Abtak Media Google News

જીવાણુંઓના ડિએનએ અન્ય ગ્રહો પરના જીવનની શકયતાઓ શોધવામાં મદદરૂપ: નાસા

નાસાના આંતરરાષ્ટ્રીય અવકાશ સ્થાનકના અવકાશયાત્રીઓએ અંતરીક્ષમાં સૌપ્રથમ વખત ખુબ જ અસરકારક જીવાણુઓ શોધી કાઢયા છે. જે અવકાશ યાત્રીઓ માટે ખુબ જ ઉપયોગી છે. જોકે જીવાણુઓને તેઓ પૃથ્વી ઉપર પરિક્ષણ માટે પહેલી વખત લાવી શકયા ન હતા પરંતુ, તે અન્ય ગ્રહો પર જીવનની ડીએનએ આધારીત શકયતા શોધવા મદદરૂપ થશે.

આ ઉપરાંત ધુમકેતુ જેવા ઉપગ્રહોના પરિક્ષણ માટે ફાયદાકારક થશે.અવકાશયાત્રીઓના જણાવ્યા મુજબ જીવાણુઓમાં ડીએનએના નમુના મળી આવ્યા છે માટે તેની કોપી બનાવી શકાય. પરિક્ષણને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જીવાણુઓના નમુના મેળવી તેમાંથી પરિવર્ધન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની શ્રેણીબઘ્ધ રચના કરી પારખવામાં આવ્યા હતા.

નાસાના માઈક્રોબાયોલોજીસ્ટ સરાહ વેલેસની ટીમ તેમજ નાસાના અવકાશયાત્રી પેગી વિપ્સને જીવાણુઓ પર પ્રથમ પ્રયોગ કર્યો હતો. જેનું મોનિટરીંગ અને માર્ગદર્શન અમેરિકાથી થતુ હતું. એક સપ્તાહ સુધી પ્રયોગ કર્યા બાદ વિપ્સને બેકટેરીયલ કનોન્ઝને ટેસ્ટ ટયુબમાં કેદ કર્યા હતા.

જે સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પારખવામાં આવ્યા જે સ્ટોસ માઈક્રોબાયોલોજીની સિદ્ધિ સાબિત થઈ છે. નાસાના બાયોકેમિસ્ટ આરોન બુર્તોન જણાવે છે કે એક વખત જો તેને પૃથ્વી પર લાવવા અમે સક્ષમ બન્યા તો તેનું વધુ ઉંડાણપૂર્વક સંશોધન કરી શકશું.

ત્યારબાદ તેઓ જીવાણુઓનો પૃથ્વી પર લાવવા સક્ષમ બન્યા અને જે પ્રયોગના પરિણામો તેમને અંતરીક્ષમાં મળ્યા હતા. જમીન ઉપર પણ તે જ પરિણામો મળ્યા હતા. રિચર્સોએ ભ્રમ દુર કરવા અનેક વખત પ્રયાસ કર્યા. નાસાના અંતરીક્ષ યાત્રીઓએ સૌપ્રથમ વખત અવકાશમાંથી જીવાણુઓનું સફળ પરીક્ષણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.