જીપીએસ સર્વિસની મદદ લેવામાં આવશે. ગુજરાતના અલગ અલગ સ્ળોએ કુલ ૧૩૦ જાતના પક્ષીઓ જોવા મળે છે કે જે દૂર-દૂરી ગુજરાતમાં આવે છે. જેમાં પણ સૌી વધુ સહેલાણી પક્ષીઓ કચ્છમાં જોવા મળે છે. ઓરીસ્સા પછી ગુજરાત બીજા નંબરનું રાજય છે કેજયાં યાયાવર પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

વિદેશી પક્ષીઓની હદ નકકી તા આગામી સમયમાં પક્ષીઓ બાબતે તી કામગીરીમાં પણ મહત્વનો ફાયદો મળી રહેશે. આ ઉપરાંત યાયાવર પક્ષીઓની સંખ્યામાં તા વધારા-ઘટાડા તેમજ કયાં પ્રકારના પક્ષીઓ વધુ જોવા મળ્યા કે ઓછા જોવા મળ્યા તે બાબતનો પણ અંદાજ મેળવી શકાશે. વન વિભાગની આ કામગીરી અત્યાર સુધીની સૌી મોટી કામગીરી ગણવામાં આવે છે. કારણ કે, ૧૬૫૦ કિ.મી. લાંબા દરિયા કિનારા અને મહત્વના મીઠા પાણીના જળાશયોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં તબકકાવાર કામગીરી કરવામાં આવશે. જીપીએસ સીસ્ટમ વડે નારી આ કામગીરીમાં વન વિભાગના મોટા પ્રમાણમાં કર્મચારીઓનો પણ ફાળો રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.