Abtak Media Google News

2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખો પણ માર્ચ મહિનામાં જ જાહેર કરવામાં આવી હતી.

શક્યતા છે કે, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. ઈલેકશન કમિશન લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ કરાવી શકે છે. કારણ કે ત્યાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. આ સંજોગોમાં અહીં 6 મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી કરાવવી જરૂરી છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા નવેમ્બર 2018માં ભંગ થઈ હતી. અહીં ચૂંટણી કરાવવાની સમય મર્યાદા મે મહિના સુધીની છે. એ સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશ્કેલ સમયને ધ્યાનમાં રાખીને અહીં વહેલી પણ ચૂંટણી થવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.