Abtak Media Google News

સુરક્ષા, સૈન્ય માટે સરંજામની ખરીદી તેમજ જવાનોની જરૂરીયાતો સહિતના સંવેદનશીલ નિર્ણયો ઝડપથી લેવાશે

દેશના સંરક્ષણની ધુરા મોદી સરકારે મહિલા શક્તિ નિર્મલા સીતારમનને સોંપી છે. જવાબદારી સંભાળ્યાની સાથે જ તેઓ એક્ટિવ થયા છે અને દરરોજ ત્રણેય પાંખના વડાઓ સાથે સંરક્ષણ મામલે બેઠક દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવાનો નિર્ણય લીધો છે. ત્રણેય પાંખોના વડા સાથે દરરોજ બેઠક કરી તુરંત નિર્ણયો લેવામાં સરળતા રહેશે.

સીતારમને તાજેતરમાં જ કચ્છના હરામી નાળા વિસ્તારની મુલાકાત લેવાનો નિર્ણય લીધો હતો. આ વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાન તરફથી ઘુસણખોરીના પ્રયાસો થતા હોય છે. થોડાક દિવસ પહેલા જ કેટલીક બોટ હરામી નાળામાંથી ઝડપાઈ હતી. બીએસએફ દ્વારા પાક. માછીમારોની અટકાયત પણ કરવામાં આવી હતી. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારની મુલાકાત લેવાનો નિર્ણય સીતારમને લીધો હતો.

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન દેશને ઘણા સમય બાદ મળેલા ફૂલટાઈમ સંરક્ષણ મંત્રી છે. તેઓ સૈન્યની ત્રણેય પાંખના વડાઓ સાથે દરરોજ મીટીંગ કરી સંવેદનશીલ મુદ્દાઓ અંગે નિર્ણયો લેશે. જવાનો માટેની કલ્યાણ યોજનાઓ, શહિદોના પરિવારના ભરણ-પોષણ સહિતના મુદ્દે યોગ્ય નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.