આઈફોન ચાહકોની આતુરતાનો અંત: આજ રાત્રે એપલ-૧૨ લોન્ચ થશે

“હાય, સ્પીડ” ટેગ ધરાવતી એપલ-૧૨ની શ્રેણીના ચાર મોડલ લોન્ચ થશે

આઈફોન ચાહકોની આતુરતાનો હવે અંત આવ્યો છે. આજ રાત્રે ૧૦ વાગ્યે એપ્પલ-૧૨ મોબાઈલ ફોન લોન્ચ થવાનો છે. કંપનીએ આ એપ્પલ-૧૨ ફોનની શ્રેણીને “હાય, સ્પીડ” ટેગ લાઇનથી રજૂ કરી છે.

આજે એપલની ખાસ ઇવેન્ટ યોજાવાની છે. જેમાં કંપની તેના ચાર મોડલ લોન્ચ કરશે. આ કાર્યક્રમ એપલ પાર્કથી રાત્રે 10.30 કલાકે વર્ચ્યુઅલ રીતે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, એપલની આ ટવેલ્વ શ્રેણીની આઇફોન પ્રેમીઓ ઘણાં લાંબા સમયથી રાહ જોતા હતા. હવે આ પ્રતીક્ષા પૂરી થવાની છે.

ઈવેન્ટ દરમિયાન ચાર મોડેલ લોન્ચ કરવામાં આવશે.
જમેાં આઇફોન ૧૨મીની, આઇફોન ૧૨, આઇફોન ૧૨ પ્રો અને આઇફોન ૧૨ પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ તમામ ડિવાઇસ એપલ ૫જી કનેક્ટિવિટીથી સજ્જ હશે.

અહેવાલ અનુસાર, આઇફોન ૧૨ મીનીની સ્ક્રીન સાઇઝ ૫.૧ ઇંચ હશે અને તેની કિંમત આશરે ૬૯૯ ડોલર એટલે કે ૫૧૦૦૦ રૂપિયા સુધીની હશે. આ સિવાય ૬.૧ ઇંચના ડિસ્પ્લેવાળા આઇફોન ૧૨ની કિંમત આશરે ૫૮,300 હશે. આ બંને સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપી શકાય છે. સ્ટોરેજ વિશે વાત કરીએ, આ ફોનની સ્ટોરેજ ૬૫જીબી થી ૨૫૬જીબી સુધીની હશે.

આ પ્રકારની ડિઝાઇન હોઈ શકે છે :

તાજેતરમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આઇફોન ૧૨ની ડિઝાઇન આઇફોન ૪ની જેમ જ હોઇ શકે છે. નવા આઇફોનમાં વક્ર ધારને બદલે સપાટ ધાર હોઈ શકે છે. સ્ટેનલેસ સ્ટીલ ધાર પણ હોવાના અહેવાલ છે.

એપલનો પ્રથમ 5જી આઇફોન હશે :

માર્કેટમાં ઘણા ફોન 5જી ટેક્નોલજીથી લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારે હવે, એપલની આઈફોન ૧૨ની 5જી શ્રેણી ધુમ મચાવશે.

Loading...