Abtak Media Google News

આ વર્ષે iPhone નવું એક મોડલ પણ લોન્ચ કરશે.વર્ષ 2019ના અંત સુધીમાં થઈ શકે છે લોન્ચ.કારણકે કંપની સપ્ટેમ્બરમાં તેમનો સ્માર્ટ ફોન લોન્ચ કરતી હોય છે. પરંતુ કંપની તેની તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દેતી હોય છે. આ દરમિયાન એક તસવીર વાયરલ થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે, iPhone XI આવો જ દેખાશે.

146630 Phones News Apple Iphone Xi Might Have The Ugliest Triple Camera Solution So Far Image1 9If2Vok4Nl

જાણીતા ઈન્સાઈડર હેમરસ્ટોફરે આ વર્ષે જે iPhone લોન્ચ થવાનો છે તેમાં મોટા ફેરફાર કર્યા હોવાનો ઈશારો કર્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે એપલ લોંગ ડિસ્ટન્સ ટાઈમ ઓફ ફ્લાઈટ (ToF) ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

આ વિશે સોનીએ જણાવ્યું હતું તે અંર્તગત iPhone કોઈ પણ પાંચ મીટરના અંતર સુધીના ઓબ્જેક્ટની 3D મેપિંગ કરી શકશે અને તે માટે ટ્રિપલ કેમેરાની જરૂર પડશે. આ સિવાય ટ્રિપલ રેર કેમેરા ગેમિંગ માટે પણ હશે.

Screenshot 1 9

આ તસવીરમાં ફોનની બેક સાઈડમાં ત્રણ રેર કેમેરા જોવા મળી રહ્યા છે. જોકે ત્રણ કેમેરાનું સેટઅપ બીજા ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટ ફોન કરતાં અલગ દેખાય છે. જે રેર પેનલ iPhone X જેવું જ દેખાય છે. આ તસવીરમાં ફોન બ્લેક કલરનો જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર તે iPhone XI લીક્ડ તસવીર કહેવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.