Abtak Media Google News

વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના ૩૧મી ઓગષ્ટ સુધી અમલમાં રહેશે

રાજ્ય સરકાર હસ્તકના નાણાં વિભાગ અને રાજ્ય વેરા કમિશનરની કચેરી દ્વારા વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ યોજનાની અમલવારી આજરોજ તા.૨૪/૦૭/૨૦૧૯ શરૂ કરવામાં આવેલ છે. છેલ્લાં ૦૪ (ચાર) કામકાજના દિવસોમાં કુલ ૩૬૧ જેટલાં વ્યવસાયીકો / ધંધાર્થીઓ દ્વારા આ યોજનાનો લાભ લીધેલ છે જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાયવેરા પેટે રૂ.૪૫.૮૬/- લાખની આવક થયેલ છે તેમજ કુલ રૂ.૩૪.૮૬/- લાખનું વ્યાજ માફ કરેલ છે. આ વ્યાજ માફી યોજના તા.૩૧.૦૮.૨૦૧૯ સુધી અમલમાં રહેશે.આ યોજના તા.૩૧.૦૮.૨૦૧૯ સુધી જ અમલમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ પેઢીઓ, વ્યવસાયીકોને જો વ્યવસાય વેરા કાયદા હેઠળ નોંધણી ન કરાવેલ હોય તો તાત્કાલિક નોંધણી કરાવી લઇને ફક્ત ભરવાપાત્ર વ્યવસાયવેરો વ્યાજ વગર ભરપાઇ કરવા અને નોંધણી કરાવેલ હોય પરંતુ કોઇપણ કારણોસર વ્યવસાયવેરો ભરપાઇ કરેલ ન હોય તો આ સમયગાળા દરમિયાન ફક્ત ભરવાપાત્ર વ્યવસાયવેરો વ્યાજ ભરપાઇ કરવા માટે આપના ધંધા / વ્યવસાયના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસનો રૂબરૂ સંપર્ક કરીને અને વ્યવસાયવેરાની આ રાહત યોજનાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.