Abtak Media Google News

પશ્ર્ચિમ બંગાળમાં કેન્દ્રના રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટના બદલે બનાવાયેલા હાઉસીંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રેગ્યુલેશન એકટનો વિવાદ.

દેશમાં પશ્ર્ચિમ બંગાળ એક એવું માત્ર રાજય છે કે જયાં કેન્દ્રનાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ (રેરા)નો અમલ લાગુ કરવામાં આવ્યો નથી. મે-૨૦૧૭થી લાગુ કરવામાં આવેલા કેન્દ્રના રેરા સામે પશ્ર્ચિમ બંગાળે પોતાનો કાયદો હિરાનો જુન ૨૦૧૮થી અમલમાં મુકયો છે.

પશ્ર્ચિમ બંગાળ સરકાર સામે રાજયના ઘર ખરીદનારાઓના હિત માટે કામ કરતી સંસ્થા દ્વારા અદાલતમાં દાદ માંગીને કેન્દ્ર સરકારના કાયદાના વિકલ્પરૂપે બનાવેલા નવા કાયદાને કાનુનનો પડકાર આપ્યો છે. પશ્ર્ચિમ બંગાળના એક ચળવળકારે આર.ટી.આઈ.ના જવાબનો હવાલો માંગી પશ્ર્ચિમ બંગાળ સરકાર સામે રેરાના વિકલ્પરૂપ તૈયાર કરવામાં આવેલા પશ્ર્ચિમ બંગાળનાં હાઉસીંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હિરા માટે સરકારે બંધારણીય પ્રક્રિયા પુરી કરી ન હોવાનું શોધી કાઢયું છે. રાજયપાલને એવી સતા હોય છે કે કેન્દ્રનો ફાયદો હોય ત્યારે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવતા વૈકલ્પીક ખરડાને સ્થગિત કરી શકે છે.

પશ્ર્ચિમ બંગાળમાં કેન્દ્ર અને રાજય સરકારના બે અલગ-અલગ કાયદાઓની ઉપસ્થિતિ વચ્ચે પશ્ર્ચિમ બંગાળમાં બાંધકામ માટેની મંજુરી માટે અરજદારો એવી દુવિધામાં મુકાય ગયા છે કે પશ્ર્ચિમ બંગાળમાં અરજદારોને કેન્દ્ર સરકારના રેરા કે પશ્ર્ચિમ બંગાળના હિરા અન્વયે રજીસ્ટ્રેશન કરાવવું. કેન્દ્ર સરકારનો એવો નિયમ છે કે કોઈપણ હાઉસીંગ પ્રોજેકટની વેચાણની જાહેરાત રેરામાં નોંઘ્યા વગર કરવાથી કાયદાનો ભંગ થાય છે. પશ્ર્ચિમ બંગાળ રાજય સરકારે કેન્દ્રનો આ ફાયદો અમલમાં મુકયો જ નથી ત્યારે રાજયના અરજદારોની રેરા અંતર્ગત મંજુરી મેળવવામાં કોઈ વિકલ્પ જ મળતો નથી. સુપ્રીમ કોર્ટમાં પશ્ર્ચિમ બંગાળના હિરાને પડકાર આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.