Abtak Media Google News

બહારગામથી કે અન્ય રાજ્યોમાંથી જામનગર આવતા લોકોએ ફરજીયાત આ વિક્ટોરિયા પુલ પરથી પસાર થઈને જ અંદર પ્રવેશ મળે છે ત્યારે આ એજ વિક્ટોરિયા પુલ છે જેની અવદશા જોઈ શકાય છે. આ વિક્ટોરિયા પુલની બંને બાજુ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી ત્યારે તે કેટલો સસમય ટકશે તેની કદાચ સત્તાધીશો પાસે જાણકારી નહીં હોય અથવાતો જાણવાની દારકાર નહીં કરી હોય. જામ્યુંકોમાં સ્થાને તાજેતરમાં રહી ચૂકેલા લાલ લાઈટ વારા બાબુઓ પણ અનેક વખત આ પુલ પરથી પસાર થઈ ચૂક્યા હશે તેમને પણ આ કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય..? આ ફૂટપાથ પરથી રોજ અનેક નાગરિકો પસાર થતા હોય છે એટલું જ નહીં ઉનાળાના સમય દરમ્યાન આ ફૂટફાથ પાર રાત્રીના પરિવાર સહિતના લોકો હવા ખાવા પણ બેસવા આવતા હોય છે.હોવી આ પુલ પર કોઈ ગોઝારી દુર્ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.