Abtak Media Google News

સ્થળ મુલાકાત લેતા ધારાસભ્ય જાડેજા

માધવપુર નજીકના ગોરસર મોચા ગામની કેનાલનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે ત્યારે ધારાસભ્ય જાડેજાએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને કામ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસ કરતા આ ૧૦ ટકા બાકી કામ તુરંત શરૂ કરવા કોન્ટ્રાકટએ ખાતરી આપી હતી.માધવપુર નજીકના ધેડ વિસ્તારની ગોરસર મોચા ગામની કોસ્ટલ કેનાલ જે ધેડ વિસ્તારના ૨૨ ગામોને મીઠા પાણીનો પ્રશ્ન અટકેલ હતો તે રાણાવાવ કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડૂતોની રજૂઆતના પગલે તુરંત પ્રયાસ હાથ ધરી કેનાલનું કામ શરૂ કરાવ્યું હતું અને આ કેનાલનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું  છે.

Img 20201108 Wa0015

ધારાસભ્ય જાડેજાએ ગોરસર ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો તેમજ કોન્ટ્રાકટરને રૂબરૂ બોલાવી આ કેનાલનું કામ ઝડપી શરૂ કરવા સૂચના આપવામાં આવતા કોન્ટ્રાક્ટરે ૧૫ દિવસમાં કામ ચાલુ કરી દેવાની ખાતરી આપી હતી. ગત તા. ૭/૧૧ ના ગાંધીધામથી ભૂંગરા જે રોડ ક્રોસિંગ માટે કેટલા સમયથી રાહ જોતા હતા તે ભૂંગરા પણ આવી ગયા છે જેથી આ કામ વહેલી તકે પૂર્ણ થશે જેથી ગ્રામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.