Abtak Media Google News

મોદી-જિનપિંગ વચ્ચે હળવાશભર્યા હુંફાળા વાતાવરણમાં વ્યાપાર, સંરક્ષણ, આતંકવાદ સહિતના  મુદ્દાઓ પર અનૌપચારિક ચર્ચા થઇ: આજે પણ બન્ને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાજદ્વારી વૈશ્વિક પગલે ભારતના રાજદ્વારી સંબંધોના સમીકરણો ઝડપથી બદલાઇ રહ્યા હોય તેમ તેમના કુશાગ્ર અભિગમથી અત્યાર સુધી વૈશ્વિક મંચ પર ભારત સાથે વિવિધ કારણોસર રચાયેલા પ્રતિકુળતાના કંટાળા જાળા જાણકે અનુકુળતાના ગુલદસ્તામાં પરાવર્તીત થઇ રહ્યા છે આવી જ રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ મૈત્રિ પૂર્ણ માહોલમાં વધુ ખીલી ઉઠયાં છે. તામીલનાડુના મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગ વચ્ચે સતત અઢી કલાક ચાલેલી મૈત્રી પૂર્ણ વાટાધાટા અને ડિનર ડિપ્લોમેસી બન્ને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી અને ઐતિહાસિક રીતે અત્યાર સુધીના તમામ દ્રિપક્ષીય ચર્ચા અને વિવિધ ક્ષેત્રમાં ભાગીદારી અને સંબંધોના મુદ્દાઓની અનૌપારિક ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જીનપીંગની મુલાકાત અંગેના નિશકરણને લઇને વિદેશી સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે વ્યાપારથી લઇ આતંક જેવા મુદ્દોઓને લઇને મહત્વની ચાવી રુપ ચર્ચા થઇ હતી.

તાલિમનાડુમાં ખુબ સુરત દરિયા કાંઠાના મંદીર પરિસરમાં ઉભા કરવામાં આવેલા રંગીન ટેન્ટ બન્ને નેતાઓ ખુશ મિજાજ મુખમુદ્રામાં મળ્યા હતા અને અસલ દક્ષિણ ભારતની સંસ્કૃતિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. વિદેશી મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે નરેન્દ્ર મોદી અને જીનપીંગની પ્રથમ દિવસની મુલાકાત અને બન્ને વચ્ચેના સંવાદને અસરકારક અને સંપૂર્ણપણે પરિણામદાયી વાટાઘાટો ગણાવ્યા હતો. બન્ને નેતાઓ વચ્ચે યોજાયેલી દિર્ધકાલીન વાળુવેલા ની આ વાટાધાટા ભારત અને ચીન વચ્ચે પરિણામદાયી બની હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગ કે ભારત અને ચીનની વ્યુહાત્મક ભાગીદારી અને સાંસ્કૃતિક રીતે બન્ને દેશોની દોસ્તી મજબુત બનાવતી કલાક્ષેત્ર સાંસ્કૃતિક કાર્યક્રમમાં બન્ને નેતાઓએ હળવાશનો અનુભવ કરી મૈત્રી ભર્યા માહોલ વચ્ચે નીકટતા અનુભવ કર્યો હતો.

મોદી અને જીનપીંગ વચ્ચેની ચર્ચામાં કાશ્મીર મુદ્દે ચચાયો હોવાનો સત્તાવાર નિદેશો મળ્યા નથી. જીનપીંગ દેશના દરિયાઇ ઉપનગરની માં દ્વીપક્ષીય મુદ્દે વિકાસલક્ષી ગહન ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળુવેળાની આ મુલકાત ‘જી’ સાથેના અદભુત  સમયની સાક્ષી રુપ ગણાવ્યું હતું. મહાબીલીપુરમ દેશનો એક અતિ ખુબસુરત સ્થળ અને વ્યાપાર સંસ્કૃતિ, પ્રવાસન, ક્ષેત્રની ભરપુર, ઉર્જા ધરાવતું નગર હવે વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રની મહત્વની ધરોહર બની રહેશે. મહાબીલીપુરમ યુનેસકોની માન્યતા પ્રાપ્ત હેરીટેઝ સાઇટનું શહેર છે અદભુત ધાર્મિક પ્રાચીન સંસ્કૃતિ, ખુશનુમા પર્યાવરણના નજારા ધરાવતું શહેર હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટવીટમાં જણાવ્યું હતું ટવીટમાં વધુમાં જણાવ્યું હતું કે બંગાલના આખાત પ્રમુખ મંદીરોના વિશાળ સાગર તટ ધરાવતું આ સ્થળ ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહરનું પ્રતિક છે તેમ જણાવી વડાપ્રધાને પોતાના ટવીટમાં કેટલીક તસ્વીર પણ મુકી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે જીનપીંગ અને નરેન્દ્ર મોદીએ ભારત-ચીન વચ્ચેના દ્વિપક્ષી કરારોને જરુરી ચર્ચા વિચારણાઓ બાદ વધુ વિસ્તૃત અને મજબુત બનાવ્યા હતા. ગઇકાલે બપોર બાદ પ્રથમવાર મળેલા મોદી અને જીનપીંગની મુલાકાત સાતમી સદીના પંચરત્નના કાળમીંઢ પથ્થરના શીલામાંથી વપરાયેલા દરિયા કાંઠે ઉભેલા શિલ્પ પાસેના નયનરમ્ય વાતાવરણમાં બન્ને નેતાઓની મુલાકાતનો પ્રારંભ નારીયેળ પાણીથી થઇ હતી. વડાપ્રધાન તમીલ પરંપરાગત પોશાક વસ્થી ‘ધોતી’ શ્ર્વેત ‘શર્ટ’ અને અંગવવસ્ત્રમ ‘શાલ’ માં સજજ થઇને જીનપીંગને વિશ્વ પ્રસિઘ્ધ હેરીટેઝ સાઇટ અર્જુન, કૃષ્ણ, બટરબોલ અને પંચરત્ન મંદીરની પૌરાણિક મંદીર નગરીની મુલાકાતથી બન્ને નેતાઓની મંત્રાણાઓ શરુ થઇ હતી. ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ અને તરોભજા બનાવવા માટે આ મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવે છે. યુનેસકોની વિશ્વ પ્રસિઘ્ધ હેરિટેઝ સાઇટને પ્રકૃતિની ભવ્યતાના સાક્ષીરુપ માહોલમાં ભારત અને ચીનના સંબંધો વધુ તરોતાજા બન્યા હોવાનું પ્રવકતાએ જણાવ્યું હતું.

બેજીંગમાં પાક વડાપ્રધાન ઇમરાનખાન સાથે બે દિવસની મુલાકાત બાદ ભારત આવેલા જીનપીંગની આ મુલાકાત  અનેક રીતે મહત્વની ગણવામાં આવે છે. ખાન સાથેની મુલાકાત બાદ જારી થયેલા સંયુકત ઘોષણા પત્રમાં જણાવ્યું  હતું, કે ચીન કાશ્મીરના મુદ્દા પર બારિકાઇથી નજર રાખી રહ્યું છે. અને તે વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સંયુકત રાષ્ટ્રસંધના મુસદ્દા મુજબ ઉકેલવું જોઇએ તેવા નિવેદન સામે નવી દિલ્હીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

ચેન્નાઇમાં જીનપીંગનું વિમાન લેન્ડ થયુ બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષી વ્યાપાકોની નવા યુગની ગયા વર્ષે ચીનના યુહાન શહેરમાંથી શરુ થયેલી પરંપરાને વધુ સુદઢ બનાવવાની નવી બારી ખુલી હતી. વિકાસ યાત્રાના નવા આયામો અને અનેક હયાત મુસદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી  દુરદર્શને બન્ને નેતાઓની આ મુલાકાત અને હુંફ અને આશાવાદ ભરી ગણાવીને અદભુત નજારાવાળા દરિયા કિનારાના શહેરને બન્ને દેશોની સાક્ષીનું પ્રતિક ગણાવ્યું હતું.

દક્ષિણ ભારતનાં ઐતિહાસિક પ્રાચીન શહેર મહાબલીપુરમમાં દુનિયાનાં બે મહાબલી, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગઈકાલે મિલન યું હતું. અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ અનૌપચારિક મુલાકાત હતી અને એટલે જ બન્ને નેતાઓ મળ્યા ત્યારે તેમનાં પરિધાનથી માંડીને હાવભાવમાં પણ કોઈ રાજદ્વારી શિષ્ટાચાર આડે આવ્યા ન હતા. બન્નેએ મહાબલીપુરમનાં પ્રાચીન મંદિરો, અનોખી ઝૂકેલી શિલા જેવી અણમોલ ધરોહરોની મુલાકાત લીધી હતી. ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવેલા જિનપીંગ સાથે મુલાકાત દરમિયાન વ્યાપાર ખાધ, સરહદ વિવાદ, ફાઈવ-જી અને આરસીઈપી સહિતનાં મુદ્દાઓની ચર્ચા થવાની સંભાવના છે. જો કે આજે થયેલી મુલાકાતમાં આ અંગે કોઈ વાટાઘાટ થઈ હોવાનું સત્તાવાર જણાવાયું નથી. જો કે, આજે બન્ને નેતાઓ વચ્ચે અનૌપચારિક ચર્ચા વાની સંભાવના છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે ત્યારે પાક.નાં સદાબહાર મિત્ર એવા ચીન સાથે ભારતનાં સંબંધો માટે પણ જિનપીંગની આ યાત્રાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાબલીપુરમમાં મોદીએ જિનપીંગને ત્રણ ઐતિહાસિક સ્મારકોની મુલાકાત કરાવી હતી. જેમાં અર્જૂન તપસ્યા સ્થળ, પંચ રથ અને શોર મંદિરનો સમાવેશ થાય છે. અનૌપચારિક મંત્રણા માટે રાષ્ટ્રપતિ શી જિનપીંગ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બપોરે બે વાગ્યે ચેન્નઈ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. જ્યાં તામિળનાડુનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ઈ.પલાનિસ્વામીએ તેમનું શાનદાર સ્વાગત કર્યુ હતું. ત્યાંથી તેઓ સીધા આઈટીસી ગ્રાન્ડ હોટેલ ગયા હતાં. અહીં થોડો સમય માટે આરામ પછી તેઓ મહાબલીપુરમ માટે રવાના થયા હતાં. આ પહેલા હોટેલ ખાતે ભારતમાં વસતા ચીનનાં નાગરિકોએ પણ જિનપીંગનું ઝંડીઓ ફરકાવીને સ્વાગત કર્યુ હતું. તમનો વિરોધ પ્રદર્શન કરવા આવેલા તિબેટિયન કાર્યકરોને પોલીસે અટકાયતમાં લેવા પડયા હતાં. સવા ચાર કલાકે તેઓ હોટેલથી મહાબલીપુરમ માટે રવાના થયા હતાં. દરમિયાન વડાપ્રધાન મોદી પણ ચેન્નઈ પહોંચી ગયા હતાં અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમને પણ આવકાર્યા હતાં. ત્યાંથી મોદી થિરુવિદન્થઈ ગામ પહોંચ્યા હતાં અને હોટેલ તાજ ફિશરમેન્સ કોવ રિસોર્ટ ગયા હતાં. ત્યાંથી તેઓ મહાબલીપુરમ પહોંચ્યા હતાં અને તેમણે પણ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર સફેદ શર્ટ ધોતી પહેર્યા હતા.

મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ જિનપીંગને આવકારો આપ્યો હતો. બન્નેએ એકબીજા સાથે હસ્તધૂનન કરીને ઉમળકો દર્શાવ્યો હતો. આ દરમિયાન બન્ને ખુબ જ હળવા મિજાજમાં દેખાયા હતાં. મોદી ત્યારે તામિળનાડુની પારંપરિક વેશભૂષામાં હતાં તો ઝિનપીંગ સાધારણ પેન્ટ-શર્ટમાં હતાં. મહાબલીપુરમની વૈશ્વિક ધરોહર વિશે મોદી તેમને માહિતગાર કરતાં હતાં. મોદીએ તેમને પ્રાચીન દિવાલો વિશે જાણકારી આપી હતી. કહેવાય છે કે અર્જૂને ત્યાં તપસ્યા કરી હતી. બન્ને વચ્ચે સતત ઔપચારિક વાર્તાલાપ પણ ચાલતો રહ્યો હતો. બન્નેએ સાથે જ મંદિરોની મુલાકાત લીધી હતી. મોદીએ શીને કૃષ્ણા વોટરબોલ વિશે જાણકારી આપી હતી અને સંતુલનથી ઉભેલી ૬ મીટર ઊંચી અને પ મીટર પહોળી ૨પ૦ ટનની આ શિલા પાસે બન્ને નેતાઓએ એકબીજાનો હાથ પકડીને દોસ્તીનો સંદેશો આપ્યો હતો. મહાબલીપુરમમાં યુનેસ્કો હેરિટેજ સાઈટનાં સ્મારકોનું બન્નેએ મનભરીને ભ્રમણ કર્યુ હતું અને પંચરથ પણ ગયા હતાં. અહીં બન્નેએ નાળિયેર પાણીની મજા માણી હતી.

જે બાદ બન્ને નેતાઓ શોર મંદિર પહોંચ્યા હતાં અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનો જલસો બન્ને વિશ્વશક્તિનાં નેતાઓએ માણ્યો હતો. અહીં બન્ને નેતાઓએ રામાયણનાં મંચનને પણ નિહાળ્યું હતું. ત્યારબાદ રાત્રે વડાપ્રધાન મોદીએ જિનપીંગ માટે વિશેષ ભોજન સમારોહ આયોજિત કર્યો હતો. જેમાં દક્ષિણ ભારતની વિશિષ્ટ વાનગીઓની લહેજત માણવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.