Abtak Media Google News

“અજવાળી રાત્રીમાં કુદરતની મોહક અદા અને શ્યામ સુંદરતામાં ધ્યાનસ્થ બેસીને તે તેની મોજ માણતો હતો

હાથી અને રાજકારણીના દાંત-૨

તળાજા ફોજદાર જયદેવની વ્યુહાત્મક અને આક્રમક કાર્યપધ્ધતિને કારણે ઘરફોડ ચોરીઓ અને બીજા ગુન્હા કાબુ હેઠળ હતા. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સીમચોરીઓ અને સીમ વગડે રહેતા ગરીબ-ખેડુતો શ્રમજીવીઓને ત્યાં નિયમીત રીતે સમયાંતરે ચોરીઓ થતી રહેતી. જયદેવે આ સીમચોરી કે જે નાનો શિકાર અને શિકારી પણ નાના જ હોય તે અંગે મનોમંથન અને ચિંતન કરીએ તારણ ઉપર આવ્યો કે પાલીતાણા અને મહૂવા વિસ્તારના વેડવાઓની તળાજા વિસ્તારમાં ભુતકાળમાં રાડ હતી. તે  પાછા સક્રિય થવા સંભવ છે. તેવી શંકા દૃઢ થઈ પોલીસ બેડામાં અને સમાજમાં એક ઓઠું છે કે મેજીસ્ટ્રેટ નુ માનવું ડોકટરનુ નિદાન અને પોલીસની શંકા આ ત્રણેય નિર્વીવાદ પણે તટસ્થ અને સત્યની ઘણી નજીક હોય છે. આ શંકાના આધારે કાર્યવાહી કરી જયદેવ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને આ સીમ ચોરીના ત્રાસમાંથી મુક્ત કરવા આયોજન કર્યુ. ગ્રામ્ય વિસ્તારોનું રાત્રી પેટ્રોલીંગ વધારી દીધુ પોતે પણ રાત્રીના સમયે ગમે ત્યારે નિક્ળી પડતો. ” પુરૂષાર્થ વગર પ્રારબ્ધ પાંગળુ છે. આ સિધ્ધાંત મુજબ જયદેવ સતત, દીલથી સાથેના જવાનો સહિત પ્રયત્નો કરી ગ્રામ્ય વિસ્તારના લોકો, ગુનેગારો રખડતી ભટકતી કોમોના નેટવર્ક સંપર્ક રાખી રખાવી બૃધ્ધી પુર્વક મહેનત ચાલુ જ રાખતો અને મનુષ્યયત્ન ઈશ્ર્વરકૃપાના નિયમ મુજબ થોડી વહેલી મોડી પણ સફળતા પણ મળતી રહેતી.

એક વખત રાત્રિ પેટ્રોલીંગમાં જયદેવ તળાજાથી પાલીતાણા હાઈવે ઉપર આવ્યો. રોડની બંને બાજુ ઘેઘુર વૃક્ષો, બગીચા અને સુમસામ રસ્તો પાર કરતો તે માખણીયા ગામનું પાટીયું વટીને દસેક કિલોમીટર દુર દેવળીયાની ધારે આવ્યો. આ જગ્યા એવી ઢોળાવ ઉપર છે અને વળી ચાર રસ્તા પણ પડે સીધો રોડ તળાજાથી પાલીતાણા જાય દક્ષિણે કામરોળ અને સાંગાણા તરફ  તા ઉતરે દેવળીયા પીંગળી ભદ્ાવળ વિગેરે ગામો તરફનો રસ્તો જાય છે. અહિ આ ઢાળ ઉપર રોડની દક્ષિણે એક મંદિર હતુ જે પણ ઉંચા પડથારનું ત્યાં મધ્યરાત્રીએ જયદેવ આવ્યો. આ જગ્યાએ પણ અનેક પ્રશ્ર્નો હતા તેથી પોલીસનું તે સમયે અહિં આવન-જાવન સતત રહેતુુ.

જયદેવે કોઈને ખલેલ પાડયા વગર મંદિરના પગથીયાના ઓટલા ઉપર બેસીને આસન માંડયુ. રોડની પશ્ર્વિમે પાણીતાણાનો શેત્રુજય અને પુર્વમાં તળાજીયો ડુંગર, દુર સુધી નજર પડે ત્યાં સુધી કુદરતની અજવાળી રાત્રીની મોહક અદા અને ખાસ પ્રકારની શ્યામ સુંદરતામાં ધ્યાનસ્થ બેસીને મોજ માણતો હતો. પોલીસ જવાનો કિશોરસિંહ, અડેલાજી, લાલજી વિગેરે મંદિર ના બહાર નીચે પણ રોડના કાંઠે બનાવેલ ઓટલા ઉપર બેસીને વાતો ના ફડાકા મારતા હતા. દરમ્યાન જ તળાજા તરફથી એક મોટર સાયકલ પુર ઝડપે ત્યાં આવ્યુ અને રોડ ઉપર જ પોલીસની જીપ અને જવાનો ને જોતા ચાલકે મોટર સાયક્લને એકદમ બ્રેક મારી અને ચાલકે લગભગ તરડાઈ ગયેલા અવાજે કહ્યુ અરે તમે અહિં બેઠા છો ને અને આગળ થોડે દુર જ બેઠા પુલ પાસે લુંટાતા લુંટાતા રહી ગયા છીએ. અમે તેમનાથી માંડ માંડ બચીને ભાગી નીકળ્યા તો તે લોકો એ અમારી ઉપર પથ્થર મારો કર્યો, તેઓ પાસે ધારીયા, ફરસી વિગેરે હથીયારો પણ હતા. જયદેવ આ વાત ખાસ પથ્થર મારાની વાતને કારણે સમજી ગયો કે હવે જે પહેલુ વાહન આવશે તે તો ગયુ જ સમજો આથી આ મોટર સાયકલ વાળા બનુભાઈ પિંગળી વાળાને જ જીપમાં સાથે લઈ જવાનો વિગેરેને લઈ જીપના ડ્રાયવરને હેડ લાઈટ બંધ રાખી જીપ ચલાવવાની સુચના કરી અને જયદેવે પોતાના હાથમાં ટોર્ચ રાખી તેનાથી સેડ ઉપર થોડી થોડી લાઈટ કરતા ડ્રાયવરે પણ હિંમત કરી બંધ લાઈટે જીપ ને તે દિશામાં જવા દીધી અને જેવો બેઠો પુલ આવ્યો અને જીપનો અવાજ સાંભળી ગુનેગારોએ પ્રથમ હાંકલા પડકારા કર્યો અને પછી પથ્થર મારો કર્યો વળી વાહનની લાઈટ બંધ હોય અમુક જણાતો પોતાના હથીયારો લઈને રોડ ઉપર જ આવી ગયા આથી ડ્રાયવરે જીપને સાવ ધીમી કરી દીધી અને સાવ નજીક આવતા તેઓએ મોટા અવાજે કહ્યુ કે કોઈ એ ચું કે ચાં કર્યુ છે તો જાનથી ગયા સમજ જો. આથી જયદેવ અને તેના જવાના ફટાફટ જીપમાંથી  ઉતરીને સામા દોડતા જ ગુનેગારોને ખ્યાલ આવી ગયો કે આતો પોલીસ છે આથી તમામ ગુનેગારો આડેધડ નાસવા લાગતા પોલીસે બરાબર પીછો કર્યો અને તમામે એક એક આરોપીને પકડી લીધા અને બાકીના ઘેધુર ઝાડીમાં નાસી છુટયા.

જયદેવે પકડાયેલા આરોપીઓની સ્થળ ઉપર જ સરકારી સરભરા કરી અને તેમની પાસેથી તમામ સાચી હકીકત મેળવી લીધી કે ખરેખર તો આ સીમચોર વેડવા ઓજ હતા કે જેઓ અગાઉ સીમચોરીઓમાં પકડાયેલા લુંટનો તેમનો કોઈ ઈરાદો ન હતો પણ રોડ ક્રોસ કરતી વખતે એક મોટર સાયકલ નીકળ્યુ અને કોઈ કે તેની ટીખળ કરવા સીસકારો નાખતા આ મોટર સાયકલવાળા તેનાથી ખુબ જ ગભરાઈ નાસી ગયેલા તમામ સીમચોરોનો પાકો બંદોબસ્ત કરવા પીનલકોડ કલમ ૩૯૯ વિ.ના અમોધશસ્ત્રનો જ ઉપયોગ કરવાનું નકકી કર્યુ જેથી આ વિસ્તારમાં પછી કાયમી ધોરણે શાંતિ થઈ જાય ! જો કે અડેલાજીએ કહ્યુ કે આ તો કીડીને કોશના ડામ જેવુ નહિ થાય ? જયદેવે કહ્યુ આ રીઢાઓને તો મોતને બાઝો તો તાવ આવે તેવુ છે તેથી જયદેવે આ પકડાયેલા અને નાસી ગયેલા આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૯૯, ૪૦૦, ૪૦૨ બીપી એકટ ક. ૧૩૫ મુજબ એફ.આઈ.આર. કરી જેમાં મોટર સાયકલવાળા પીંગળીના બનુભાઈની વિગત તથા ગુનેગારો જુના રીઢા ગુનેગારો હોવાનો પણ ઉલ્લેખ કરી ગુન્હો નોંધ્યો અને નાસી ગયેલા આરોપીઓને પકડવા તજવીજ ચાલુ કરી.

પરંતુ હાલમાં તમામ લોકો લોકશાહિના હકકોનો ગેરકાયદો ઉઠાવવાનું શિખી ગયા છે. જેના નાસવામાં સફળ રહ્યા તે આરોપીઓએ પોતાના લાગતા વળગતાઓને સાથે લઈને સ્થાનીક વિધાયકનો સંપર્ક કર્યો. સજજન વ્યકિત એવા વિધાયકે પણ મત બેંક ઉપર તો ધ્યાન આપવુ જ પડે નહિ તો તેમની પણ ચુંટણીમાં દાંડી ડુલ થઈ જાય આથી વિધાયકે પોલીસ સ્ટેશનમાં તેમ ની સામે જ ટેલીફોન લગાડયો જોગાનું  જોગ તે ટેલીફોન જયદેવે જ ઉપાડયો. વિધાયકે કહ્યુ કે તમે જેને પકડયા તે તો બરાબર પણ જેને પકડવા માગો છો તે તો ગરીબ અને સુંવાળા લોકો છે તેમના નામ તો જે પકડાયેલા ગુનેગારો છે. તેમણે વાંધાને કારણે ખોટા આપ્યા છે વિગેરે વિગેરે આી જયદેવ કહ્યું આ લોકો કદાચ ગરીબ હશે પણ સુંવાળા તો નહિ જ. ઉપરાંત તેઓ સજજન અને મહેનત કશ ગરીબો ને લુંટવા વાળા છે. મેં આ લોકો રાત્રીના કયાં રોકાયેલા તેની તપાસ કરી તો તમામ તે રાત્રે સાથે જ હતા. તમે આવા સજજન વ્યકિત વળી પ્રજાના પ્રતિનિધિ થઈને આવા નાલાયકોની ભલામણ કરો છો ? વિધાયક સમજતા તો હતા પણ જયદેવની વાત સાંભળીને ઘા તો ખાઈ ગયા છતા  સામે તેમને મળવા આવેલા ગુનેગારો અને તેના સંબંધીઓ કે જેઓ ત્યાંના મતદારો જ હતા તેમને ભલુ મનાવવા જયદેવને તેમની સાંભળતા જ કહ્યું જો આ લોકોને ખોટા ફીટ કરવામાં આવશે તો આંદોલન થશે આથી જયદેવે કહ્યુ ભલે આંદોલન થાય પણ લુંટાતી પ્રજા પણ જાણશે કે આ લુંટારાઓને કોણ મદદ કરે છે અને તેના મસીહા કોણ બને છે આ સાંભળી ને વિધાયકે એકદમ ટેલીફોન કાપી નાખ્યો અને તમામને જલ્દી જલ્દી રવાના કરી તુરત જ પાછો જયદેવને ટેલીફોન કર્યો અને કહ્યુ “તમે જે કાર્યવાહી કરો છો તે બરાબર અને જનતાના હિતની  જ કરો છો. આ નાલાયકોને મારાવતી પાંચ પાંચ ધોકા વધારે મારજો મેં જે તમને અગાઉ ટેલીફોન કર્યો તે તો તેમના આગેવાનો હતા તેથી તેમની સાંભળતા તેમની હાજરીમાં કહેવુ પડે એટલે ભલામણ કરી બાકી તમે જે મારી ભલામણ હતી તેવો કોઈ ધજાગરો મહેરબાની કરીને કરતા નહિ નહિતો બહુ મત સજજન લોકોમાં મારી બે ઈજજતી થશે. જયદેવપણ વિધાયકની મત માટેની મજબુરી સમજી ગયો. ત્યારપછી તો જયદેવે જે કરવાનું હતુ. તે જ કર્યુ અને તે પછી તળાજા તાલુકાના ગામડાઓની સીમચોરીઓ પણ સદંતર પણે બંધ થઈ ગઈ હતી !

આનાથી જરા જુદો બનાવ દીહોર ગામે “ચોરની મા માટલામાં માથુ છુપાવીને રડે તેવો બનેલો દીહોર ગામે એક ખેતરમાં એક રખડતી ગાય પડીને ઉભા પાકને ભેલાણ કરી નુકશાન કર્યુ. આ ખેતરના માલીકના એક સંબંધી કુટુંબી જન ભાવનગર જ્લ્લિાની સતાધારી રાજકીય પાર્ટીના પ્રમુખ હતા તેથી તેમની હવા ને કારણે ઉશ્કેરાઈ જઈને ધારદાર ધારીયા વડે ગાય ઉપર ઘાતકી હુમલા કરી એક કાન કાપી નાખ્યો પાછળ ના પગો વાસામાં કોંઢ ઉપર ઉંડા ઘા નારી ગાયને લોહી લૂહાણ કરી દીધી. ગાય આ જ હાલતમાં ગામમાં આવી આથી જીવદયા વાળા ગૌ પ્રેમી ગુલાબબેન હરકીશનભાઈ દેસાઈ રહે દીહોર વાળાએ તળાજા પોલીસ સ્ટેશનમાં આવી આ અંગે ફરીયાદ જાહેર કરી. તે સમયે હજુ ગૌ વંશ વધ અટકાયત ધારો બન્યો ન હતો. આથી તળાજા પોલીસ સ્ટેશનમાં આ બાબતે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ એકટની કલમ ૧૧ એ.એલ.એફ મુજબનો ગુન્હો નોંધાયો. જયદેવે ટેલીફોનથી દિહોર આઉટ પોસ્ટના જમાદારને પુછપરછ કરી પણ તેણે આ બનાવ બાબતે અજ્ઞાનતા જાહેર કરી. જયદેવને આ જમાદારનો ભુતકાળનો અનુભવ આમેય ખરાબ હતો જ. જુઓ પ્રકરણ ૧૭૨-૧૭૩ સરપંચ પતિ ૧-૨ તેથી આ ગુન્હો ભાગ ૬ નો હોવા છતા બહુમતિ ધાર્મિક જનતામાં આ બનાવના વધુ ઘેરા પ્રત્યાધાતો ન પડે અને બીજુ કાંઈ આંદોલન શરૂ ન થઈ જાય તે માટે ત્વરીત કાર્યવાહી કરવા જાતે જ તપાસ સંભાળી દીહોર આવ્યો.

જયદેવે તાત્કાલીક દીહોર ખાતે જ વેટરનરી ડોકટરને બોલાવી ગાયને ઈજાની સારવાર કરાવી. ગાયના કોઈ માલીક નહિ હોય તે સમઢીયાળાની પાંજરાપોળમાં મોકલવા તજવીજ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ખેતરમાં પડેલુ લોહિ વાળી માટી કબ્જે કરી નિવેદનો નોંધી આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોઈ અને તે તેના ઘેર જ હોય તેની ધરપકડ કરવા માટે જીપ લઈને તેના ઘેર આવ્યો.

સતા અને સંપતિ પાછળ જયારે અમુક લોકો આંધળી દોટ મુકે છે ત્યારે નિતિમતા તો ઠીક પણ સંસ્કૃતિ અને ધર્મને પણ ભુલી જતા હોય છે અથવા તો નિતિમતા, સંસ્કૃતિ અને ધર્મની વ્યાખ્યા પોતાની રીતે પોતાને અનુકુળ આવે તે રીતે કરીને તેવુ જ વર્તન કરતા હોય છે તેમાં પણ જયારે બુધ્ધી જીવીઓ અને ઉચ્ચ સતાધિશો જ આવુ વર્તન કરે ત્યારે સમાજ , સંસ્કૃતિ અને ધર્મની અધોગતી થતી હોય છે.

દિહોરના આરોપી પાસે સંપતિ તો હતી જ પરંતુ સતા તેના નજીકના સંબંધી જે શેઢા પડોશી ગામના વ્યકિત પાસે બહુ મોટી  હતી. ફરીયાદ થયાની જાણ થતા જ આરોપીએ તેના સગા સતાધીશ રાજકારણી સાથે ટેલીફોનથી વાત ચિત કરતા. આ રાજકારણીએ તેના નાનાભાઈને જ દીહોર આરોપીના ઘેર મોકલી દીધેલો. આરોપીનું ઘર મોટો ડેલો પછી મોટુ ફળીયું અને તે પછી બે માળનું માકન એ રીતેનું સમૃધ્ધિ સુચક હતુ. જયદેવ તેના જવાનો ને લઈને તે ડેલા પાસે આવ્યો અને ડેલો ખખડાવ્યો પણ ખુલ્યો નહિ દરમ્યાન એક જવાને ડેલાની તીરાડમાંથી જોયુ કે એક વ્યકિત દોડીને દાદરો ચડી બીજે માળે ગયો.

આ બાજુ ડેલો ખુબ લાંબો સમય ખખડાવ્યા પછી આખરે ડેલાની ગળક બારી અરધી ખુલી ત્યાં પોલીસે વ્યુહાત્મક રીતે ઘુંસણ ખોરી કરી દીધી. ડેલામાં પાંચેક પુરૂષો હતા તેમણે એવી રજુઆત કરી કે આરોપી તો બહારગામ ચાલ્યો ગયો છે પરંતુ એક જવાને એક વ્યકિતને દાદરો ચડીને બીજે માળે જતો તીરાડમાંથી જોયેલો તેની ખાત્રી કરવાની હતી. આથી પંચો સાથે પોલીસ જવાનો બીજા માળે જવા દાદરો ચઢતા હાજર અમુક વ્યકિતઓએ તે બાબત વાંધો લઈ આનાકાની કરવા છતા અમુક જવાનો તો બીજા માળે ચડી જ ગયા. જયદેવ તથા અડેલાજી નીચે ઉભા હતા. બીજા માળે તો કોઈ વ્યકિત મળી નહિ. પરંતુ ગામડામાં છત નીચે વાંસના ખપાટીયા થી જે મેડો બનાવવામાં આવે છે તેવો મેડો હતો અને તેમાં ચડવા માટે એક નિસરણી અલાયદી હતી. મેડામાં ડુંગળી ભરેલી હતી. પોલીસ કરે એટલે પુરૂ જ કરે ? તેમ નીસરણી થી મેડા ઉપર ચડી છુપાયેલા આરોપીને ખેંચીને નીચે કાઢયો. પણ દાદરો ઉતરતા આરોપી દાદરામાં ટાંટીયા ભરાવવા લાગતા તેની મદદે બહારથી  આવેલા તેના સંબંધી એવા રાજકારણીના લધુબંધુ દોડી ગયા અને આરોપીને છોડાવી નાસી જવા મદદગારી કરવા લાગ્યો. આથી દેકારો બોલ્યો મહિલાઓ પણ શોરબેકાર કરવા લાગતા જયદેવે જાતે વચ્ચે પડીને તે બંને જણાને ડેલા બહાર લાવી જીપમાં કાયદેસરનો ઘા જ કર્યો અને જીપ લઈને આવ્યો તળાજા.

દરમ્યાન ટેલીફોનની કરામત થઈ જયદેવ તળાજા પોલીસ સ્ટેશને આવતા જોયુ તો રાજકારણી આગેવાનોના થપ્પા લાગી ગયા હતા. જયદેવે બંને આરોપીઓને સિધ્ધા જ લોકઅપ દર્શન કરાવી દીધા. આવી સરભરાનો ગુનેગારો તો ઠીક પણ આવેલા રાજકારણીએાને સ્વપનેય ખ્યાલ નહિ હોય.

જયદેવ ચેમ્બરમાં આવ્યો ત્યાં જ તાલુકાકક્ષાના રાજકારણી એવા જ્ઞાતિભાઈ તેમને મળવા અંદર આવ્યા અને ચહેરા ઉપર પરાણે હાસ્ય લાવીને ભલામણ કરી કે આ બનાવ ને પ્રમાણમાં હળવાશથી લઈને આરોપીઓ વિરૂધ્ધની કાર્યવાહી સત્વરે પુરી કરી વહેલી તકે તેઓ મુકત થાય તેમ ઝડપ કરવા વિનંતી કરતા જ જયદેવે તેમને ઉંચા પણ ઉગ્ર અવાજે દુર સુધી સંભળાય તે રીતે કહ્યુ કે તમે ધર્મના નામે યુધ્ધની જેમ રાજકારણ ખેલો છો અને હવે તેમાં ધર્મના નામે આવા ધંધા ? એ સત્ય હતુ અને તેઓ પણ જાણતા હતા કે પોલીસ સ્ટેશન બહાર એકઠા થયેલા તમામ લોકો તેમની જ પાર્ટીના ન હતા.

જેથી જયદેવ જે રીતે ઉંચા અવાજે કડવુ સત્ય બોલ્યો તે તેમને વાગ્યા ઘા ઉપર મચ્ચુ ભભરાવવા જેવુ લાગ્યુ હશે. પણ હાથીભાઈના બે પ્રકારના દાંતની જેમ આ જ્ઞાતિભાઈ રાજકારણીએ જયદેવનો ઉગ્ર મીજાજ પારખીને જયદેવને કહ્યુ સાચી વાત છે  સાહેબ આ નાલાયક કે જેણે ગાય સાથે આવુ દુષ્કૃત્ય કર્યુ છે તે તો સાંખી લેવાય જ નહિ પણ હું તો  અમારા નેતાનો નાનો ભાઈ શરમે ધરમે ત્યાં આવેલો તેને પણ આપ લઈ આવ્યા છો તે પુરતી જ વાત છે આથી જયદેવે કહ્યુ ચોરનો ભાઈ ઘંટી ચોર એક ગાયને ક્રુરતા અને ઘાતકી રીતે મારે તેને બીજો છોડાવવા મદદ કરે અને પોલીસની ફરજમાં રૂકાવટ કરે મને તમારૂ પણ તેવુ જ લાગે છે આથી આ જ્ઞાતિભાઈ રાજકારણી શરમાઈ ગયા અને નિચુ જોઈને બોલ્યા “સાહેબ એવુ  કાંઈ હોય ? તમે કહેતા હો તો હું આ ચાલ્યો  જયદેવે તેમને કહ્યુ હવે તમે તમારા પાર્ટીના નેતાને કહેજો કે જેટલુ જોર લગાવવુ હોય તે ગાંધીનગર સુધી લગાવે પણ એટલુ ધ્યાન રાખજો કે આ કિસ્સાની ભાવનગર ગોળીબાર હનુમાનજી મંદિરના મહંતજી ને ખબર નથી તે ખબર તેમને પડશે તો તેઓ સરકારને પણ ઉંચી નીચી કરી નાખશે અને આ કિસ્સાને લઈને ઉપવાસ ઉપર જ બેસી જશે અને ગામેગામ તમારી પાર્ટીનો ધજાગરો કરી નાખશે આ સાંભળીને આ જ્ઞાતિભાઈ નેતા ઉતાવળે બોલ્યા કે જો જો સાહેબ એવુ કાંઈ થાય નહિ આવા આ બંને નાલાયકો માટે અમે થોડા ગાંધીનગર સુધી દોડીએ ? અને તેઓ ગયા.

ત્યાર પછી જયદેવે રાજનેતાના ભાઈ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટની ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬ મુજબ અલગ એફ.આઈ.આર તૈયાર કરી રાખી પણ ગુન્હો દાખલ કરાવ્યો નહિ. બંને આરોપીઓની લાંબો સમય સરકારી સરભરા કરી પણ આવડી મોટી સતાધારી પાર્ટીના કોઈ નેતા કે કોઈ બીજા રાજકારણીએ કોઈ ભલામણ તો શું કોઈ હરફ પણ ઉચ્ચાર્યો નહિ. “ભય વગર પ્રિતી નહિ તે ન્યાયે તેઓ અંદરો અંદર ચર્ચા કરતા હતા કે ફોજદાર જયદેવ સાચા જ છે આપણે તેમને ટેકો જ કરવો જોઈએ. આી જયદેવ મનમાં હસતો હતો કે ટેકો પ્રેમનો કે સૈૈધાંતીક હોય તો ભગવાન જાણે બાકી તેમની પાર્ટીનો જાહેર ધજાગરો રાજકીય અને ધાર્મિક રીતે ન થાય તે માટેનો હોઈ શકે ખાસ તો ભાવનગર ગોળીબાર હનુમાનજી મંદિરે જાણ ન થાય તે માટેનો પ્રેમ કે ટેકો હોઈ શકે.

આવા બનાવોનો અનુભવ તમામને હશે જ તે ઉપરથી નથી લાગતુ કે હવે કહેવત આ પ્રમાણે હોવી જોઈએ ? કે ” હાથીના અને રાજકારણીના દેખાડવા ના અને ચાવવાના દાંત અલગ અલગ જ હોય છે! (ફકત હાંથીના નહી !)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.