Abtak Media Google News

મોટી પરબડીના રહેવાસી એવા અશોકભાઈ બાબરીયા પરીવાર ખુબ જ મહેનતું હતા પણ કુદરતની લીલા અપ્રમપાર છે અને ૨૦૦૩માં અશોકભાઈ બાબરીયાનું અવસાન થતા તેમના પત્ની ઈન્દુબેન પર ૧ પુત્રી અને ૧ પુત્રના પાલનપોષણની મોટી જવાબદારી આવી અનેક સાર્થક કરી વિધવા ઈન્દુબેને સંકલ્પ કરેલ કે પોતાના બાળકોને ખુબ ભણાવીને કાંઈક નવું કરવાની ઈચ્છા હતી. બાદમાં પોતાની પુત્રી ધુતી બાબરીયાએ ખુબ જ મહેનત કરી રાજસ્થાનમાં અભ્યાસ કરવા ગઈ બાદમાં તેને અનેક પરીક્ષાઓ પાસ કરી ત્યારે વિધવા માતાનું સ્વપ્ન પુરુ કરવા પુત્રી ધુતીએ બાયોટેકનોલોજીના બી.ટેક થયા પછી તે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટી જે વિશ્ર્વમાં બેસ્ટ યુનિવર્સિટીમાં જેમની નામના છે ત્યાં તેને સ્કોલરશીપની પરીક્ષામાં ૧૦૦% સ્કોલરશીપ મેળવી શકાય તે માટે પરીક્ષામાં પ્રથમ ક્રમ પાસ કરી લંડનની સરકારે ૧ કરોડ ૬૦ લાખ કરતા વધારેની સ્કોલરશીપ મેળવી ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં એમએસસી કરીને આગળ જતા વધુ મોટી સ્કોલરશીપ મેળવીને ગાયનેકોલોજી વિષયમાં આનુવંશિક (વારસાગત) જીનેટીંક પ્રોબ્લેમ ઉપર ડી.ફીલ એટલે કે પીએચડીનો અભ્યાસ કરી ધૃતિ બાબરીયાનું આ સંશોધન દેશ અને દુનિયામાં ખાસ કરીને માનવ જીવન દિશાઓને વિસ્તારવામાં ખુબ ઉપયોગી બની રહેશે. ધૃતિ બાબરીયાનું આ ઉત્કૃષ્ટ કારકિર્દીને લીધે મોટી પરબડી બાબરીયા પરીવાર તેમજ દેશનું નામ લંડનમાં રોશન કરેલ છે.

20180416 151941લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટી લગભગ ૯૩૬ વર્ષ જુની છે. જેમાં મહારાજા સર ભગવતસિંહજીએ પણ અભ્યાસ કરેલ અને બાદમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત અનેક ભારતની હસ્તીઓ અભ્યાસ કરી ચુકી છે પણ સૌરાષ્ટ્રની આ પ્રથમ દિકરી છે કે જેને ગાયનેકોલોજીસ્ટ વિભાગમાં પીએચડીની ડિગ્રી મેળવી તેની માતાનું પણ માદરે વતન ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે ભવ્ય સન્માન કરેલ અને શુભેચ્છાઓ આપેલ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.