Abtak Media Google News

જીવનનાં તાણાવાણાંમાં જયાં જયા અભિવ્યકિત છે, ત્યાં ત્યાં એ અભિવ્યકિતઓની વચ્ચે હંમેશા ધ્યાન દેજો. એ વચ્ચેના તત્વનું બહુ મહત્વ છે.

સ્ત્રી અને પુ‚ષ, એ અભિવ્યકિતઓ જ છે. જો તમે પુ‚ષ જ રહેશો. સંસારમાં જ રહેશો; અને જો તમે સ્ત્રી જ રહેશો તો પણ તમે સંસારમાં જ રહેશો. એ બેની વચ્ચે જ કયાંક મોક્ષ છે.

રાત અને દિવસ, એ અભિવ્યકિતઓ છે.જો તમે દિવસ સાથે બંધાયેલા રહેશો તો રાતથી ડરતા રહેવાના અને જો તમો રાતથી બંધાયેલા રહેશો તો દિવસથી પરેશાન રહેવાના રાત અને દિવસની વચ્ચે સંધ્યાકાળ છે. એટલા માટે તો આ દેશમાં સંધ્યાને પ્રાર્થનાના સમય તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દિવસ રાતની બરાબર વચ્ચેનો સમય ! વચ્ચેનાં તત્વનું મહત્વ છે !તમે દુકાનથી જ બંધાયેલા રહેશો નહિ, તેમ મંદિરથી પણ બંધાયેલા રહેશો નહિ. મંદિર અને દૂકાનની વચ્ચે જ કયાંક સંન્યાસ છે.

કોઈપણ બે અભિવ્યકિતઓ અને વિરોધી પ્રક્રિયાઓનીવચ્ચે મધ્યમાં જ, ખોજ કરતા રહેજો, એ ખોજ તમારા જીવનમા સંયમના ફુલ ખીલવશે… એ ખોજમાંપરમ પ્રસાદની કોઈક મોંઘેરી ક્ષણ તમને સાંપડશે. એ ક્ષણ સત ચિત્ આનંદની હોવાનો સંભવ છે.

ખોજની શુન્યતા અને શાંતિ તમને પરમાત્માનું પહેલુ પહેલુ દર્શન કરાવશે. એ શૂન્ય દ્વારા જ નિરાકારનો હાથ તમારી તરફ અરે તમારી સમીપ એ હાથ તૈયાર છે તમારી તરફ આવવા માટે, તમે રહેજ, એક જ કદમ ચાલો, પરમાત્મા હજાર કદમ તમારી તરફ આવવા ચાલે જ છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.