કોરોનાની રસી પછી પણ હાલત કફોડી રહેશે???

આગામી જુલાઈ માસમાં ૨૦ થી ૨૫ કરોડ લોકોને કોરોનાનો ડોઝ અપાશે તેવી સરકારની સ્પષ્ટતા

આયુર્વેદને લઈ જોવા મળી રહ્યો છે જાગૃતિનો અભાવ

પૂર્વ આયોજનના અભાવે દેશમાં કોરોનાની રસી છેવાડાના લોકો સુધી પહોંચાડવી અત્યંત મુશ્કેલ

એક સમયનું વિશ્વગુરૂ ભારત હાલ કયાં ગયું

પેટન્ટ રજીસ્ટ્રેશનને લઈ અન્ય દેશોની સરખામણીમાં ભારત ખુબ જ પાછળ

રીસર્ચના અભાવે ઘણા ખરા ઈનોવેશનોથી દેશ દુર

ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ દેશ માટે ચિંતાનો વિષય

કોરોના જે રીતે વિશ્વને ધમરોળી રહ્યું છે ત્યારે તેને લઈ ભારત દેશ ઉપર પણ ઘણીખરી રીતે સંકટના વાદળો જોવા મળ્યા છે. ભારત હાલ રશિયા સાથે રહી સ્પ્યુટનીક વી રસી માટે જે મથામણ અને મહેનત કરી રહ્યું છે તેને જોતા વર્ષ ૨૦૨૧ના જુલાઈ માસમાં ૨૦ થી ૨૫ કરોડ ભારતીયોને કોરોનાનો ડોઝ અપાશે તેવી સ્પષ્ટતા સરકાર દ્વારા પણ કરવામાં આવી છે પરંતુ પ્રશ્ર્ન એ છે કે કોરોનાની રસી પછી પણ હાલત કફોડી રહેેશે કે કેમ ? કહેવાય છે કે, તરસ લાગે ત્યારે કુવો ખોદવામાં આવતો હોય એજ પરિસ્થિતિ હાલ ભારતની જોવા મળી રહી છે. દેશ પાસે સૌથી મોટો આયુર્વેદ-શાસ્ત્ર હોવા છતાં તે અંગેની જાગૃતતા ન હોવાના કારણે અન્ય દેશો ઉપર અને એલોપેથી ઉપર મદાર રાખવો પડે છે. વિશ્ર્વના ઘણાખરા દેશો પોતાની વસ્તુઓની પેટેન્ટ કરાવી લેતા હોય છે પરંતુ ત્યારે આજ પરીપેક્ષમાં ભારત દેશની જો વાત કરવામાં આવે તો ઘણીખરી ચીજવસ્તુઓ કે જે વિશ્વ સમુદાયને ઉપયોગી સાબિત થાય તેની પેટર્ન હજુ સુધી ભારત દ્વારા કરાવવામાં આવી નથી. આંકડાકિય માહિતી મુજબ આશરે ૭૮ ટકા પેટર્ન અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી છે.

ભારત દેશ અત્યંત વિશાળ હોવાની સાથોસાથ ટેકનોલોજીમાં પણ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે પરંતુ તેની સામે જે ચીજવસ્તુઓમાં રીસર્ચ થવા જોઈએ તે પુરતા પ્રમાણમાં થતા ન હોવાના કારણે ઘણાખરા ઈનોવેશનને વેગ મળતો નથી. આ તમામ પરીબળોને ધ્યાને લઈ હાલ ભારતે રશિયા ઉપર મદાર રાખવો પડયો છે. એવી જ રીતે ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવના કારણે પ્રશ્ર્ન એ પણ છે કે જયારે કોરોનાની રસી બજારમાં આવશે ત્યારે તે પરીવહન, લોજીસ્ટીક સહિતના પ્રશ્ર્નો પણ એટલા જ ઉદભવિત થશે. ડબલ્યુએચઓની ગાઈડલાઈન પ્રમાણે જે રસીનું નિર્માણ થશે તે માઈન્સ ૮૦ ડિગ્રીએ રાખવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવુ પડશે પરંતુ હાલ ભારત પાસે યોગ્ય અને ઉપયોગ સાબિત થાય તેવા કોલ સ્ટોરેજ ન હોવાના કારણે દેશ માટે આ પણ એક ચિંતાનો વિષય છે. અપુરતા સાધનો અને અપુરતી વ્યવસ્થાના પગલે સરકાર ઘણાખરા અંશે વામણી પણ બની છે અને યોગ્ય માહિતી જે લોકોને આપવામાં આવી જોઈએ તે થઈ શકતી નથી જેના પરીણામરૂપે ભારત દેશે અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારત દેશ આઝાદ હોવા છતાં પણ હજી ગુલામીપ્રથામાંથી દેશ બહાર આવ્યો નથી. ભારત પાસે આયુર્વેદનો સૌથી મોટો સંગ્રહ હોવાના કારણે જે સ્વીકૃતિ જોવા મળવી જોઈએ તે ન મળતા ઘણા પ્રશ્ર્નો પણ સામે ઉદભવિત થયા છે. દેશના આયુર્વેદમાં એવી એકપણ બિમારીનો ઉપાય ન હોય તેવું નથી પરંતુ તેની યોગ્ય જાળવણી કરવી એટલી જ જરૂરી છે જેમાં ભારત દેશ ખુબ જ નિષ્ફળ નિવડયો છે. પાશ્ર્ચાત્યસંસ્કૃતિ પણ આયુર્વેદનો પુરતો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે ભારત દેશ તેના ઉપયોગમાં જોજનો પાછળ છે. જો ભારત યોગ્ય પ્લાનીંગ કે પૂર્વ આયોજન કોરોનાની રસીને લઈ નહીં કરે તો લોકોને જે કોરોનાની રસીનો ડોઝ છેવાડા સુધી પહોંચવો જોઈએ તે નહીં પહોંચી શકે. સરકાર ડોઝ ખરીદવા માટે કરોડો રૂપિયા વાપરવા માટેની તૈયારી દાખવી છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે.

Loading...