Abtak Media Google News

આ વર્ષે આયુષ્યમાન યોગ મા રક્ષાબંધન શ્રાવણ સુદ પુનમને સોમવાર તા.૩ ના રોજ સવારે ૬.૪૦ સુધી પ્રતિયોગ છે ત્યારબાદ આખો દિવસ આયુષ્યમાન યોગ છે. આમ આ વર્ષે ખાસ વિશેષ આયુષ્યમાન યોગમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધનના દિવસે સવારે ૯.૨૮ સુધી ભદ્રા હોવાથી ત્યારબાદ રાખડી બાંધવાનું મુહુર્ત છે.

ખાસ કરીને આ વર્ષે રક્ષાબંધનના દિવસે આયુષ્યમાન યોગ હોવાથી આ યોગમાં બહેનો પોતાના ભાઇને રાખડી બાંધે તો ભાઇના આરોગ્ય અને આયુષ્યની રક્ષા થાય છે. રક્ષાબંધનની સાથો સાથ નારીયેળી પૂનમ અને બ્રાહ્મણો માટે જનોઇ બદલવાનો પણ ખાસ દિવસ હોય છે. રક્ષાબંધનના પાવન દિવસે જો બહેનો પોતાને ભાઇને રાશી મુજબના રંગની રાખડી બાંધે તો વધુ શુભ નિવડે છે. ઉપરાંત રૂદ્રાક્ષ ની રાખડી બધા લોકો માટે શુભ રહે છે. રાખડી બાંધવાના શુભ સમયની શુભ સવારે યાદી ૯.૩૭ થી ૧૧.૧૫  અભિજીત મુહુર્ત બપોરે ૧૨.૨૭ થી ૧.૧૯ સાંજે ૪.૦૯ ૭.૨૫ સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે પંચાગ પ્રમાણે જનોઇ બદલાવા માટે દિવસ શુકલ યજુર્વેદી બ્રાહ્મણો અને નૈત્રીરીયો બ્રાહ્મણ માટે ૩ ઓગષ્ટ ને સોમવારે સવારે સુર્યોદય થી બપોર સુધીમાં જનોઇ બદલાવી ઋગ્વેદી બ્રાહ્મણોએ ૪ ઓગસ્ટને મંગળવારે જનોઇ બદલાવી.

રાશી પ્રમાણે રાખડીના રંગો પસંદ કરવા

મેષ રાશિ (અ,લ,ઇ) લાલ રાખડી અથવા પીળી રાખડી

વૃષભ રાશી (બ,વ,ઉ) ગુલાબી રાખડી

મિથુન રાશી (ક,છ,ધ) લીલી અથવા બ્લુ રાખડી

ર્કક રાશિ (ડ,હ) સફેદ રાખડી અથવા પીળી રાખડી

સિંહ રાશી (મ,ટ) ગુલાબી રાખડી

ક્ધયા રાશી (પ,ઠ,ણ) લીલી અથવા બ્લુ રાખડી

તુલા રાશી (ર,ત) બ્લુ અથવા બધા જ કલરની મીકસ રાખડી

વૃશ્ર્વિક રાશી (ન,ય) લાલ રાખડી

ધન રાશી (ભ,ફ,ધ) કેસરી રાખડી

મકર રાશી (ખ,જ) બ્લુ અથવા લીલી રાખડી

કુંભ રાશી (ગ,શ,સ) બ્લુ અથવા લીલી રાખડી

મીન રાશી (દ,ચ,ઝ,થ) પીળી રાખડી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.