Abtak Media Google News

વારંવાર રજૂઆત કરવા છતાં વિકાસ કામો થતા ન હોવાનો આક્ષેપ

ધોરાજી નગરપાલિકાની  બે સમિતિ ના  ચેરમેને હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે સાથે નવા રાજકીય સમીકરણો સર્જાયા છે જેમાં પાલિકાની સફાઈ અને લાયબ્રેરી સમિતિના ચેરમેન જાગૃતીબેન રાજ્યગુરૂ તથા કરવેરા સમિતિના ચેરમેને પ્રફુલભાઈ વઘાસીયા પરથી રાજીનામુ ધરી દઈ રાજીનામાનો પત્ર નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને મોકલી આપેલ છે કોંગ્રેસ શાસિત નગરપાલિકા આ બંને ચેરમેન અને પોતાના વોર્ડ નંબર ૫ માં વારંવારની રજૂઆત છતાં વિકાસના કામો થતા ન હોય અને વોર્ડ પ્રત્યે ઓરમાયુ વર્તન લખાતું હોય જેથી તો એ રાજીનામુ ધરી દીધું જણાવેલ છે આ ઉપરાંત ડામરના કામ ફરી શરૂ થયા હોય તે અંગે વોર્ડમાં ઘણી સમસ્યા રોડ રસ્તા ની છે તેઓએ રોડ રસ્તા અધુરા કામો અને પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી હતી તેમ છતાં તેઓના વોર્ડમાં કામો નહીં કરતા તેનાથી કંટાળી તેઓ એ રાજીનામાં આપી દીધાં જાગૃતીબેન રાજ્યગુરુ તથા પ્રફુલભાઈ વઘાસિયાએ આ અંગે વિશેષ માં જણાવેલ કે વોર્ડ નંબર ૫ માં રોડ રસ્તા નામ કોઈ થયા નથી આ કામ માટે સતત અમારી સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના નગરપાલિકામાં કારોબારી તેમ જ પ્રમુખ પાસે અનેક રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના યોગીઓ અને વ્યવસ્થિત જવાબ આપવામાં  આવ્યો  ન હતો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સદસ્ય પદેથી પણ રાજીનામું આપવા માટે તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.