કુપોષણ સામે જંગ: ‘માહી’ લોકોના ઘર આંગણે

36

શહેરીજનોના ઘર આંગણે વિટામીનયુકત દુધ અને તેની વિવિધ પ્રોડકટ ઉપલબ્ધ થશે

રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારમાં રહેતા શહેરીજનો પાશ્ર્ચુરાઈઝડ પેકિંગમાં મળતા દુધ અને તેની વિવિધ બનાવટો વિશે જાગૃત થાય અને છૂટક દુધથી થતા નુકશાનથી અવગત થાય તેની સાથે સાથે શહેરીજનોને વિટામીન યુકત દુધ ઘર આંગણે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખેડુતોની પોતાની કંપની માહી મીલ્ક પ્રોડયૂસર કંપની દ્વારા માહી મીલ્ક મોબાઈલ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે. આ મોબાઈલ પાર્લરનું ઉદઘાટન કંપનીના ચીફ એકિઝકયુટીવ યોગેશ પટેલે કર્યું હતુ. આ પ્રસંગે કંપનીનાં ડેપ્યુટી ચીફ એકિઝકયુટીવા ડો. સંજય ગોવાણી તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચીફ એકઝીકયુટીવ યોગેશ પટેલે જણાવ્યું હતું કે આ નવતર પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે હાલના યુગમાં લોકો પોતાની તંદુરસ્તી માટે પુરુ ઘ્યાન આપતા નથી. ત્યારે લોકોમાં વીટામીન-એ, વીટામીન-બી જેવા વિટામીનનોની ઉણપ જણાય છે. તો માહિ મીલ્ક પ્રોડયુેસર કંપની દ્વારા એક પહેલ કરવામાં આવી છે. વિટામીન-એ અને વિટામીન-બી યુકત દુધ ગ્રાહકોને પહોચાડવામાં આવે જેનાથી થતા રોગો અટકાવી શકાયા છે. અને ભારતમાં વિટામીનની કમી જણાય છે તો માહી કંપની કુષોશણ સામેની લડતમાં  ભાગીદાર બની શકે. ગુજરાતની ફકત માહિ કંપની ને ફોર્ટી ફાઇડ દુધ પાંચથી સાત લાખ લોકોને પહોચાડી રહ્યું છે. અને આ પ્રયોગથી વધારેને વધારે લોકોને સ્વચ્છ દુધ મળશે. જેથી ગુજરાતનું સ્વાસ્થ્ય સાશુ બનશે. એવું મારુ માનવું છે.

પ્રોડકટની રીતે જોઇએ તો અમારી પાસે ૧૬ વેરીયેટ પ્રોડકટ છે. દરેક સાઇઝમાં છે ૯૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૪૦૦ ગ્રામ:, પ૦૦ ગ્રામ, ૧ લીટર અને ૬ લીટરમાં છે. તથા ગાય, ભેંસનું  દુધ છે. પનીર છે. ફલેવર મિલ્ક છે. દહીં જરુરીયત પ્રમાણેની વસ્તુઓ છે.

છુટક દુધની પરંપરાઓ સદીઓથી ચાલતી આવી છે. અને એને નાબુદ કરવા કોઇકને કોઇક એ પહેલ કરવી પડે, આજના જમાનામાં લોકો આળશું થઇ ગયા છે. એમના ઘેર બેઠા જો પિરસવામાં આવે છે એ ચોકકસ લેશે. તો આ માટે છુટક અને પેકીંગ દુધમાં ઘણો બધો  તફાવત છે. છુટક દુધમાં કેટલા બેકટેરીયા હશે શું મેળવેલું હશે. શું ભેળસેળ હશે તે કોઇને ખબર ન હોય જયારે પેકીંગ દુધમાં ખબર હોય છે કે કયાંથી આવ્યું છે. શું શું પ્રોસેસ કરવામાં આવી છે.

અમારી આ પહેલ છે ડિસ્ટ્રીબ્યુટર, પાર્લરવાળા, વેપારી એવો ઢાંચો છે પરંતુ આ સીધુ ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. તેની આ પહેલ છે. મને ચોકકસ ખાત્રી છે. આ પહેલને લોકો વધાવશે રાજકોટના લોકો વધાવશે તો સંપૂર્ણ સૌરાષ્ટ્રના લોકો વધાવશે એ અમારું સપનું છે.

રાજકોટના શહેરીજનોને માટે એટલું જ કહેવાનું છે કે તમારી તથા તમારા બાળકોની તંદુરસ્તી તમાહે જાળવવી હોય તો છુટક દુધનો ઉપયોગ બંધ કરી તથા વિટામીન-એ તથા વિટામીન-બી વાળુ  દુધ વાપરો જેનો ફાયદો તેમને લાબા ગાળે દેખાશે.

ડો. સંજય ગોવાણી સી.એસ. ચીય એકઝીકયુટીવી અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, માહિ મીલ્ક પ્રોકયુસર કંપની સૌરાષ્ટ્રના એક લાખ દુધ ઉત્પાદકોની કંપની છે.  દુધ ઉત્પાદકોના આર્થિક વિકાસ અને ઉત્કર્ષ માટે હંમેશા કામ કરતી રહી છે. સાથે સાથે ગ્રાહકો માટે પણ સતત કાર્યશીલ રહી છે. આ એક નવતર પ્રયોગ છે.

આજે ભારત સરકાર પણ કુપોષણ ની અભ્યાનો પણ ચલાવે છે. પોષણની સાથે લડી રહી છે. એવા સંજોગોમાં માહિ દ્વારા આ પ્રયાસ કરાયો છે. લોકોની જીવન શૈલી બદલાઇ રહી છે. હોમ ડીલીવરીનો કોન્સેપ્ટ આવ્યો છે. અમે ઘણા પ્રયાસો કર્યા છે. અમે વિટામીન-એ અને બી વાળુ દુધ લોન્ચ કર્યુ છે. આજ દુધ લોકોને ઘરે મળી રહે એવી વ્યવસ્થા માટે પાર્લરસ પણ શરુ કર્યા. આ જે લોકો પાર્લર સુધી આવવામાં પણ હિચકીચાય છે. અથવા તો આળસ અનુભવે છે. તો અમે એક નવો આ વિચાર મોબાઇલ પાર્લરનો વિચાર મુકયો. જેથી ફકત માહિ બનાવે છે. વિટામીન-એ અને બી વાળુ દુધ નો ઉપયોગ કરી શકે.

Loading...