Abtak Media Google News

ચેરીટી કમિશનરે સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ જ ટ્રસ્ટની જમીનના વેંચાણ ઉપર મંજૂરીની મહોર લગાવી’તી: ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા કલેકટર તંત્રને હાથો બનાવાયો?

તાજેતરમાં વિરાણી હાઈસ્કૂલની જમીનનો અમુક હિસ્સો વેંચવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જમીન ટ્રસ્ટની માલીકીની હોવા છતાં ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા અમુક તત્ત્વોએ કલેકટર તંત્રને હાથો બનાવ્યો છે. આ જમીનને સરકારી ગણાવીને કારણ વગર કલેકટર તંત્રને ધંધે લગાડવામાં આવી રહ્યું હોવાનું કલેકટરના ટોચના સુત્રોએ જણાવ્યું છે. વધુમાં ટ્રસ્ટ દ્વારા પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, વેંચવા કાઢેલી જમીન ટ્રસ્ટની માલીકીની છે. સરકારી જમીન જેમની તેમ જ છે. શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિરાણી હાઈસ્કૂલવાળી જમીનના વેંચાણ માટે ચેરીટી કમિશનરને અરજી કરી હતી. બાદમાં ચેરીટી કમિશનર દ્વારા ૫૧ કરોડ રૂપિયાની અપસેટ પ્રાઈઝ સો ખરીદવા ઈચ્છુકો પાસેી ઓફરો મંગાવતી જાહેરાત પણ કરવામાં આવી છે. વેંચવા કાઢવામાં આવેલી ૫૭૩૩ ચો.મી. જમીન સરકારી હોવાની અમુક તત્ત્વો દ્વારા તંત્રને કાન ભંભેરણી કરવામાં આવી હતી. જેના પગલે કલેકટર તંત્ર પણ ધંધે લાગી ગયું છે. જ્યારે હકીકતમાં આ મામલે ટ્રસ્ટીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, વેંચવા કાઢેલી જમીન ટ્રસ્ટની માલીકીની છે. કલેકટર તંત્ર દ્વારા હજુ સુધી આ મામલે અમારો સંપર્ક પણ કરવામાં આવ્યો ની. વધુમાં અમારો રેવન્યુ એડવોકેટ સામેથી આ મામલે કલેકટર તંત્રનો સંપર્ક કરીને આ જમીન ટ્રસ્ટની જ માલીકીની હોવાનું પુરવાર કરી દેશે.

સંસ્થાની પ્રતિષ્ઠા આજીવન જળવાઈ રહે તેવા ટ્રસ્ટી મંડળના પ્રયાસ રહ્યાં છે: જયંતભાઈ દેસાઈ

ટ્રસ્ટના ચેરમેન જયંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં સ્પાયેલી વિરાણી હાઈસ્કૂલ સમાજના ગરીબી માંડી અમીર સુધીના તમામ વર્ગોની શિક્ષણની જરૂરીયાત સંતોષવા ખુબજ સુંદર રીતે કામગીરી કરી રહી છે. શહેરની આ એક અનોખી શાળા છે. ધ્યેય નિષ્ઠ અને આદર યોગ્ય સંસ્થાઓમાં આ શાળાનું સન આગવું રહ્યું છે. આ શાળામાં અભ્યાસ કરી ગયેલા વિર્દ્યાથી જીવનમાં ખુબજ સારી રીતે આગળ વધ્યા છે અને થયા છે. આ સંસ્થાએ અનેક વિર્દ્યાીઓના જીવનનું ઉચ્ચતર ઘડતર કયુર્ં છે. શિક્ષણને નફાનું સાધન બનાવવાનો ઈરાદો આ સંસના ટ્રસ્ટીઓનો ક્યારેય રહ્યોની અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. આ સંસ્થાની પ્રતિષ્ઠા આજીવન જળવાઈ રહે તે માટે ટ્રસ્ટી મંડળ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. આજના આધુનિક સમય પ્રમાણે શાળાનું નિર્માણ પોતાની જગ્યામાં કરવા માટે ખાસા નાણાની જરૂરીયાત ટ્રસ્ટને ઉભી થઈ છે. જેથી ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની માલીકીની જમીનના નાના એવા ભાગનું વેંચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શાળાના નિર્માણ માટે ભંડોળની જરૂરીયાત હોવાથી એચઆઇ જમીન વેંચવા કાઢી શામજી વેલજી

વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે કે, શાળાના નિર્માણ કાર્ય માટે ભંડોળની જરૂરીયાત ઉભી થઈ છે. આ ભંડોળ માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી  ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની માલીકીની જમીનનો એક નાનો ભાગ વેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરીટી કમિશનરને પણ જમીનના વેંચાણ પાછળનો હેતુ જણાવાયો હતો. માટે જ ટ્રસ્ટની માલીકીની જમીનની વેંચાણની મંજૂરી તેઓ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.