Abtak Media Google News

ખંડણી વસુલવાના ઈરાદે ચાર શખ્સોએ અંધાધૂંધ આઠ રાઉન્ડ ફાયરીંગ કર્યા ’તા

વંથલી નજીકના ઝાપોદડ ગામની સીમમાં આવેલા ક્રિષ્ના સ્ટોન ક્રસર નામના ભરડીયાના સંચાલકને ભયભીત કરી, ખંડણી વસૂલાતના ઈરાદે ગુરૂવારે માથાભારે ૪ શખ્સોએ અંધાધૂંધ આઠ રાઉન્ડ ફાયરિંગ કરવાના  બે શખ્સોને પકડી પાડી વિશેષ પૂછપરછ આદરી છે.

વંથલીના ઝાપોદર ગામની સીમમાં ભરડીયો ધરાવતા અને જૂનાગઢના રહેવાસી કૃષ્ણકુમાર રાયમલભાઈ ચાવડા ગુરુવારે પોતાના ભરડિયે બેઠા હતા ત્યારે સોરઠમાં પંકાયેલા માથાભારે શખ્સ રહીમ ઉર્ફે ખુલી ઈશાભાઈ  તેના ભાઈ પોલો ઈશાભાઇ તથા બે સાગરીતો ભીખો અને અનીશ સાથે આવી,  પૈસાની માગણી કરી, અંધા ધુંધ તમંચા અને જામગરી માથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જણાવ્યું હતું કે જો ભારસિયો ચલાવવું હોય તો અમને પૈસા આપવા પડશે, જો અમને પૈસા ન આપો તો આવી હાલત થશે. આઠ રાઉન્ડ ફાયરિંગમાં ભરડિયા સંચાલક કૃષ્ણકુમાર રાયમાલભાઈ ચાવડા સહિત ત્રણને ઇજા થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ભરડીયા સંચાલક પાસેથી ખંડણીના ઇરાદે થયેલા ફાયરિંગની આ ઘટનાની ગંભીર નોંધ લઇને જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા આદેશો આપ્યા હતા. એસ. ઓ. જી; એલ.સી.બી. તથા વંથલી પોલીસની ત્રણ ટીમો બનાવી આરોપીઓને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરાઇ હતી. અને કેશોદ ડી.વાય.એસ.પી. ગઢવી પણ સવારથી ઘટના સ્થળે અને વંથલી મુકામ કરી પોલીસ કાર્યવાહી ઉપર દેખરેખ અને માર્ગદર્શન આપી રહ્યા હતા.

દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે ફાયરિંગ કરનાર શખ્સો સોનારડી ગામના બોદુભાઈ પલેજાંની વાડીએ છે, ત્યારે પોલીસ સોનારડી ગામની સીમમાં  આરોપીઓ બાવળની કાંટમાં સંતાયા હતા ત્યાં પહોંચતા આરોપીઓ પોલીસને જોઈ નાસ્યા હતા અને એની પાછળ પોલીસે લગભગ અઢી કિલોમીટર જેટલો દોડી હતી, પરંતુ રસ્તામાં આવેલ એક વાડીએ બે મોટરસાઈકલ લઈને આ શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા, બાદમાં પોલીસને બીજી હકીકત મળી હતી કે, મહોબતપરા અને ખળ પીપળી વચ્ચે આરોપીઓ મોટરસાયકલ લઈને ઊભા છે ત્યારે પોલીસની ટીમ તે સ્થળે પહોંચી હતી અને પોલીસને જોઈને આરોપીઓ ફરી મોટરસાયકલ લઈને ભાગ્યા હતા પરંતુ પોલીસે સમય સુચકતા સાથે મોટર સાયકલ આગળ વાહન રાખી દઈ, મોટરસાયકલ આંતરી, ખુંરી ઈશાભાઈ તથા ભીખા નામના શખ્સને દબોચી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે આ ઘટનામાં ફરિયાદમાં અપાયેલ નામો પૈકી પોલા  ઈશાભાઈ અને ભીખો પોલીસના હાથમાં આવેલ નથી અને તેમને પકડવા જુનાગઢ પોલીસ દ્વારા સઘન શોધ જારી રખાઈ છે.

વંથલીના ભરળીયા ના માલિક ઉપર કુખ્યાત ગેંગના ૪ શખ્સોએ કરેલા અંધાધુંધ ફાયરિંગ બાદ ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ફિલ્મી ઢબે પકડી પાડવાની કામગીરીમાં એસપી સૌરભ સિંઘની સુચના અને કેશોદ ડીવાયએસપી ગઢવીના માર્ગદર્શન નીચે એસઓજી  પીએસઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા, એલ.સી.બી. પીએસઆઈ આર.કે.ગોહેલ, વંથલી પીએસઆઇ એન.બી. ચૌહાણ અને તેની ટીમે સુંદર કામગીરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.