કોર્પોરેશન હોટેલ, હોસ્પિટલ, સ્કૂલ, સોસાયટી અને બજારોને આપશે સ્વચ્છતા રેન્કિંગ

સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવા માટે ૧૫ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવું પડશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વરછ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ  સ્કૂલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન, મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ  માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવા માટે મહાપાલિકાની વેબસાઇટ WWW. RMC. GOV. IN ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે સ્વચ્છતા રેન્કિંગ ઓક્ટોબરથી નવેમ્બર સુધી એક જ વખતની સ્પર્ધા રહેશે ભાગ લેનાર દરેક WWW. SWCHHMANCH. IN પર પોતાની સંસ્થાના નામે ઇવેન્ટ બનાવવાની રહેશે તથા વધારેમાં વધારે લોકોને VOLUNTEER કરવાના રહેશે  સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ્સ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ નો લોગો ફરજીયાત લગાવવાનો રહેશે.આ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત કમિટીનો રહેશે.જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદત ૧૫ ઓક્ટોબર નિયત કરાય છે.

Loading...