Abtak Media Google News

યમુના નદીના જીવ-જંતુ તાજમહેલને નુકશાન પહોંચાડે છે: એએસઆઈ

સંગમરમરથી બનેલા તાજમહેલની સુંદરતાના ચર્ચા વિશ્ર્વભરમાં છે. પરંતુ તાજ મહેલની જાળવણીમાં નિષ્ફળતા મળતા સુપ્રીમ કોર્ટ લાલધુમ થયું છે. આર્કેલોજીકલ સર્વે ઈન્ડિયાના રિપોર્ટ મુજબ તાજમહેલ પરના બ્લુને લીલા ધાબા અંગે ચર્ચા કરવામાં આવી હતી કે પ્રદુષણનું પ્રમાણ વધતા વિશ્ર્વની ધરાહર સમા તાજમહેલની હાલત કફરી બની રહી છે.

સુપ્રીમના જજ મદાન લોકુર અને દિપક ગુપ્તાએ જણાવ્યું હતુ કે એએસઆઈ પોતાની જવાબદારી નિભાવી શકતા સક્ષમ ન હોય તો આ જવાબદારી અન્ય એજન્સીને સોંપવામાં આવે તે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રનું ધ્યાન દોર્યું હતુ ત્યારે એ.ડી. એન રાવે જણાવ્યું હતુ કે જે જરૂરિયાત છે.

તે પ્રમાણે અમે તાજમહેલનું રક્ષણ કરી રહ્યા જ છીએ તાજમેલના થબ્બાનું કારણ યમુના નદીના જીવ જંતુને કારણે થઈ રહ્યા છે. ત્યારે કોર્ટે કહ્યું કે કોઈ પણ કાળે તાજમહેલની જાળવણી જરૂરી છે. તેનું રક્ષણ મહત્વનું છે.

ત્યારે તેના બચાવમાં રાવે કહ્યું કે, અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ તમે એએસઆઈને તાજથી દૂર કરવા માંગો છો તે પોતાની જવાબદારી ભૂલી રહ્યું નથી. એડિશ્નલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ઉતરપ્રદેશ સરકારને કહ્યું હતુ કે રાજયએ મોન્યુમેન્ટને બચાવવાના પ્રયત્નોની જવાબદારી લીધી છે.

એમ.સી. મહેતાના વકીલે કહ્યું કે તે ૩૦ વર્ષથી તાજની સુરક્ષા અંગે લડી રહ્યા છે અનેક વખત કેન્દ્રએ રાજયનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ છતા કોઈ પગલા ન લેવાતા ધરોહરને નુકશાન થઈ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.