Abtak Media Google News

દેશનું બીજા નંબરનુ પ્રાકૃતિક કુદરતી ઓખા બંદર કે જે ૧૯૨૮ થી દેશની શાન ગણાતાં આઝાદી પહેલા ગાયકવાડ સરકારના સમયથી ચાલી રહેલા ઓખા બંદરને પ્રદુષણના મામલે પોલ્યુશન ક્ન્ટ્રોલ બોર્ડના આદેશથી બંધ કરી દેવામાં આવેલ છે. પોર્ટ પરની તમામ પ્રવૃતિઓ બંધ કરી દેવામાં આવતા હજારો લોકો બેરોજગારમાં સપડાશે….

ઓખા બંદર પર કોલસો અને બોકસાઇડની શીપો હેરફેર કરવામાં આવે છે. અત્યારે દર માસે પાંચથી છ શીપો ઓખા બંદર પર આયાત નિકાસની પ્રવૃતિ લઇને અનેક ધંધા વેપાર જેવા કે ટ્રાન્સપોર્ટ, કલીયરન્સ, શીપ ચેન્સીંગ તથા માલ લોડીંગ અનીલોડીંગ પર નભતા હજારો લોકો રોજીરોટી મળતી રહે છે. પણ સોલ્યુલેશન ક્ન્ટ્રોલ બોર્ડના નિર્માણના પગલે આ તમામ ધંધા રોજગારને બ્રેક લાગશે.

આયાત થતો કોલસો અને નિકાલ થતા બોકસાઇમાં પોલ્યુશનના કોઇ નિયમોનો અમલ કરવામાં આવતો ન હતો. જેમાં જુદા જુદા ૧૧ મુદાઓ ગાંધીનગર પર્યાવરણ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને ઓખા પોર્ટ બંદરને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવેલ છે.

એક તરફ ખાનગી બંદરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે દેરના બારમાસી કુદરતી બંદરને બંધ કરી દેતા ઓખા મંડળના લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

ત્યારે ચાલુ બંદર પર નિયમોનું પાલન થાય અને બંદરને પ્રદુષણ મુકત કરી વિકાસ કરવાને બદલે બંધ કરી દેવામાં આવે તે એક મોટો સવાલ ઉભો કરે છે. ???

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.