Abtak Media Google News

લોકમેળા સમિતિની પ્રથમ બેઠક યોજાઈ; સ્ટોલ ભાડામાં કોઈ વધારો નહીં થાય તેવા સંકેતો

આગામી તા.૧લી સપ્ટેમ્બરથી ૫ મી સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળો યોજવા આજે લોકમેળા સમીતીની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં લોકમેળાના આયોજનની સમીક્ષા કરી ગત વર્ષના હિસાબો પણ ચકાસવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સને લોકમેળા સમીતીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાના આયોજનની બ્લુ પ્રિન્ટની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન આગામી લોકમેળામાં સ્ટોલ ભાડામાં કોઈપણ જાતનો વધારો કરવામાં ન આવનાર હોવાનું પણ ટોચના વર્તુળોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકમેળશ સમીતીના અધ્યક્ષ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા લોકમેળાનું પ્રથમ વખત આયોજન હોય ભાતીગળ લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા પણ સુચનો લેવાયા હતા અને આજની આ બેઠકમાં લોકમેળા સમીતી પાસે પડેલા ફંડનો સદ્ઉપયોગ કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં ચાલુ વર્ષે અધિક માસના કારણે જન્માષ્ટમી લોકમેળો ઓગષ્ટની બદલે સપ્ટેમ્બર માસની શરૂઆતમાં યોજાનાર હોય રેસકોર્સ ગ્રાઉન્ડમાં વરસાદી માહોલ વચ્ચે મેળાના માણીગરોને અવગડતા ન પડે તે માટે પણ તંત્ર દ્વારા આગોતરૂ અને નક્કર આયોજન હા ધરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.