પપેટના માધ્યમથી  પ્રેમની અભિવ્યકિત

48

અબતક ડિઝીટલ મીડીયા પ્લેટ ફોર્મ ઉપર વેલેન્ટાઈન -ડેનું લાઈવ શો કરવામાં આવેલ જેમાં શિક્ષકો જોડાયા હતા. પપેટ નિર્માણ વર્કશોપમાં રંગબેરંગી વિવિધ પપેટના માધ્યમથી પ્રેમ અભિવ્યકતની વાત કરી હતી.પપેટના માધ્યમથી ‘રંગલા-રંગલી’ના પ્રતિકાત્મક ચહેરાઓ વડે પરિવારનાં પ્રેમની સાથે ભાઈ બહેન, પિતા-પુત્ર, માતા-પુત્રી સખીઓ જેવા વિવિધ પ્રેમસભર વાતો લાઈવ શોમાં રજૂ કરાયેલ આજે વેલેન્ટાઈન સાથે શહીદ દિવસની ઉજવણીનો સમન્વય સાંકળીને પ્રવિત્ર પ્રેમની વાતો કરી હતી. શિક્ષક સ્ટુડન્ટ વચ્ચેના પ્રેમમય વાતાવરણમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. એક શિક્ષિકાએ પોતાના ‘ર્માં’ની પ્રેમ સભર વાતથી સૌને હૃદયસભર વાત કરી હતી.

‘અબતક’ના લાઈવ-શોના માધ્યમથી આજે નોખો-અનોખો ‘વેલેન્ટાઈન’ ડેનું સેલિબ્રેશન કરેલ હતુ કાર્યક્રમમાં ઉમાબેન તન્ના તથા દિપાલી વડગામાએ સહયોગ આપેલ હતો.

Loading...