Abtak Media Google News

ભુ-માફીયાઓના સલાહકારો દ્વારા ‘જાહેર નોટિસ’ની આડમાં જમીન માલીકોને છેતરવાનું કારસ્તાન કે બીજું કાંઇ? મોટાભાગના જમીન કૌભાંડોમાં જાહેર નોટિસ આપવાનું કહી જરૂરી કાગળો મેળવી કૌભાંડ આચરવામાં આવે છે અને દાવા દાખલ કરવામાં આવે છે

‘જાહેર નોટીસ’ એટલે ‘જાહેર જનતા’તે મીલકતની લેવડ-દેવડ અંગે બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવતી જાણ જેના કારણે  લોકોનો આ મીલ્કતમાં હકક, હિસ્સો, કે દાવો કે ગીરો હોય તો તેઓ સામેુ આવી પોતાનો હકક મેળવવા કોર્ટના દ્વાર ખખડાવી ન્યાય માગી શકે પરંતુ હાલરાજકોટ શહેર અને ગુજરાતભરમાં મોટા ભાગે જમીન કૌભાંડોમાં જાહેર નોટીસ આપી કૌભાંડો આચરી મીલ્કતને વિવાદીત કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોય તેમ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

પોતે ખરીદ કરેલી જમીનમાં કોઇનો હકક, હિસ્સો કે બોજો કે લાગભાગ નથી તે અંગે જાહેર નોટીસ આપવાનું કહી જમીન વેચાણ કરનાર પાસેથી જરુરી કાગળો મેળવી જાહેર નોટીસ આપવાના બહાને જમીન કૌભાંડ આચરી કોર્ટમાં દાવા કરવામાં આવતા હોય છેે.

7537D2F3 16ગુજરાતમાં હાલ જમીન કૌભાડીયા શખસોને પ્રોત્સાહન આપી લેભાગુ તત્વો દ્વારા જમીન કૌભાંડ આચરવામાં ‘જાહેર નોટીસ’ ના ગેર ઉપયોગ કરી કાયદામાં ‘જાહેર નોટિસ’નો ગેર ઉપયોગ કરી કાયદામાં ‘જાહેર નોટીસ’નો કોઇ મહત્વનો ભાગ ન હોવા છતાં જમીન કૌભાંડ આચરવા માટે જાહેર નોટીસનો દુર ઉપયોગ કરી જાહેર જનતાને ગેર માર્ગે દોરવી કોર્ટમાં દાવા દાખલ કરવાનું કારસ્તાન ભુ-માફીયાઓ દ્વારા આચરવામાં આવતું હોય છે. આવો જ એક કિસ્સો જામનગરના ચંગા ગામે ગત અઠવાડીયામાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં રાજકોટના શખ્સ સહીત છ શખ્સોએ જામનગરના કારખાનેદાર પાસે દલાલ મારફતે  સંપર્ક કરી  જમીન ખરીદ કરવાના બહાને મામુલી રકમ ચુકવી સાટાખત કરાવી લઇ જાહેર નોટીસના આધારે કોર્ટમાં દાવો દાખલ કરી ૧૫૪ વિઘા જમીનમાં વિવાદ ઉભો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

  • ‘જાહેર નોટિસ’આપી કરેલો સોદો ફોક ન થઇ શકે બન્ને પક્ષકારો સહમત હોય તો રદ કરી શકાય: દિલીપ મહેતા (એડવોકેટ)

2 21

‘જાહેર નોટીસ’ પ્રોપટી લે-વેચ માટે આપતા હોય તો એ બોનાફાઇડ પ્રરચેજર કહેવાયા કે મે મીલ્કત ખરીદ કરતી પહેલા નોટીસ આપી હતીકોઇના વાંધા ન આવ્યા પછી મેં મીલ્કત જોઇને લીધી તે ખરીદનારનો બેનીફીેટ ટીપી એકટ ટ્રાન્સફર પ્રોપર્ટી સેકશન ૩માં એવો શબ્દ લખેલો છે કે એડઝવી નોટીસ એટલે ખરીદનારે નોટીસ આપવી જોઇએ.ગેર ફાયદો નોટીસ પાસે સાટાખત, મુખ્યયારનામુ, ગીરો મુકી હોય, મીલકત ઉપર પૈસા લીધા હોય તો નોટીસ કોઇક વાંચીને વાંધા આપી શકે, કોઇ ચેલેન્જ કરે તો એ કહી શકાય કે મે નોટીસ આપી છે.બન્ને પક્ષકારોની સહમતીથી સોદો ફોક થયો હોય તો દાવો ન થઇ શકે. એક તરફી નહિ પણ બન્ને પક્ષકારોની સહિ હોય તો સોદો શરૂ કરી શકાય  એક તરફી સોદો રદ ન કરી શકાય.કોર્ટમાં તો જઇ દાવો કરી પણ કોર્ટમાં ટકી ન શકે અને અને અદાલત દાવો કાઢી નાખે છે. ‘જાહેર નોટીસ’એ માત્ર સોદો થયો છે તે ની સાબીતી બતાવી શકે છે.

  • જાહેર નોટિસ આપવી એ બન્ને પક્ષકારો માટે હીતાવહ છે: લલીતભાઇ લખતરીયા (એડવોકેટ)

Img 20200125 Wa0094 3 19

‘જાહેર નોટીસ’ થી ફાયદો એટલો થાય કે કોઇપણ મીલ્કતની લેવડ દેવડ થતી હોય જાહેર નોટીસ આપી હોય તો જાહેર જનતાને અને જે તે  પક્ષકારોની ખબર પડે  કે આ મીલ્કતમાં આ રીતે લેવડ દેવડ થાય છે. તો આ મીલ્કતમાં કોઇનો હકક, હીસ્સો હોય કે વાંધો હોય તો તે થઇ શકે.ઘણી વખત એવું બને કે સબ રજીસ્ટ્રારમાં જે મીલ્કતની નોંધણી થઇ હોય દસ્તાવેજની એ ને પણ ખ્યાલ હોય તો તેને સર્ચ લઇને માહીતી મળે વકીલ લઇ શકે. નોટરીના લખાણ હોય તો તે જવાબ ન હોય તો તે જાહેર નોટીસથી આવી નોટરીની લખાણ કરી લેવડ-દેવડ કરી હોય તો કોઇની કલમ પીડીત હોય ,સાટાખત હોય,

કોઇ મુખત્યારનામા હોય, સહ હિસ્સેદારી હોય, કે જે કોઇ વારસાઇ હોય, વીલ હોય, આ બધા વ્યવહારો નોટરી રૂબરૂ થયા હોય, આ બાબત જેમાં પક્ષકારોને ખ્યાલ હોય, કે વેચનારે આવું કાંઇ કર્યુ હોય તો ખરીદનારને ખ્યાલ ન હોય કે શું હકીકત છે, માલીકી ટાઇટલ, મર્કટેબલ છે કે કેમ જાહેર નોટીસથી જે કાઇ આપી એ તો તેના વાંધા આવે તો જે તે વકીલો એનાો અભિપ્રાય આપે કે આ વાધા ટકવા પાત્ર છે કે કેમ ત્યારપછી લેવડ-દેવડ થાય તો મીલ્કત યોગ્ય રીતે વ્યવહાર થઇ શકે.

  • દાવો કરવો એ ન્યાય માંગવાની પ્રક્રિયાનો એક ભાગ છે: હીમાંશુ પજવાણી (એડવોકેટ)

Img 20200127 Wa0046

જાહેર નોટીસએ મીલ્કત ખરીદ વેચાણના વ્યવહારોમાં લોકો પોતાની સેફટી માટે આપતા હોય છે. દાવો કરવો એ તો ન્યાય માગવાની પ્રક્રિયાનો એક ભાગ છે. ન્યાય આપવો ન આપવો એ કોર્ટે જોવાનું હોય છે. દાવોનો કોઇપણ માણસ કરી શકે છે. દાવો એક એવી વસ્તુ છે કે કોઇ વ્યકિત એવું કહે છે કે આ મીલ્કતમાં મારું હીત છે એ સાબીત કરવાની જવાબદારી વ્યકિતની હોય છે. દાવો દાખલ કરવો એ એક અરજી છે. જેમ કે કલેકટરમાં એક અરજી કરવી કે પોલીસમાંથી એક અરજી કરવી અરજીનો કોઇપણ વ્યકિત આપી શકે પણ સાચી અરજી છે કે ખોટી છે તે તપાસના આધારે સાબીત થાય છે. એટલે કે દાવો એ એક અરજી છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવે છે.

  • ‘જાહેર નોટીસ’ આપવી એવી કોઇ જોગવાઇ નથી: હિતેશ મહેતા (એડવોકેટ)

Hitesh Mehta

જાહેર નોટીસનો ઉપયોગ તો માત્ર એટલો જ કે મિલ્કતમાં છુપા વ્યવહારો કર્યા હોય અને કોઇ અન્ય વ્યકિતને વેચવામાં આવે ત્યારે જાહેર નોટીસથી જાણ થાય બાકી કાયદામાં જાહેર નોટીસ આપવી એવી કોઇ જોગવાઇ હોતી નથી માત્ર બની પક્ષકારો પોતાની સવલત માટે આપતા હોય છે. અને મિલ્કતમાં કોઇ વ્યવહારે કરવામાં આવ્યા હોય તો પક્ષકારો ને જાણ થઇ શકે અને કોર્ટમાં ન્યાય મેળવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.