Abtak Media Google News

શાસકોએ કોર્પોરેશન તંત્રની મીલીભગતથી ભોળી જનતાને ઠગવા કારસો રચ્યો: વિપક્ષી નેતા

રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧/૭/૨૦૧૯ થી તા.૩૧/૭/૨૦૧૯ સુધી આવાસયોજનાના ફોર્મની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે આ જાહેરાત કર્યા બાદ રાજકોટની જનતાની અમારા ઉપર અનેક અને વિવિધ વિસ્તારો માંથી ટેલીફોનીક તેમજ રૂબરૂ આવી અમારી સમક્ષ રોતા લોકોની ફરિયાદો અમોએ ધ્યાને આવી  ગાંધીનગર ખાતે આવેલ ઓફિસમાં તપાસ કરતા નીચે મુજબના ડોક્યુમેન્ટની કોઈપણ પ્રકારની માંગણી કરેલ હોય તેવું દેખાતું નથી દાત.હાલ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા આપવમાં આવેલ ફોર્મની સાથે જે લોકોના મકાનમાં ભાડે રહેતા હોય તે મકાન માલિકનું ભાડુઆત સોનો ભાડા કરાર તેમજ તેના લાઈટબીલ તેમજ હાઉસ ટેક્ષ નંબર આ પ્રકારની વધારાની બિનજરૂરી માહિતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માંગવામાં આવેલ છે તે તદ્દન ગેરવ્યાજબી છે. ફોર્મ લેનાર લોકો આ જે યોજના છે તેનો લાભ મેળવવાની બદલે ઉલટાના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાના ખર્ચ કર્યા બાદ તેની પાસે ભાડાકરાર ની હોતો મકાન માલિક લાઈટબીલ ની આપતા લોકો પાસે હાઉસ ટેક્ષ નંબર નથી હોતો જેના હિસાબે લોકોના ફોર્મ કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવતા નથી આવા લોકો ઉપર કમસે કમ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને કમિશ્નરે પરિપત્ર પુરેપુરો વાંચી અને ત્યારબાદ લોકોની પાસે વધારાના બિનજરૂરી ડોક્યુમેન્ટ ના માંગવા જોઈએ.તેવી વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે.

ગોકુલનગર આવાસ યોજનામાં ખાલી ર૦ દુકાનોની જાહેર હરરાજી કરો

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા તા. ૨૨-૭ ના રોજ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીને રજુઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં રાજકોટમાં ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૬ માં આવેલ ગોકુલનગર આવાસ યોજના બનાવવામાં આવેલ છે. આ યોજના કામ પૂર્ણ થઇ ગયાને આજે બે અઢી વર્ષ જેવું થયું હોય અને આ આવાસ યોજનામાં બનાવવામાં આવેલ ર૦ દુકાનોની વહેંચણી પણ કરવામાં આવેલ નથી અને રાજકોટ મહાનગરપાલિકાના મૂડી આવકમાં આ રકમ બે વર્ષ પહેલા જ આવી જાત પરંતુ મનપાના કામચોર અધિકારીઓ અને દાંડ કર્મચારીઓએ આ ર૦ દુકાનો વહેચવાની તસ્દી જ ના લીધી અને આજે આ દુકાનોમાં અસામાજીક તત્વોએ ગેરકાયદેસર રીતે આ દુકાનોમાં પેશકદમી કરી અને અસામાજીક પ્રવૃતિઓ પણ કરે છે. જેથી આપ સર્વ પ્રથમ આ દુકાનો ખાલી કરાવવા આદેશ આપો અને ત્યાં માથાભારે તત્વો હોય તો રાજકોટ પોલીસને સાથે રાખી કામગીરી કરાવશો. રાજકોટ મહાનગરપાલિકાના કામચોર અધિકારીઓ ઉપર આપ કડક એકશન લેશો અને આ ર૦ દુકાનોની જાહેર હરરાજી કરવાથી રાજકોટ મહાનગરપાલિકાને અંદાજે ર કરોડથી વધુ મૂડી આવક થશે જેથી મનપાની આવકમાં વધારો થશે.

આમ, ઉપરોકત વિગતો ઘ્યાને લઇ તાત્કાલીક ધોરણે કામગીરી કરવા આદેશ આપશો. આ ખાલી દુકાનોની તાત્કાલીક જાહેર હરાજી કરાવવા  આદેશ આપવા વિનંતી કરતી રજુઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.