Abtak Media Google News

સફળ લગ્ન ક્યાં ???

ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..

દંપતી : સ્વાહા

અરેન્જ મેરેજ માં કજીયા ઓછા અને પ્રેમ લગ્નમાં તિખારા-ભડકા વધુ થાય એનું સચોટ કારણ મળી ગયું છે…..

  • જ્યારે દંપતી લગ્નમંડપ માં બેઠા હોય ત્યારે ગોર દ્વારા અગ્રિમાં સ્વસા બોલતું સંભળાઇ!!

ગોર એમ કહે : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ….. જૂના લફરા ?

પરણવા બેઠેલા દંપતી બોલે : સ્વાહા….

ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..બધા વ્યસનો

દંપતી : સ્વાહા…..

ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..આજ પહેલાના બધા ઢોંગ ધતિંગ

દંપતિ : સ્વાહા…..

ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..મિત્ર સાથે ફરવાનું ?

દંપતી : સ્વાહા

ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..આજથી નવી જિંદગી?

દંપતી : આહાહાહાહા….

પ્રેમ લગ્નમાં જૂના વાઇરસ આવી રીતે હોમવામાં નથી આવતા. એટલે લગ્ન જીવન વધારે હેંગ કરી નાખે. માટે વધારે વાઇરસ વાળા લોકો તો બિલકુલ પ્રેમ લગ્ન વાળા રસ્તે જવાનું ન જ વિચારવું……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.