Abtak Media Google News

કેડીલાને કોરોનાની રસીના માનવ પરીક્ષણ માટે મંજૂરી

ટોકસીસીટી અને ઈમ્યુનોજીનેસીટી જીનેસીસ રિપોર્ટના આધારે અપાઈ મંજૂરી

દેશમાં કોરોના વાયરસની રસીના માનવ પરીક્ષણ માટે અમદાવાદની કેડીલા હેલ્થકેર કંપનીને મંજૂરી આપવામાં આવી છે. આ રસીના માનવી પર સફળ પરીક્ષણ બાદ રસીને માન્યતા મળશે તોતે કોરોના વાયરસની દેશની પ્રથમ સ્થાનિક રસી બનશે

દેશ અને સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસનો ખતરો છે. અને આ વાયરસથી બચવા માટે દેશ અને દુનિયાના અનેક સંશોધનો થઈ રહ્યા છે. અમુક દેશોનાં દવા કે રસીના સંશોધનો થઈ રહ્યા છે.

ભારતમાં પણ દવા તથા રસી બનાવવા માટે વિવિધ જગ્યાએ સંશોધનો ચાલી રહ્યા છે. સરકારી લેબોરેટરી કે સંસ્થાઓ ઉપરાંત ખાનગી દવા કંપનીઓ પણ દવા તથા રસી અંગે સંશોધન કરી રહ્યા છે.

અમદાવાદની પ્રસિધ્ધ દવા બનાવતી કંપની કેડીલા હેલ્થકેર દ્વારા પણ કોરોનાની રસી બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. કેડીલા કંપનીને રસી શોધવાના પ્રયાસોમાં પ્રાણીઓનાં ટ્રાયલને સફળતા મળી છે. કંપનીની રસી સંશોધનનો તબકકો આગળ વધી રહી છે.

કેડીલા કંપનીએ બનાવેલી રસીને પહેલા અને બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડીયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી.

કેડીલા કંપનીએ કોરોના રસીનો ટોકસીસીટી અને ઈમ્યુનોસીટીનો રિપોર્ટ આપ્યો હતો તેના આધારે માનવ પરીક્ષણના પ્રથમ અને બીજા તબકકા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બંને તબકકા બાદ તેના રિપોર્ટના આધારે ત્રીજા તબકકાનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.

વિષમ નિષ્ણાંતોની કમીટીની ભલામણ બાદ ડ્રગ કંટ્રોલરે પ્રથમ બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે.

પ્રથમ તબકકાનાં માનવ પરીક્ષણ બાદ કંપની તેનો રિપોર્ટ આપશે અને તેમાં કેટલી સફળતા મળી તેના આધારે લાભ તબકકાનું પરિક્ષણ હાથ ધરાશે આ બંને તબક્કાના ક્રમશ: રિપોર્ટના આધારે ત્રીજા તબકકાનું પરીક્ષણ હાથ ધરાશે અને બાદમાં કંપનીને રસીને મંજૂરી આપવામાં આવશે તેમ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.