Abtak Media Google News

કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે તજજ્ઞો દ્વારા યુવાનોને અપાય છે સુંદર માર્ગદર્શન

રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત સામાજીક ઉતરદાયીત્વના ભાગરુપે કોઇપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, કોઇ વ્યવસાય કે નોકરી કરતા યુવાનો અને સ્પર્ધાત્મક કસોટીઓની તૈયારી કરતા અભિલાષીઓને ઓનલાઇન અભ્યાસ માર્ગદર્શન ઉપરાંત કૌશલ્ય તાલીમ તેમજ વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરિક્ષાઓના માર્ગદર્શન અને તે વિષયના અનુસંધાનમાં મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે જીનિયસ લક્ષ્ય દૈનિક શ્રેણી અંતર્ગત વિવિધ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને તાલીમ તદન નિ:શુલ્ક આપવામાં આવે છે. આ પ્લેટફોર્મ નિ:શુલ્ક હોવા ઉપરાંત, કોઇપણ શાળા, કોલેજ કે સંસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવા તો કોઇ નોકરી કે વ્યવસાય કરતા યુવાઓ, આ તમામ લોકો માટે ઓપન ફોર ઓલ કાર્યક્રમ છે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ  ૨૦૦૦ થી કાર્યરત છે અને બાળકોને શાળાકીય અભ્યાસ ઉપરાંત કૌશલ્ય વર્ધક તાલીમો અપાય છે. શાળા દ્વારા ધોરણ ૦૭ પછી તેમની રુચી અને આંતરીક શક્તિઓ જાણવા એક કસોટી લેવાય છે અને શિક્ષણવિદોની મદદી વિર્દ્યાીઓને તેમના કૌશલ્ય મુજબ કારકિર્દીના જુદા જુદા ત્રણ વિભાગોમાં વહેંચાય છે. જેમા ઉદ્યોગસાહસિક, JEE/NEET પરિક્ષા અને સિવીલ સર્વિસની પરિક્ષાઓ એમ ત્રણ રીતે તેમના લગાવ અને કૌશલ્યો અનુસાર તેમને તૈયાર કરવામાં આવે છે.

જીનિયસ લક્ષ્ય શ્રેણી અંતર્ગત જે અભિલાષીઓને યુપીએસસી, જીપીએસસી, એનડીએ અને સીડીએસ માટે શિક્ષણ, પ્રશિક્ષણ, પ્રેરણા અને માર્ગદર્શન મેળવવુ હોય તેમને આ તમામ માર્ગદર્શન અને તાલીમ અહીં પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આકાંક્ષીઓ માટે આ એક વ્યાપક કાર્યક્રમ છે, તેનો હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ નોકરીઓ માટે મજબુત પાયો નાખવાનો છે. જે ઉમેદવાર IAS , IPS, IFS, IRS, નાયબ કલેક્ટર, મામલતદાર અધિકારી, સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાના અધિકારીઓ તરીકે પોતાની કારકીર્દિ બનાવવા ઈચ્છતો હોય તો તેમને પણ પુરતુ માર્ગદર્શન આપીને તૈયારીમાં મદદરુપ વામાં આવે છે.

જીનિયસ લક્ષ્ય શ્રેણીમાં જુનિયર કેટેગરી (૧૬ વર્ષથી નીચેની વય) માટે સોમવાર થી ગુરુવાર સુધી રોજ સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ કલાક દરમિયાન અને સિનિયર કેટેગરી (૧૬ થી ૪૫ વર્ષની વયજુ) માટે સોમવાર થી શુક્રવાર દરરોજ સાંજે ૬:૧૫ થી ૭:૧૫ કલાક દરમિયાન અલગ અલગ બે સેશન યોજવામાં આવે છે. આ ઉપરાંત દર શુક્રવારે સાંજે ૦૬:૧૫ કલાકે એક્સપર્ટ સેશન અંતર્ગત નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, એનડીએ અને સીડીએસ માટેના પાયાના સિધ્ધાતો વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને અભિલાષીઓને જે કંઈ શિખવાડવામાં આવ્યુ છે તે વિષયની ઓનલાઈન પરિક્ષા પણ લેવામાં આવે છે.

આ શ્રેણી અંતર્ગત અત્યાર સુધી અનેક તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનોનો લાભ વિદ્યાર્થીઓને મળ્યો છે, જેમાં ફન્ડામેન્ટલસ ઓફ ગવર્નમેન્ટ જોબ્સ વિષય ઉપર  સંદિપ દવે, ડ્રિમ બિલ્ડીંગ્સ એન્ડ ગોલ સેટીંગ વિષય ઉપર  પુર્વિ ભિમાણી, કેરીયર ઈન ડિફેન્સ વિષય ઉપર  મિહિર ભિમાણી, ફ્યુચર IAS: અ શેરડ વિઝન ઓફ ટીચર્સ એન્ડ પેરેન્ટસ વિષય ઉપર ડો. શેહનાઝ બાબી, UPSC, CSAT, GPSC, CDS અને  NDA બનવા માટે સુત્ર અને મંત્ર વિષય ઉપર  ભાવેશ કમલપરા તા કેન્દ્ર, રાજ્ય સરકારમાં સ્પોર્ટસ કોટામાં ડ્રીમ જોબ મેળવવાના વિષય ઉપર ડો. હૃદયાનંદ કુમાર  અને વેલ્યુ એન્ડ એીક્સ ફોર I.A.S., P.C.S એન્ડ ડિફેન્સ વિષય ઉપર દિલ્હી યુનિવર્સીટીના આસી. પ્રોફેસર  રાજીવ રંજનના વ્યાખ્યાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

આ તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારી સંબધીત પુસ્તકો, સાહિત્ય, અખબારો, જરનલ અને અદ્યતન સામગ્રી સોની લાઈબ્રેરી જીનિયસ સ્કૂલ કેમ્પસમાં તૈયાર કરવામાં આવી છે. જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન  ડી.વી. મહેતાના મત મુજબ જે વિર્દ્યાીઓ અને માતા-પિતા તેમના સંતાનોને ઉચ્ચ અધિકારીના સને જોવા ઈચ્છતા હોય તેઓ ચોક્કસપણે આ સેશન્સનો લાભ લઈ શકે છે. આ તમામ કાર્યક્રમમાં સહભાગી વા અને નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવા માટે આપેલ લીંક (Registration Form-https://forms.gle/3dyGKw7tSaYLgaM4A) દ્વારા ગુગલ ફોર્મ ભરવાનુ હોય છે. આ ઉપરાંત વધારે માહિતી માટે  રોહિત શિકાને +૯૧ ૬૩૫૩૬ ૯૫૯૭૦ અવા ઇમેલ: lakshyageniusschool.co.in પર સંપર્ક કરી શકાશે.

આ તમામ તાલીમો અને માર્ગદર્શન કોઇપણ શાળા, કોલેજ કે સંસના વિદ્યાર્થી ઓ અને યુવાનો માટે નિ:શુલ્ક છે. અને સહભાગી થવા ઇચ્છતા લોકો જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ થકી આ તમામ કાર્યક્રમોમાં જોડાઇ શકે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં સંસ્થાની ટીમ જહેમત ઉઠાવી આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.