Abtak Media Google News

૫૧ કરોડના ખર્ચે તૈયાર થનાર

દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભકતજનોનું જનસેલાબ

શહેરનાં કાલાવડ રોડ પર આવેલ કણકોટ પાટીયા પાસે આશરે રૂ.૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા શ્રીશ્રી નીલ માધવજી ધામ ઈસ્કોન મંદિરનું રવિવારના રોજ ભવ્ય ઉદઘાટન ઈસ્કોન ઈન્ડીયાના ચેરમેન સંન્યાસી ગોપાલ ક્રિશ્ર્ના ગોસ્વામી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.Vlcsnap 2019 04 15 09H53M23S212આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અનેકતામાં એકતા ધરાવે છે. જેના કારણે વિદેશીઓ પણ ભારતીય સંસ્કૃતીની આકર્ષાયા છે. ઉદઘાટન પ્રસંગે ભારતમાથી તથા આસપાસનાં વિસ્તારમાંથી ૫૦,૦૦૦થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પ્રવકતા વૈષ્ણવ સેવા દાસજીએ મંદિરની વિગત આપતા જણાવ્યું હતુ કે આશરે ૩૬ વર્ષ પહેલા ઈસ્કોન ગુજરાતનાં પ્રમુખ જશુમતીનંદજીએ ઈસ્કોન મંદિરના નિર્માણ માટે જમીન ખરીદી હતી.Vlcsnap 2019 04 15 09H52M59S215આ મંદિરમાં રાજસ્થાનમાં આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરમાં શ્રીશ્રી રાધા નીલ માધવજી, જગન્નાથ બલદેવ, સુભદ્રાજી તથા રામ લક્ષ્મણ, હનુમાનજી, પ્રહલાદ નરસિંહ ભગવાન તેમજ નીલ પ્રભુપાદજીની મૂર્તી રહેશે. મંદિરનું કુલ બાંધકામ ૩૦,૦૦૦ ફૂટમાં છે જેમાં મંડપ દર્શન અને સભા મંડપ આવેલા છે.Vlcsnap 2019 04 15 09H54M34S152આ મંદિર રાજસ્થાની કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમુનો કહી શકાય ભગવાનના મુખ્ય ગર્ભ ગૃહના ભાગમાં લાકડામાંથી બનેલા સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના ફરતે અંદર બહાર મળી ૭૨ કોતરણીમાં આરસ પથ્થર વપરાયા છે. ૩૩ ફૂટ ઉચ્ચા પતંગ શીખરો પણ શોભાયમાન છે. મંદિર પ્રવેશમાં અને જમણી તથા ડાબી બાજુ પણ બનાવવામાં આવ્યા છે. આ શુભ પ્રસંગે રાજકોટના પ્રથમ નાગરીક મેયર બીનાબેન આચાર્ય,ભાજપના મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, ડો. વલ્લભભાઈ કથીરીયા તથા રાજકોટના ધારાસભ્યો અને અનેક વિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.