Abtak Media Google News

તારાના છેલ્લા તબક્કામાં ‘સુપરનોવા’ ઘટનાી ભયંકર વિસ્ફોટ થશે

આપણી આકાશગંગા અનેક રહસ્યોથી ભરપુર છે. માણસજાત આ રહસ્યોને જાણવા મામણ કરી રહી છે. આવી સ્થિતિમાં સૂર્ય કરતા એક હજાર ગણા મોટા સ્ટારફનો પ્રકાશ છેક પૃથ્વી સુધી પહોંચશે તેવી શક્યતા છે. આ સ્ટાર પોતાના જીવનના છેલ્લા તબક્કામાં છે. જેથી ડાઈંગ સ્ટાર તરીકે ઓળખાય છે.  આ સ્ટાર પૃથ્વીથી ૬૪૨.૫ પ્રકાશવર્ષ દૂર છે. જે આકાશગંગાના સૌથી તેજસ્વી તારાઓ પૈકીનો ૧૨મો તારો છે. તાજેતરમાં વીલ્લનોવા યુનિવર્સિટીના એસ્ટ્રોનોમર એડવર્ડ ગૌઈનમ દ્વારા આ તારા સંબંધે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ફલિત થયું હતું કે, આ તારો પોતાના જીવનકાળના છેલ્લા તબક્કામાં આગામી તા.૨૧ ફેબ્રુઆરી બાદ અઠવાડિયામાં ગમે ત્યારે તારાનું અસ્તિત્વ ભુંસાઈ જશે. આ સ્થિતિને સુપરનોવા તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે ‘સુપરનોવા’ અસ્તિત્વમાં આવે છે ત્યારે એનર્જીનો વિસ્ફોટ થાય છે. આ એનર્જી વિસ્ફોટના પૃથ્વી સુધી પ્રકાશના કિરણો પહોંચે તેવી શક્યતા છે. સુપરનોવા ઉત્સર્જનની સ્થિતિ ઐતિહાસિક ગણવામાં આવે છે. સંશોધકો હાલ આ તારા ઉપર નજર રાખી અભ્યાસ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, પૃથ્વીની ખુબજ દૂર આવેલો આ તારો બેટબ્લોસ નામી ઓળખાય છે જે સૂર્ય કરતા એક હજાર ગણો મોટો છે. તારો પોતાના અંત કાળમાં છે. જ્યારે નાશ પામશે ત્યારે ભયંકર વિસ્ફોટ થશે. જેના કિરણો પૃથ્વી સુધી પહોંચશે તેવું માનવામાં આવે છે.

મંગળના જન્મનો ‘મંગળ’ સમય કયો ?

લાલગ્રહ તરીકે ઓળખાતા મંગળની ઉત્પતિ સમય અંગે સંશોધકોમાં મતમતાંતર પ્રવર્તે છે. મંગળની રચના પાછળ સંશોધકોએ અગાઉ ધાર્યા કરતા વધુ સમય લાગ્યો હોવાનું તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે. ભૂતકાળમાં મંગળ ગ્રહની ઉત્પતિ ૨૦-૪૦ લાખ વર્ષ પહેલા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, હવે મંગળની ઉત્પતિમાં ૨ કરોડ વર્ષ લાગ્યા હોવાનું જાણવા મળે છે. મંગળ ગ્રહ મુદ્દે સામે આવેલા નવા તારણો આગામી મંગળ મીશનની દિશા નક્કી કરશે. મંગળ ગ્રહ ઉપરી કેટલાક નમૂના પૃથ્વી સુધી લવાશે તેવું પણ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.