Abtak Media Google News

સૌરાષ્ટ્રભરના દર્દીઓને રાહત સાથે રજૂ: સોનોગ્રાફી મશીન પણ આવશે

શહેરની સીવીલ હોસ્પિટલ ફકત રાજકોટ શહેર અથવા જીલ્લા માટે નહિ પરંતુ સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ માટે કેન્દ્રનું સ્થાનછે. રોજ આવતા હજારો દર્દીઓ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ કાર્યરતરહે છે. ત્યારે સીવીલ હોસ્પિટલમાં આવતી એકસ-રેની નવી ટેકનોલોજી દર્દીઓને આર્શીવાદ રૂપે બની રહેશે. જેની કામગીરી શરૂઆત થઈ ગઈ છે.

શહેર સીવીલ હોસ્પિટલ ખાતે ભવિષ્યમાં આવનારી એકસ-રેક ટેકનોલોજી દ્વારા આવનાર દર્દીઓને સચોટ સારવારસાથે તકલીફનું પણ સચોટ જાણકારી પ્રાપ્ત થઈ રહેશે આવનારા સમયમાં સીવીલ હોસ્પિટલમાં ડીઆરએકસ-રે મશીન એટલે કે ડીજીટલ રેડીયોગ્રાફી મશીન કાર્યરત કરવામાં આવશે. જેના દ્વારા દર્દીઓની તકલીફનો સચોટ તારણ સુધક્ષ પહોચી શકાશે.

ડીજીટલ રેડીયોગ્રાફી એકસ-રે ઈમેજીંગનું એક સ્વરૂપ છે. જયાં પરંપરાગત ફોટોગ્રાફી ફિલ્મની જગ્યાએ ડિજીટલ એકસરે સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ફાયદામાં રાસાયણીક પ્રક્રિયાને બાયપાસ કરીને અને ડિજીટલી ડિફોલ્ટ રૂપે છબીઓને સ્થાનાંતરણ અને વધારવાની ક્ષમતા દ્વારા સમયની કાર્યક્ષમતા સામેલ છે. પરંપરાગત રેડીયોગ્રાફીમાં સમાન વિરોધાભાસની છબી બનાવવા માટે ઓછા રેડીયેશનનો પણ ઉપયોગ કરી શકાય છે.

જેના દ્વારા એકસરે ફિલ્મને બદલે ડિજીટલ રેડીયોગ્રાફી ડિજીટલ ,મેજ કેપ્ચર ડિવાઈસનો ઉપયોગકરી ખર્ચાળ ફિલ્મ પ્રક્રિયાના પગલા દૂર કરી શકાય છે. વિશાલ ડાયનેમીકરેન્જ જે ઓવર અને એકસપોઝર માટે વધુ માફી આપે છે.

ડીજીટલ રેડીયોગ્રાફી એકસ-રે મશીન માટે હાલ સીવીલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં રિનોવેશન કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા દર્દીઓને સારવારમાં ફાયદાઓની સાથે સ્ટ્રેચર પર દર્દીઓને થોડે દૂરઆવેલા એકસરેક રૂમ સુધી અવર જવરની સમસ્યા માંથી પણ છૂટકારો મળી રહેશે.

ઉપરાંત આવનારા સમયમાં પણ સોનોગ્રાફી માટે પણ અધતન ટેકનીકનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીથી સુસજજ મશીન પણ ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવશે જેનાથી સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ માટે આર્શીવાદ સમાન લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.