Abtak Media Google News

રાજકોટ શહેર માટે ગૌરવપૂર્ણ બાબત – 12 નવેમ્બર, 2018 ના રોજ નવી દિલ્હીમાં “વન પ્લેનેટ સીટી ચેલેન્જ” અંતર્ગત રાજકોટ શહેર ને “ભારત ના નેશનલ કેપિટલ 2018” બનવા બદલ, ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રી શ્રી હરદીપસિંહ પુરી દ્વારા રાજકોટને સન્માનિત કરવામાં આવેલ. શ્રી ઉદયભાઈ કાનગડ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી તથા શ્રી ચેતન નંદાણી, ડેપ્યુટી કમિશ્નરે નવી દિલ્હી ખાતે યોજાયેલ “રોલ ઓફ સિટીઝ ઈન એડ્રેસિંગ ક્લાઈમેટ ચેન્જ” કોન્ફરન્સ માં રાજકોટ મહાનગરપાલિકા વતી અવૉર્ડ સ્વીકારેલ.

WWF ના “વન પ્લેનેટ સીટી ચેલેન્જ 2018” માં રાજકોટ શહેરને “નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2018” જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સતત બીજી વખત “નેશનલ વિનર ઓફ ઇન્ડિયા” જાહેર થયેલ છે જે રાજકોટ માટે ગર્વ ની વાત છે. વર્ષ 2017 માં પણ રાજકોટ શહેર “નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2016” જાહેર થયેલ હતું. ક્લાઈમેટ ચેન્જ ની દિશામાં રાજકોટ શહેર દ્વારા લેવાયેલ વિવિધ સસ્ટેનેબલ ઇનિશિયેટીવ દ્વારા અપનાવેલ કૉમ્પ્રીહેન્સીવ એપ્રોચ ની ગ્લોબલ જુરી દ્વારા પ્રશંશા કરવામાં આવેલ. રાજકોટ શહેર દ્વારા બનાવેલ ક્લાઈમેટ એક્શન પ્લાન તથા તે દિશા માં કરેલ વિવિધ પ્રયત્નો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત શહેરો ને સસ્ટેનેબલ, લીવેબલ તથા સીટીઝન ફ્રેન્ડલી બનાવવા ના હેતુ નો પણ મહત્વપૂર્ણ ભાગ છે. આ વર્ષે પણ રાજકોટ શહેરે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસીટીસ” પ્રોજેક્ટ અંતર્ગત “ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી એકશન પ્લાન” બનાવેલ છે, જેમાં ગ્રીન હાઉસ ગેસ તથા એનર્જી ઇન્વેન્ટરી, વલ્નરેબિલીટી તથા રિસ્ક એસેસમેન્ટ અને વિવિધ ક્લાઈમેટ ચેન્જ મિટિગેશન તથા એડેપ્ટેશન સ્ટ્રેટેજી નો શમાવેશ કરેલ છે.

વન પ્લેનેટ સીટી ચેલેન્જ એ દ્વિવાર્ષિક વૈશ્વિક ચેલેન્જ છે જે વૈશ્વિક શહેરો ને વિવિધ સેક્ટર જેમ કે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, અને મોબિલિટી માં લીધેલ વિવિધ એમબીશિયશ અને ઇનોવેટિવ એકશન્સ તથા સોલ્યૂશન દ્વારા ક્લાઈમેટ રેસીલિએન્ટ ફ્યુચર બનવાની દિશા માં આગળ વધવા બદલ કરેલ વિવિધ પ્રયાસો નું મૂલ્યાંકન તથા સરાહના કરવામાં આવે છે. WWF એ ઇકલી લોકલ ગવર્નમેન્ટ ફોર સસ્ટેનેબિલિટી (ICLEI) સાથે મળીને વિવિધ શહેરો ના વિવિધ પ્રયાસો નું રિપોર્ટિંગ “કાર્બોન ક્લાઈમેટ રજિસ્ટ્રી પ્લેટફોર્મ” પર કરે છે.

વર્ષ ૨૦૧૭-૧૮ ના “વન પ્લેનેટ સિટી ચેલેન્જ “માં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો, જેમાં ભારત માંથી રાજકોટ સાથે કુલ બીજા 10 શહેરો એ ભાગ લીધો હતો. આ તમામ શહેરો ના વિવિધ ઇનિશિયેટીવ નું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા ૨૨ શહેરોની “વન પ્લેનેટ સિટી ચેલેન્જ” ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. ભારત માંથી રાજકોટ, પણજી તથા પુણે શહેરો નેશનલ વિનર ના ટાઇટલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ, જેમાં રાજકોટ ને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા નો ખિતાબ મળેલ છે. ઇન્ટરનેશનલ જુરી દ્વારા પુણે શહેરે સસ્ટેનેબલ મોબિલિટી પ્લાન બનાવવા માટે, વેસ્ટ મેનેજમેન્ટ તથા એનર્જી એફિશિયન્સી ની દિશા માં લીધેલ પ્રયાસ બદલ સરાહના કરેલ. ગ્લોબલ જુરી માં વિશ્વ માંથી કુલ 19 અર્બન સસ્ટેઇનેબિલિટી એક્સપર્ટ નો સમાવેશ કરેલ હતો, જેમણે વિવિધ દેશો માંથી એક એક નેશનલ કેપિટલ સિલેક્ટ કરેલ છે તથા આ દરેક નેશનલ કેપિટલ માંથી એક ગ્લોબલ કેપિટલ સિલેક્ટ કરેલ છે.

રાજકોટ શહેરે રિન્યુએબલ એનર્જી, એનર્જી એફીસીયંસી, વેસ્ટ મેનેજમેન્ટ, મોબિલિટી સેક્ટર માં લીધેલ વિવિધ એમબીશિયસ તથા ઇનોવેટિવ એક્શન તથા રાજકોટ શહેર ના વર્ષ 2020 સુધી માં વર્ષ 2012-13 માં થઇ રહેલ ગ્રીન હાઉસ ગેસ ના ઉત્સર્જન માં 25% જેટલો ઘટાડો કરવાના સ્ટ્રોંગ કમિટમેન્ટ માટે રાજકોટ શહેર એક રોલ મોડલ તરીકે વૈશ્વિક ક્ષેત્રે ઉભરી આવેલ છે, તેવું વૈશ્વિક જુરી દ્વારા જણાવેલ. આ રીતનું કમિટમેન્ટ કરનાર રાજકોટ શહેર ભારત નું પ્રથમ તથા એક માત્ર શહેર છે. આ ઉપરાંત શહેરમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો કે જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગે મહાનગરપાલિકા સતત જાગૃત છે. રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે તમામ ૬૦,૦૦૦ જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરેલ છે તેમજ ક્રમશ: વધુ ને વધુ સંકુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ અને સુએઝ વોટર મેનજમેન્ટ ક્ષેત્રના વર્તમાન અને ભાવી પ્રોજેક્ટની રૂપરેખા પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે. સાથોસાથ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાનની મંજુરી આપતી વખતે પર્યાવરણ સંબંધી મુદ્દાઓ અંગે જે કાર્યવાહી થાય છે તેની પણ નોંધ લેવામાં આવી રહી છે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાએ બી.આર.ટી.એસ. અને આર.એમ.ટી.એસ., બેટરી ઓપરેટેડ વ્હિકલ, તેમજ વેસ્ટ ટુ કમ્પોસ્ટ માટે હાથ ધારેલી કામગીરીની પણ સરાહના થઇ છે.

તારીખ 12 સપ્ટેમ્બર 2018 ના રોજ યુ.એસ.એ ના સેન્ફ્રાન્સિસ્કો શહેરમાં ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન યોજાયેલ એવૉર્ડ સેરેમની માં રાજકોટ શહેર વતી મેયર શ્રી તથા કમિશ્નર શ્રી એ “ભારત ના નેશનલ કેપિટલ 2018” એવૉર્ડ સ્વીકારેલ. આજ રોજ ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રી શ્રી હરદીપસિંહ પુરી દ્વારા રાજકોટ શહેરે લીધેલ વિવિધ ઇનિશિયેટીવ તથા ક્લાઇમેન્ટ ચેન્જ ની દિશામાં કરેલ વિવિધ પ્રયાસો ની સરાહના કરવામાં આવેલ તથા એ બદલ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે, તે રાજકોટ શહેર માટે ગર્વપૂર્ણ બાબત છે.

Img 20181112 Wa0076 1રાજકોટ શહેર એ ફરી વખત વન પ્લેનેટ સીટી ચેલેન્જ 2017-18 માં ભારત નું નેશનલ કેપિટલ બનેલ છે તે ખુબજ ગર્વ ની વાત છે. રાજકોટ મહાનગરપાલિકા એ જન ભાગીદારી થી વિવિધ ઇનોવેટિવ તથા સસ્ટેનેબલ ઇનિશિયેટીવ નું અમલીકરણ કરેલ છે અને કરતુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.