Abtak Media Google News

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧૮૧૨૪ કરોડ જેટલી રકમ વ્યાજ તરીકે ચૂકવી: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આપી વિગતો

ગુજરાતમાં વિકાસની સાથો સાથ પ્રજા પરનું દેણું પણ સમયાંતરે વધતું જોવા મળ્યું છે. વર્તમાન સમયમાં દેણું વધીને ૨.૪ લાખ કરોડે પહોંચ્યું હોવાની કબુલાત ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રશ્નોતરીકાળ દરમિયાન આપી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પુછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, ૨૦૧૮-૧૯ના બજેટના આંકડા મુજબ ગુજરાતનું દેવું રૂ.૨૪૦૬૫૨ કરોડે પહોંચ્યું છે. તેમણે પ્રિન્સીપલ રકમ અને વ્યાજ અંગે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્ય સરકારે રૂ.૧૭૧૪૬ કરોડ અને રૂ.૧૩૭૦૦ કરોડ જેટલી રકમ વ્યાજ અને પ્રિન્સીપલ રકમ તરીકે ચૂકવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં સરકારે વ્યાજ તરીકે રૂ.૧૮૧૨૪ કરોડ જ્યારે પ્રિન્સીપલ રકમ તરીકે રૂ.૧૫૪૪૦ કરોડ ચૂકવ્યા હતા.

7537D2F3 9

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર ફાઈનાન્સ એજન્સીઓને ૪.૭૫ ટકા અને ૮.૭૫ ટકા વચ્ચેનો વ્યાજદર ચૂકવે છે. જ્યારે માર્કેટ લોનમાં ૬.૦૫ ટકા અને ૯.૭૫ ટકા તેમજ એનએસએસએફ લોન તરીકે ૯.૫૦ ટકા અને ૧૦.૫૦ ટકા જેટલો વ્યાજદર ચૂકવે છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત રાજ્ય પરના દેવા મામલે સઘડી વિગતો વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન આપી હતી. આ મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે ખોટા ખર્ચ અટકાવવા જોઈએ. તેમણે રોષ ઠાલવતા ઉમેર્યું હતું કે, લોકો પરનું ભારણ ઘટાડવા માટે સરકારી વિભાગોમાં કડક રીતે ઓડિટની પ્રક્રિયા થાય તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.