Abtak Media Google News

ગુજજુભાઈ-૧૦૨ નોટઆઉટ- ભૂલભૂલૈયા જેવી હિટ ફિલ્મોના કલાકારની અબતક સાથે વાતચીત

ફિલ્મ સ્ટાર જિમીત ત્રિવેદીએ અબતક અખબાર નિહાળીને લેઆઉટની પ્રશંસા કરીને અબતક ચેનલ-સૌરાષ્ટ્ર-ગુજરાત મહારાષ્ટ્રનો એરીયા કવર કરે છે તેની વિગતો જાણીને ચેનલ તેમજ તેના દર્શક મિત્રોને શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ આંગણે નઆને ભી દો યારોથ નાટ્ય શો માટે આવેલ ગુજરાતી-હિન્દી ફિલ્મોનાં સુપર સ્ટાર જિમીત ત્રિવેદીએ અબતક સાથે નિખાલસતાથી ચર્ચા કરતાં અર્બન ગુજજુ મૂવીના ભવિષ્ય વિશે તથા આજના યુવા વર્ગ ફિલ્મોનાં ક્રેઝ વિષયક વિવિધ રસપ્રદ ચર્ચા કરી હતી.

પ્રશ્ર્ન: ગુજરાતી ચલચીત્રનો એક અલગ ટ્રેન્ડ આવ્યો છે તેના વિશે શું કહેશો

જવાબ: ગુજરાતી ઈન્ડસ્ટ્રી એ ઉભી થતી ઈન્ડસ્ટ્રીર છે. જેનું ભવિષ્ય ઉજવળ છે. કારણ કે ગુજરાતી લેખકો, પ્રોડયુસરો, ડાયરેકટરો, એકટરો જે અત્યારે હિન્દી ફિલ્મોમાં નામ છે. ખૂબ ટુંક સમયમાં એ બધા ગુજરાતી ફિલ્મોની સાથે જોડાશે. અને એનાથી ગુજરાતી ફિલ્મોનું સ્તર ખૂબ ઉંચુ આવશે. અત્યારના જે રીતની ફિલ્મો આવી રહી છે. છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર જે ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો છે. જે રીતે વિદેશો સુધી પહોચી છે. લેખનના માધ્યમથી, ટેકનીકલ રીતે એક સારી ફિલ્મ બની શકે છે અને એજ દરજજાનો પરફોરમન્સ પણ કલાકારોએ આપ્યો છે. તો આનું ભવિષ્ય ખૂબ ઉજળુ છે.

પ્રશ્ર્ન: ગુજરાતી તરીકે હિન્દી ફિલ્મ ગુજરાતી ફિલ્મમાં આગળ પડતુ આપનું નામ ત્યારે હિન્દી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે તો તેના વિશે થોડી માહિતી આપો.

જવાબ: એક મોટુ સૌભાગ્ય છે કે ભૂલ ભૂલૈયા જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તો એક ગુજરાતી થકી જ ત્યાં પહોચ્યો જેનું નામ હતુ નીરજ વોરા જે આપણી વચ્ચે રહયા નથી પરતુ તેમનો ઉપકાર મારા પર રહેશે ન૧૦૨ નોટ આઉટથ કે જેમાં સુપરસ્ટાર લીજંડ અમીતાભ બચ્ચન અને રીશી કપૂર સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારા માટે એક ગર્વની વાત છે કે એક ગુજરાતી તરીકે મને નામના મળી ગુજરાતી તરીકે મને હિન્દી માધ્યમમાં લોકોએ મને સ્વીકાર્યો. મારી ભાષા મારા મા-બાપ માટે ગર્વની વાત છે હુ આજે કોઈ બેક ગ્રાઉન્ડ વગર અહી પહોચ્યો છું એ બહુ સારી વસ્તુ છે. કયાકને કયાંક મારી રંગભૂમી મને બહુજ મોટો સપોર્ટ રહ્યો છે. ત્યાંથી જ હું સીખીને આગળ વધ્યો છું.

પ્રશ્ર્ન: નાટક અને ફિલ્મનો માહોલ વચ્ચે કેવી રીતે એડજસ્ટ કરો છો તે જણાવશે.

જવાબ: નાટક છે કે એકટર્સ મીડીયમ છે. ટેલીવીઝન છે એ રાઈટર મીડીયમ છે. અને ફિલ્મ છે. ડીરેકટરસ મીડીયમ કહેવાય છે. આ ત્રણેય પર એકટીંગના પ્રકાર જુદા હોય છે. કારણ કે તમે તખતા પર હો ત્યારે આંગીક વધારે કરવું પડે છે. છેલ્લી રો સુધી બધાને દેખાવું જોઈએ અને તમે જયારે ટેલીવીઝન પર હો છો ત્યારે જુદાપ્રકારની એકટીંગ કરવાની હોય છે. અને ફિલ્મ માટેનું પરફોરમન્સ એક જુદી રીતનું જ આપવું પડે જે એક કલાકાર માટે ચેલેન્જીંગ પણ કહેવાય નસ‚દીન કહે છે કે તમને તમરો સબ્જેકટ ખબર હોય તો તે અધરો નથી લાગતું.

પ્રશ્ર્ન: આજના યંગસ્ટરને નાટકનો થોડો શોખ હોય તો ફિલ્મમાં જતા હોય છે તો તેના માટે કાઈ ગાઈડન્સ આપશે.

જવાબ: ગાઈડન્સમાં તો એટલુ જ કહીશ હું જેવી રીતે આગળ વધ્યો છું મે થીયેટરથી એમાં પણ બેકસ્ટેજથી શ‚આત કરી છે. કારણ કે બેકસ્ટેજ એ નાટકનું કરોડ રજજુ છે. તમે એ કરો તો તમને ઘણું શીખવા મળે. ઠોર્ચ પકડીને કોઓ સ્ટેજન બહાર લઈ જવાના હોય તો પણ કોઈ ઈગો નથી આવતો પહેલી વસ્તુ ત્યાંથી તમને એ શીખવા મળે છે. માટે યંગસ્ટરને કહીશ કે નાટકથી શ‚આત કરો અને ત્યાંજ કામ મળે. તે કરો તેને રીસ્પેકટ કરશો તો કામ તમને રીસપેકટ કરશે. જે મારો જીવતો જાગતો દાખલો છે.

પ્રશ્ર્ન: નાની ઉંમરમાં ઘણી બધી પ્રગતી કરી છે. તો તમારા જીવનમાં એવી ઘટનાઓ હશે કે જેનાથકી આગળ વધવાની પ્રેરણા મળી હોય.

જવાબ: મેં એકટીંગ ફિલ્ડ કોઈ દિવસ વિચાર્યું જ નહતુ કે એકટર બનીશ કારણ કે હું પોતે ડાયમંડ અશોર્ટર છું એકસીડેન્ટલી આ ફિલ્મમાં આવી ગયો પરંતુ હંમેશામારી એક વસ્તુ રહીતી કે નાનપણમાં મારે બનવુંતુ શેફ, શિખ્યો ડાયમંડશોર્ટરનું અને બન્યો એકટર આ ત્રણેય વસ્તુની અંદર એક વસ્તુ કોમન હતી એ હતી પરફેકશન.

પ્રશ્ર્ન: નાટકમાં કામ કરવું ગમે કે ફિલ્મમાં? નાટકો જોનારાનો વર્ગ દિવસોને દિવસે વધ્યો છે. ત્યારે કેવા નાટકો નિર્માણ કરવા જોઈએ.

જવાબ: હું નાટકથી ઉભો થયો છં માટે નાટક મારો પહેલો પ્રેમ છે. નાટકમાં જે ફિકસ ફેમમાં દેખાડવાનું હોય છે. જયારે ફિલ્મ કરતા હો છો ત્યારે અલગ અલગ ફ્રેમ હોય છે. તો નાટક માટે પ્રેમ છે. નાટકમાં લાઈવ રીશ્પોન્સ મળે છે. અને એકટરને પોતાના પર કામ કરવા માટે સુધારવા માટે ખોટ હોય સુધારી શકાય છે. નાટકનો વર્ગ અત્યારે વધ્યો છે. પરંતુ યંગસ્ટર એટલા નથી. રહ્યા કારણ કે મીડીયમો વધ્યા છે. નાટક સાથે ભાષા પણ જોડાયેલી છે. એન્ટરનેન્ટમેન્ટનું માધ્યમ હંમેશા ઈમ્પેકટ આપતું હોય છે. તો એવા પ્રકારનાં જે શબ્જેકટ આવે અને ઓડીયન્સ સ્વીકારે યંગસ્ટરને પાછા નાટક તરફ વાળવા માટે થોડી મહેનત કરવી પડશે જેમાં એકટરો ડીરેકટરો, નિર્માતા બધા પર મોટી જવાબદારી છે. કારણ કે જે વર્ગ આવે છે. તે ૪૦થી મોટી ઉંમરની વ્યકિતઓ આવે છે.

પ્રશ્ર્ન: અબતકના માધ્યમથી શું કહેશો?

જવાબ: અબતક વાંચતા, જોતા અને સોશ્યલ મીડીયા સાથે સંકળાયેલા લોકોને મારા પ્રણામ આપણી ભાષાને સપોર્ટ કરો સપોર્ટ ફકત નાટકકે મુવી જોઈએને નહી પરંતુ ઘરમાં તમારી ભાષાને એટલું માન આપો બાળકોને પણ ભાષા શિખવાડો. પરેશ પોપટએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અબતક પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીશ છેલ્લા ૨૦૧૦થી આરડી ગ્રુપ શ‚ કર્યું છે. આજનો ડ્રામા અલગ જ જોવા મળશે. હું વધારે નહી કહું કે નાટકમાં શું છે. પરંતુ દર્શકો જોઈને આનંદીત થશે નાટકના શોખીનોને કઈક નવું જોઈએ છે નાટક જોતા થઈ એ માટે અમે સારી વસ્તુ લઈ આવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.